Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
to૬૨
પોલીસવડા પુરોહિત
અવળચી નણંદના મેવાથી ભાભીનાં ખાઈ ગયેલા રૂપાળા મોં જેવો આઠમનો ચંદ્ર આભની અટારીએ તોળાઈ રહ્યો છે. ફરતો તારા મંડળની બિછાતવાળો ચંદરવો પથરાઈ ગયો છે. તેમાંથી નિર્મળ નારીનાં નેત્ર જેવાં તેજ નીતરી રહ્યાં છે. હિલોળા લેતી મોલાતમાં પવન દોટું દઈ રહ્યો છે.
એવે વખતે ‘મેવાસી ચુંવાળ' નામે ઓળખાતામુલક માટે રાજ્યના બે ખાસ સિપાહીઓ ટહેલી રહ્યા છે. બેઈના ખભે ત્રણ સો ત્રણ (થ્રી નોટ થ્રી)નામે ઓળખાતી બંદૂક ઝૂલી રહી છે. કમર માથે કારસના હારડા વિંટળાયેલા છે. સીમચોરી અટકાવી ખેડૂતોને રક્ષા આપવાના ઇરાદે મૂકવામાં આવેલા આસનસોલ ચોકી પરના આ ખાસ સિપાહી વગડો ખૂંદી રહ્યા છે. જેમ જેમ રાત ઘૂંટાતી ગઈ એમ શિયાળની લાળી અને ચીબરીના ચિત્કારે રાત વધુ બિહામણું રૂપ ધારણ કરતી ગઈ.
પોતાના કસબ આડે આવીને ઊભા રહેલા રાજન સિપાહીઓને ઝબ્બે કરવા ડીંડવી પોરની ઓથ લઈ બેઠેલા, પાડ પાડવાના ધંધે ચડેલા ત્રા ખુંખાર બુકાનીબંધા બહારવટિયાના સરવા કાને સિપાહીઓનો પગરવ પારખ્યો. અંધારા ભેદીને નજરનું સંધાન સાધ્યું. સિપાહીઓ પડખેથી નીકળ્યા કે તરત જ એ ઈ ના ગળામાં ગાળિયા નાંખ્યા. આંખના પલકારમાં દેહ ફરતો દોરડાનો જામનોકામી ભરડો લઈ લીધો. સિપાઠીઓને ખેતરના કોઢ ઊભેલા ઝાડના થડ સાથે બાંધ્યા. બંનેના ખભેથી બંદુકો સેરવી લીધી. કમર પટ્ટેથી કારતૂસના હારડા કાઢી લીધા. બાખી ગણવેશ પણ ઉતારી લઈ રામ રામ કરીને બહારવટિયા ખોંખારે વગડાને વહેલું રૂપ આપતા ઊંડા કોતરમાં ઊતરી ગયા. રાજ સત્તાને પડકાર રૂપ બનેલી ઘટનાને નિહાળતી ઝગમગ કરતી રાત ગળવા માંડી.
તે દિ મેવાસી પરગણામાં એકબીજાની સત્તાના છેડા હે. એક તરફ અંગ્રેજી હકૂમતની હદ. બીજી બાજુ વણોદના દેશી રાજવીની સત્તાનો સીમાડો. ત્રીજ તરફ રાધનપુર નવાબના ખૂંટા, ચોથા છેડે જોરા ઠાકોર સાહેબની સત્તાનો સૂરજ તપે. આમ ચારેય સરહદોથી ઘેરાઈને બેઠેલ સેના ખાસ ખેલ સમશેર બહાદુર શ્રીમંત સરકારનું બેચરજી ગામ. ગામને ટીંબે મા બહુચરવાળીના બેસણાં. એટલે દર પૂનમે તો મેળો ભરાય. મલકનું મનેખ હિલોળે ચઢે. આ તકનો ગેરલાભ લઈ ઠોઠ ઠાંપલી કરીને વટેમાર્ગુને લૂંટનારા વધી પડેલા. તેથી શ્રીમંત સરકારે બેચરાજી ગામના પોલીસ થાણે ઉમિયાશંકર પુરોહિતને ફોજદાર તરીકે બેસાડી રૈયતનું રખવાનું સોંપેલું.
કદાવર કાયા, કાંડામાં કૌવત, કરડો ચહેરો, મોં માથે મૂછના વળેલા આંકડા. બહાદુરીને બાથ ભીડી ગયેલા
Jain Education International
બૃહદ્ ગુજરાત ઉમિયાશંકરની ફે ફાટવા માંડી. નામ સાંભળતાં હરામ હલાલીઓ થરથરવા માંડેલા. આવો કડપ પાથરીને બેઠેલા બેચરાજી પોલીસ પાણાના ફોજદાર પાસે ફરિયાદ પૂગી કે રાજના સૈનિકોની બંદૂકો ચડીને બહારવટિયા ઊપડી ગયા છે.
આવાં વેણ સાંભળતાં જ પટ્ટધર પુરોહિતના નવાણું લાખ રૂંવાડે અગન જ્વાળાઓ ઊપડી ગઈ. ખડા થઈને ડણક દીધી. ‘‘કોણ છે હાજર ?''
સાંભળતાં જ હોલબૂટની એડી ભટકાવી, સલામ ભરી, થાણાના સિપાહીઓ ઊભા રહી ગયા. એટલે ઉમિયાશંકર ફોજદારે ફરમાન કર્યું. “ઘોડે પાખર માંડો.”
સિપાહીઓ મામલો પારખી ગયા. વિધારો ધવગા કરીને સાબદા થયા. પચ્ચીસેક વર્ષની જુવાની જેના શરીર પર આળોટી રહી છે એવા ફોજદારે વંશના વેલા કરતાં પણ અદકેરાં વ્હાલા મનહર નામના અશ્વમાથે રાંગવાળી, અસવારને આવકારતો હોય એમ ઘોડાએ ધરતી માથે ડાબલા પછાડ્યા-હાવળ્ય નાંખી, મોટીઆરનો મલાજો જાળવવા દેરાણી-જેઠાણી સામસામા પૂંમટા તાણીને ઊભી હોય એમ કાસોરીની દોઢવાળી પવન વગે ઉપડ્યો. દોકડ માથે જૈન ઉસ્તાદની આંગળિયુંના ટેરવાં પડે એમ મેવાસી ચુંવાણની ભોમકા માથે મનહરના ડાબા પડવા માંડ્યા. ઝાડી ઝાંખરા વળોટતો વગડો વીંધીને ભડભૂદેવ પૂગ્યો રૂપેત્રના વર્ષભર કોતરની ધાર માથે. ઝીણી નજરે જોયું તો ત્રણ બુકાની બંધા બેઠા ઝંઝોળ્યુને રમાડી રહ્યા છે. જોતાં જ ઉમિયાશંકર ફોજદારે પડકાર કર્યો’, ‘શરણે આવો.'
પુરોહિતનો પડકાર પારખી જઈને બીજા રાજ્યની હદમાં જઈને ઊગરી જવાના ઈરાદે ત્રણેય ભાવયિા માટ ઊઠીને ભેખડની ઓથ લેતા નીકળી ગયા. ગુનેગારો હાથથી જતાં જોઇ પુરોહિતે ધોડાને એડી મારી. પણીના ઈશારે મનહરને જાણે પાંખો ટી, આબીડ ઊપડ્યો, પગલે પગલું દાળ્યું, ગુનેગારો નાળામાં ઊતરી પરહદમાં જઈ પૂગ્યા. રાજની આબરુને આંટી ગયેલાને ઝબ્બે કરવા તેણે મપદની પરવા કરી નહિ. ફોજદારે ચોક ડોંચ્યું. જાતવાન જાનવર ચારેય પગ સંકેલી. નાળાના કાંઠા પરથી બ્લાંગ મારી, જાણે આભમાંથી તારોડિયો ખર્ચો, ઘડીના છઠ્ઠા ભાગમાં સાવજ શિકાર માથે ત્રાટકે એમ પુરોહિત ખાબક્યો. બંધૂકનું નાળચું નોંધીને કણક દીધી. હહ્યા છો તો ત્રણેયને વીંધી નાંખીશ. ત્યાં તો સાથી સિપાહીઓએ કુંડાળું કરી ત્રોયને પેરી લીધા. દોરડે બાંધીને બેચરાજીના થાણે લઈ આવ્યા |
વધુ માહિતી :સર માહિતી :–સ૨ ફોજદારનો ફોજદારનો ખિતાબ પામેલા મિયાશંકર પુરોહિત મહેસાણા જિલ્લાના મોઢેરા ગામના વતની છે હાલ જૈફ ઉંમરે વતનમાં વસે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844