Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 820
________________ ose ક્રોસ સોસાયટી, મદ્રાસની યુનિવર્સિટીમાં જૈનોલોજી ડિપાર્ટમેન્ટ વગેરેમાં તેમનું કાર્ય સક્રિય રહ્યું છે. શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક શ્રી શાહ કિશોરભાઈ અમુલખભાઈ (ધાનેરાવાળા) બનાસકાંઠાના ધાનેરા ગામના વતની ને હાલ સુરત સ્થિત હીરાના વ્યવસાયમાં સંકળાયેલા શ્રી કિશોરભાઈ છેલ્લા બાવીસ વર્ષથી જીવદયા માનવસેવાની પ્રવૃત્તિમાં જોડાયેલા છે. માતાપિતાના ધાર્મિક સંસ્કાર સિંચને શાસનદેવની કૃપાથી સમજણા થયા ત્યારથી નર્સ-નર્સમાં જીવદયા પ્રવૃત્તિને વહેતી કરી હોવાથી મિત્રો તેમને ‘કિશોરભાઈ જીવદયા'ના નામથી ઓળખે છે. કુદરતી આફત સમયે તન-મન-ધન-સમય અને ધંધાની પરવા કર્યા વગર નાત-જાત, ભેદ-ભાવ રહિત માનવતાની સેવા, કાર્ય, દયા, દાન પ્રવૃત્તિ કરે છે. પંદરથી વધુ સંસ્થાના ટ્રસ્ટી, મે. ટ્રસ્ટી, અધ્યક્ષ તથા મંત્રી કે સ્થાપક છે. ગુજરાતમાં ૧૯૯પના કારમાં દુષ્કાળમાં સૌરાષ્ટ્રના જસદણ તાલુકામાંથી ૪૦૦ જેટલાં ઢોરોને ખસેડી સુરત-વિછીયા અને છાપરીયાળી સુધી આવી પશુધન બચાવવાની કામગીરી મિત્રોના સહયોગથી કરી હતી. વૃંદાવન ગૌશાળા રૂપે જસદણ વિભાગનું સંપૂર્ણ આયોજન કરી અંદાજિત ૫૦ વિઘા જમીન તથા પ૦ પશુઓ માટેની વ્યવસ્થા આધુનિક પદ્ધતિ દ્વારા કરવામાં આવેલ છે. અમદાવાદ, ઓઢવ તથા લીંચ પાંજરાપોળોને આર્થિક સહાય ચાલુ છે. પોતાના ગ્રુપ હસ્તક કાર્યકરો, મિત્રો દ્વારા સેંકડો જીવોને અભય આપવાનું કાયમી ચાલુ છે. નાની પાંજરાપોળોને સદ્ધર અને પગભર કરવાની સક્રિય ભાવના ધરાવે છે. ૨૫ થી ૩૦ પાંજરાપોળો સાથે સંકળાયેલા છે. છેલ્લા ૨૪ વર્ષથી ‘ગણેશચતુર્થી', જૈન સંવત્સરી'ના રોજ સુરત કાંઠાના વિસ્તારોના ગામ ડુમસ-ભીમાપોરમાં માછલાં પકડવાની પ્રવૃત્તિ બંધ રખાવે છે. સાથે-સાથે સુરતની માનવતાવાદી સામાજિક સંસ્થાઓને યથાશક્તિ સાકાર, ગરીબોને શૈક્ષણિક, આર્થિક તથા મેડિકલ સહાય પણ કરે છે. પૂ. ગુરૂદેવ શ્રી સુબોધસાગરસૂરિજી મહારાજની નિશ્રામાં અઠ્ઠાઈ તપની આરાધના સુરત પાસે રાંદેર ગામે શ્રી નેમિનાથપ્રભુ જિનાલયના જીર્ણોદ્વાર પછી ધજાદંડ તથા પાર્શ્વપ્રભુની પ્રતિષ્ઠાનો લાભ લીધેલ છે. દિલ્હી દ્વારા ચાલતા આંખના ઓપરેશનોમાં દવા, ચશ્મા વગેરે દર્દીઓને મફત આપવામાં આર્થિક મદદ, ધાનેરા ખાતે અંધત્વ નિવારણ યોજના હેઠળ ૧૯૯૪ થી આંખના ઓપરેશન ચાલુ કરવામાં આવ્યા છે. મણિબેન વ્રજલાલ મહેતા હોસ્પિટાલના ટ્રસ્ટી છે. જ્યાં - ૭માં ૮પ૦ તથા ૭-૮માં ૧૨૫૦ ઓપરેશનો થયેલ અને Jain Education International બૃહદ્ ગુજરાત ૯૮-૯૯ માં ૨૦૦૦ ઓપરેશનનો લક્ષ્યાંક સિદ્ધ કરેલ છે. દર શનિ-રવિમાં આ હોસ્પિટલમાં નેત્રયજ્ઞ ચાલુ રહે છે. જેનું સંચાલન તેઓએ પાલનપુરવાળા શ્રી ભાનુચંદ કેશવલાલ ભણશાણીના સહકારથી કરેલ છે. ‘૯૮-૯૯માં સુરત જિલ્લામાં ૨૦ ઓપરેશનો રોટરીક્લબ સાથે મળી કરવામાં આવેલ છે. તેઓ યુથક્લબ ઓફ ધાનેરા દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી ધાનેરામાં સમાર્જોપયોગી કામ કરવા પ્રયત્નશીલ રહીં સતત દાનપ્રવાહ વહેતો રાખે છે. જેમાં શિક્ષણક્ષેત્રે બાળકોને ફ્રી નોટબુક તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન તથા ધર્મક્ષેત્રે દીક્ષાર્થીઓનું બહુમાન સ્વામીવાત્સલ્ય પૂ. ગુરુભગવંતોની વૈયાવચ્ચ તથા સામાજિક ક્ષેત્રે ૪∞ જેટલા ગામના ગરીબકુટુંબને માસિક સ્નાર્ષિક સહાય તેમજ બેકારોને પગભર કરવા જેવી પ્રવૃત્તિઓ કરે છે. તેઓની ધંધાની પ્રગતિમાં મુખ્યત્વે તેમના બનેવીશ્રી રસિકભાઈ મહેતાનો ફાળો અનન્ય છે. ૧૯૯ થી એન્ટવર્પ મુકામે શ્રી કમલેશભાઈ દોશી, અશોકભાઈ કાંકરિયાના સાથ સહકારથી સેટ થયેલા છે. બાદ ડીસાના વસંતભાઈ સંઘવીની ઓફરથી કંપની ચાલુ કરી ત્રણ વર્ષ સાથે કામ કર્યું. હાલમાં શ્રી વસંતભાઈ ગજેરા અને શ્રી ગિરધરભાઈ ગજેરાના સાથ સહકારથી તેમની કંપની કોમલ જેમ્સમાં યોગ્ય સ્થાને કામ કરી રહ્યા છે. તેઓ નવકારમંત્ર અને ઉવસગ્ગહરં સ્તોત્રમાં અપારશ્રદ્ધા ધરાવે છે. પુત્રો મનિષમયુર પિતાના શુભકાર્યના સહયાત્રી છે. તેમને લેખન કાર્યમાં પણ ખૂબ રસ હોવાથી ‘દોસ્ત’ ઉપનામથી જાણીતા છે. માત્ર એસ.એસ.સી.ના અભ્યાસુ હોવા છતાં વધુ વાંચન-ચિંતન ધરાવે છે અને મનનના કારણે તેમનામાં આવડત, અનુભવ અને આયોજન ઉચ્ચ કોટીનાં છે. તેમને મળતાં તેમના ગુણોનો પરિચય તત્કાળ થાય છે. તેમનામાં પૈસા કે કાર્યનું અભિમાન ટપકતું ન હોઈ સૌનો તેમના પ્રત્યે મૈત્રીભાવ ને સદ્ભાવ જોવા મળે છે. તેઓએ વહીવટી અનુકૂળતા માટે શ્રી ‘શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ'ની ૧૯૯૬માં સ્થાપના કરેલી છે. તે દ્વારા જીવદયા ને માનવસેવાનાં કાર્યોનું સંચાલન થાય છે. આવા મૂઠી ઊંચેરા માનવી માટે તેમનું વતન બનાસકાંઠા ગૌરવ અનુભવે છે. ચંદ્રકાંત મુળચંદ શાહ શિહોર પાસેના અગિયાળી ગામના વતની શ્રી ચંદ્રકાંતભાઈ હાલ મુંબઈમાં વસવાટ કરે છે. નાનપણથી પિતાની છત્રછાયા ગુમાવતાં સાધારણસ્થિતિમાં માતાએ ત્રર્ણય બાળકોને ઊછેર્યા. મેટ્રિક સુધી વતનમાં ભણી ૧૮ ની ઉંમરે મુંબઈ આવી સર્વિસમાં જોડાયા. આઠ વર્ષ બાદ ઇલેક્ટ્રિક ઉપકરણોનું ઉત્પાદન કરવાનો ધંધો પ્રારંભ્યો. તકદીરે યારી આપતાં ‘૭૨ માં કંસ્ટ્રકશન લાઈનમાં આવ્યા અને નામાંક્તિ બિલ્ડર બન્યા. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844