Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 803
________________ પ્રતિભા દર્શન એક અજોડ પ્રેરણાદાયી વ્યક્તિ કુમારપાળભાઈ વિ. શાહ એ શાસન પ્રભાવક, દયા-કરુણા અને પવિત્રતાના અવતાર, દીર્ઘદૃષ્ટા આયોજક, આપત્તિમાં આંસું લૂછનાર, યુવાનોના રાહબર અને પ્રેરણાના સ્રોત એવી વ્યક્તિનું નામ છે.. કુમારપાળ વિમળભાઈ શાહ. આજે એમની ઉંમર ૪૯ વર્ષની છે. તેઓ મૂળ વીજાપુર (જિ. મહેસાણા-ઉ. ગુજરાત)ના પણ વરસોથી મુંબઈમાં સ્થિર થયા હતા. વરસો સુધી તેઓ હી૨ાના વ્યાપારમાં જોડાઈ રહ્યા, પણ હાલ કલિકુંડ-ધોળકા (જિ. અમદાવાદ) એમની ધર્મકાર્યભૂમિ છે. હીરાનો ધીકતો વ્યાપાર છોડી, દેશના, સમાજના ને ધર્મના પુણ્યકાર્યમાં તન-મન-ધન, મન-વચન-કાયા અને સમય-શક્તિનું સમર્પણ કરી રહ્યા છે. ખાનદાન માતાપિતાના આ સંતાનને બાળપણથી ધર્મના સુસંસ્કારો હતા જ પણ ઇ.સ. ૧૯૬૪ના ઉનાળામાં ૧૭ વર્ષના કુમારપાળ મિત્રો સાથે આબુ પર્વતના અચલગઢ શિખર પર જૈન ધાર્મિક શિક્ષણ શિબિર દ્વારા જૈન આચાર અને આધ્યાત્મિક ક્રાંતિ લાવનાર આચાર્ય શ્રી વિજય ભુવનભાનુસૂરિશ્વરજી મહારજ સાહેબ દ્વારા ધાર્મિક શિક્ષણના જ્ઞાન દ્વારા પોતાના આત્માને અતિ ભાવિત કરી રહેલા કુમારપાળના જીવનમાં એક વાવાઝોડું આવ્યું અને ટર્નીંગ પોઈંન્ટ લાવ્યું. બન્યું એવું કે માઉન્ટ આબુના એ ઊંચા શિખર અચલગચઢમાં વરસાદ સાથે ભયંકર પવન ફૂંકાયો. એ વિનાશક વાવાઝોડામાં શિબિરના ટેન્ટ ઊડી ગયા. તો સાધુની પાણી ઠારવાની પરાતો પણ ઊડી, મકાનનાં નળિયાં ઊડ્યાં, તો વિશાળકાય વૃક્ષો પણ ઊખડ્યાં. આવા વખતે ૧૭ વર્ષના નવયુવાને એક પવિત્ર સંકલ્પ કર્યો : ‘જો આ વાવાઝોડું શાંત થાય તો મારે આજીવન બ્રહ્મચર્યવ્રત લેવું.’ અને આશ્ચર્ય થયું. ડરામણું ને બિહામણું ભયંકર વાવાઝોડું ક્ષણવારમાં જ શાંત થઈ ગયું. અને કુમારપાળે શિબિર જ્ઞાનદાતા, ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરિશ્વરજી મ.સા.ને પોતાના શુભ સંકલ્પની વાત કહી. પૂજ્ય ગુરુદેવશ્રી અપાર ખુશ થઈ ગયા અને આશીર્વાદના ધોધ વહાવવાપૂર્વક પોતાના આ લાડલા શિબિર-શિષ્યને આજીવન બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરાવ્યું. સર્વત્ર આનંદની લહેરો ઊછળી. પછી તો ‘મારે ચારિત્ર ન લેવાય ત્યાં સુધી મૂળથી ઘી ત્યાગ’ની કુમારપાળે પ્રતિજ્ઞા કરી. કુમારપાળની ભીષ્મપ્રતિજ્ઞા અને ભવ્ય સંકલ્પે જૈનશાસનમાં એક ઇતિહાસ સર્જ્યો. તેમાં ગુરૂકૃપા બળે ચાર ચાંદ Jain Education International <> ૫૧ લગાવ્યા. અનેક શાસનપ્રભાવક કાર્યો થયાં. સાધર્મિક ભક્તિ, સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ, દેરાસરોનાં નિર્માણ, જીર્ણોદ્વાર, પાઠશાળા, ઉપાશ્રયોનાં નિર્માણ, જૈન ધાર્મિક શિક્ષણ શિબિરો, સંઘોને શાસ્ત્રાનુસારી માર્ગદર્શન, સત્ સાહિત્યનું પ્રકાશન, જૈન સંસ્કારોનો પ્રચાર-પ્રસાર, કુદરતી હોનારતોમાં સહાય, પાંજરાપોળ-જીવદયાનાં કાર્યો ઇત્યાદિ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કુમારપાળભાઈ મૂકપણે નિત્ય કરતા જ રહે છે. ગુરુદેવ પૂ. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરિશ્વરજી મ.સા.નું મનનીય ચિંતન ‘દિવ્યદર્શન’ હિન્દી અને ગુજરાતી પાક્ષિક અને સાપ્તાહિક પત્રોનું વર્ષો સુધી સંપાદન કરી કુમારપાળભાઈએ સત્ સાહિત્ય લોકો સુધી પહોંચાડ્યું છે. વળી જિનપૂજા, સામાયિક, શાસ્ત્ર સ્વાધ્યાય-મનન-ચિંતન આ બધાં નિત્યનાં આત્મજાગૃતિ કરનારાં કર્તવ્યો તો કુમારપાળભાઈનાં જીવનમાં ખરાં જ ખરાંઃ તેઓ ખૂબ જ ઉદાર, પ્રેમાળ, સહાનુભૂતિપૂર્ણ દિલવાળા, ઉત્તમ વિચારક અને આચારસંપન્ન છે. કુમારપાળભાઈના અનેકવિધ સદ્ગુણોમાંથી આપણે સૌ ઉત્તમ પ્રેરણા લઈએ એવી શુભાભિલાષા. સ્વ. સીતાબેન કાંતિલાલ શાહ જન્મ તારીખ ઃ ઇ.સ. ૧૦-૬-૧૯૨૮ (વિ.સં. ૧૯૮૪) સ્વર્ગવાસ ઃ ઇ.સ. ૧-૩-૨૦૦૧ (વિ.સં. ૨૦૫૭) સીતાએ વનવાસ વેઠી સહન કર્યું તેવું જ કંઈક સ્વ. સીતાબેને ગૃહવાસમાં જ વેદના, વ્યાધિ અને બીમારી સહી વૈરાગ્ય વધાર્યો. ઇ.સ. ૧૯૯૧માં સિદ્ધગિરિનાં શિખરે નવાણું જાત્રા કરતાં વચ્ચે જ મરણતોલ રક્તસ્ત્રાવની બીમારી આવી અને નિદાન થતાં મુંબઈની તાતા હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરોએ કેન્સર સાથે મૃત્યુની આગાહી પણ કરી દીધી હતી. તે સ્વ. સીતાબેને મરણને દસ દિવસના બદલે ધર્મનું શરણું ગ્રહી દસ વરસ દૂર ઠેલી દીધું. લોહી વહી ગયું. કાયા કાળી પડી ગઈ. છતાંય તેમણે કાયાની માયા મૂકી નવાણું જાત્રા ચાલુ કેન્સરમાં ઝટપટ પૂરી કરી દીધી અને પછી પણ તપધર્મનાં શરણે જઈ બીજો-ત્રીજો ઉપધાન પૂર્ણ કર્યો. છેલ્લાં વીસ વરસથી છૂટે મોઢે જેમણે આહાર-પાણી લીધાં નથી. કેન્સરના ભય ઉપર પગ મૂકી દઈ ૫૦૦ એકાંતર આયંબિલનો તપ ચાલુ કર્યો અને તેમાંય મૃત્યુના પાંચ માસ પૂર્વે બીલીમોરાથી શ્રી સમ્મેત શિખરજીની જાત્રામાં વર્ધમાન તપની ૨૭મી ઓળી પૂર્ણ કરી જાત્રામાં અડધે જ તબિયત લથડી ગઈ ને ચાલુ જાત્રાને મૂકી પરિવારના સૌને બનારસ રોકાઈ જવું પડ્યું. છતાંય ધર્મનિષ્ઠા શ્રમણોપાસિકાએ એકાંતર આયંબિલ ન છોડ્યા. પણ...પણ કાળ જે દસ વર્ષથી પીછો કરી યમરાજના કહેણ મોકલી રહ્યું હતું તેણે ધર્મશરણની પણ શરમ ન રાખી. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844