Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 812
________________ ૯૬૦ જે બૃહદ્ ગુજરાત ઈતિહાસ દર્શનમાં અમર સ્મારકો – શ્રી દોલત ભટ્ટ “ગુર્જરી ઇતિહાસની તેજરેખા” પ્રથમ વિભાગમાં શ્રી દોલતભાઈ ભટ્ટની ઇતિહાસ દર્શનમાં અમર સ્મારકો નામની લેખમાળામાં શરતચૂકથી જે પ્રસંગ પરિચયો બાકી રહ્યા હતા તે અત્રે રજૂ થાય છે. લોકસંસ્કૃતિને ઉજાગર કરવામાં શ્રી ભટ્ટનું ઘણું મોટું પ્રદાન નોંધાયું છે. –સંપાદક - મણારની મર્દાનગી ગોહિલવાડની ગરવી ભોમકા માથે માંજેલા કામની અભરાઈ જેવું મણાર ગામ અરધી રહ્યું છે. આસમાની રંગનો અરબી સમુદ્ર એને વિંઝણો ઢોળી રહ્યો છે. એવું મણાર આજે હરખને હિલોળે ચડ્યું છે. આંગણા વળાઈ ગયાં છે. ઓટલા માથે ઓળીપા થઈ ગયા છે. ટોડલે તોરણ ટીંગાઈ ગયાં છે. ગામને ચોરે કીનખાબે શોભતા ગાદી તકીઆ પથરાઈ ગયા છે. ને મણારનું માણસ પાદરમાં ભેળું થઈ ગયું છે. માણસ આંખ્યું માથે હાથની છાજલી કરી કરીને વારે વારે ત્રાપજના મારગ ભણી મીટ માંડી રહ્યું છે. આજ મણારની મુલાકાતે ગોહિલવાડના પોલીસ હાકેમ છેલભાઈ આવવાના છે. ત્યાં તો ધૂળના ગોટા ઉડાડતી મોટર મણારના પાદરમાં પૂગી, ઢોલ ત્રાંસા વાગ્યાં, શરણાયું છૂટી. કપાળ માથે અક્ષત તિલક કર્યું. ગામ આખું ગેલમાં આવી ગયું વાજતે ગાજતે છેલભાઈ ગામને ચોરે પૂગ્યા. મહારના કુબેર મા'રાજ સંસ્કૃતનો શ્લોક વધા અને આશીર્વાદ ઉચ્ચાર્યા. મહાદેવના મંદિરેથી લાવેલ બિલીપત્રનું નમન દીધું, ત્યાં તો શેડ કઢાં દૂધના બોઘરાં પૂગ્યાં. તાંસળિયું ભરાણી, છેલભાઈએ માજનને પૂછ્યું. “ગામમાં શાંતિ છે ને? કોઈ ભો નથીને ?” | ‘તમારી જેવા માથે છતર બેઠા છે પછી અમને બીક શેની ?” માજનની વાતને આધાર દેતા દુદાભાઈ બોલ્યા, ““તમ પરતાપે ગામ નીરાંતની નીંદર લ્ય છે. હૈયાતખાં જેવાને હણનારો ને જીવુભાને જીવતો ઝાલનારો જીવતો બેઠો છે પછી અમને ભો શેનો ? દુદાભાઈની વાત સાંભળી હસીને છેલભાઈ બોલ્યા : “હું ! દુદાભાઈ, છેલભાઈ જીવતો નો હોય તો તમે બધા શું કરો ?” “હાં હાં રે બાપ ! એવું વેણ કાઢોમાં.” ‘હું ખરું કહું છું. મને એવી વસ્તી ગમે કે જે મારા ઉપર રા ઉપર આધાર ન રાખે. ભીડ પડ્યે ભડ થઈને ઊભા રહે એનું નામ ગામડાં.' સાબ પણ...” રાઘવજીભાઈ વચ્ચે બોલ્યા એટલે છેલભાઈએ તેને અટકાવતા કહ્યું, “રાઘવજીભાઈ ! આમ જુઓ તો બહારવટિયા આપણી જેવા માણસ અને ગામ ભાંગવા નીકળે ત્યારે બે-પાંચ ગામમાં માણસ કેટલું હોય ?” ‘હજાર, હજાર’. દુદાભાઈએ છેલભાઈને હોંકારો ભણ્યો. હજારમાંથી બુઢા, બાળકો ને બાયુંને એક કોર તારવી નાખો તો જુવાનડા બસો ત્રણસો નીકળે. જે ગામમાં બસ્સો ત્રણસો જુવાનડા હોય અને બે પાંચ માણસો ગામ લૂંટી જાય ? જુવાનડા જોતા રહે?” છેલભાઈ આગળ બોલ્યા, “બહારવટિઓને ગામડાં પડકારે તો આ ભોમકા સાથે બહારવટિયા પાકે નઈ.” પલકવાર મણાર ગામના ચોરામાં સોપો પડી ગયો. ત્યાંતો ભર્યા ડાયરામાંથી ધરતી ફાડીને માણસ નીકળતો હોય એમ એક જુવાન ઊઠ્યો. હાથમાં આઠ કડીએ વળ લઈ ગયેલી લાકડી છે. જવાની જાણે પંડ્ય માથે ‘ભગડતૂતી’ રમી રહી છે. આવા જુવાને વેણ કાઢ્યાં. ‘‘સાબુ ખરું કે છે બહારવટિયાના ટાંટિયા ભાંગી નાખવા જોવે.” ‘રંગ છે જુવાન.” છેલભાઈએ જુવાનને બિરદાવ્યો. પછી આગળ બોલ્યા, ઓરો આવ્ય દોસ્ત !” જુવાને ડગ દીધા જાણે ડુંગરની નાની એવી ટૂંક ચાલી. જુવાન પાસે આવ્યો એટલે છેલભાઈ જુવાનનો વાંસો થાબડી બોલ્યા. “ “આની જેવા પાંચ પચીશ ભડ ગામેગામ હોય તો મગદૂર નથી કોઈની કે ગામમાં ગરી શકે. “શું તારૂં નામ.” સાબ ! ભીમો.” “જીવતાં સુધી ભડ થઈને રે'જે.” છેલભાઈએ ફરી વાંસો થાબડ્યો મણારની મીઠી મે'માનગતી માણી છેલભાઈએ વિદાય લીધી. છે, કળાયેલ મોરલા જેવા મણાર માથે અંધકાર તોળાઈ રહ્યો Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844