Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 808
________________ o૫૬ જે ક્ષેત્રમાં વિચરી રહેલા દાદાશ્રી સીમંધરસ્વામી અને સમવસરણનું આબેહૂબ વર્ણન કર્યું. આ સમવસરણ દેખાય છે. ત્રણ ગઢ, પગથિયાં બધું જ દેખાય છે. | સંવત ૨૦OOના વૈશાખ સુદ બારસની સવારે પચ્ચખાણ પાર્યા વગર વિરતિમાં જ જીવ છોડ્યો. ગુરુ વિહારમાં હતા. મા અને દીકરાને પાંચ મહિનાનું છેટું પડ્યું! ઘરનો દીવો બુઝાયો. ઘરમાં રોકકળ ચાલુ છે. કોણ કોના આંસુ લૂછે ? બધા જ સમદુઃખિયા હતા, કોણ કોને આશ્વાસન આપે? સામે જ બેનોના ઉપાશ્રયમાં રહેતાં અમારા કુટુંબનાં પરમ ઉપકારી સાધ્વીજી શ્રી તારાશ્રીજી મ. જાતે આશ્વાસન આપવા આવ્યાં. અલ્યા ગાંડાઓ ! આવી માની પાછળ રડવાનું હોય ? એના મૃત્યુનો મહોત્સવ માનવાનો હોય ! તો આવાં હતાં કમળાબા અને આવી હતી એની જાજરનામ જીવનગાથા. આ વાતને સાત વરસનો સમય વીતી ગયો. શાસનપ્રભાવના કરી રહેલા પોતાના ભાઈ મહારાજ ચંદ્રોદયવિજયજીને જોઈ કમળાબાના ચોથા નંબરના દીકરા શ્રી અમરચંદભાઈ (હાલશ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી)નું મન સંસારમાંથી ઊઠી ગયું. પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયની ૧૬ પંન્યાસપદવી પ્રસંગના બહાને છાનામાના અમદાવાદ ભાગી જઈ પૂજય કસ્તૂરસૂરીશ્વરજી મ.ના ચરણે જીવન સોંપી શ્રી અશોકચંદ્રવિજયજી બન્યા. ગામ હતું બારેજા. ધન્ય દિવસ હતો સં. ૨૦૦૭ના વૈશાખ સુદ પાંચમનો. જ્ઞાન-ધ્યાનમાં રંગાયેલા તે મુનિરાજ મુંબઈ-મુલુંડમાં સંવત ૨૦૩૪માં સૂરિપદવી પામ્યા. તે જ વરસથી સૂરિમંત્રની આરાધના શરૂ કરી. સળંગ વીસ વરસોથી તે આરાધના કરી રહ્યા છે. એમનાં આપેલાં મુહૂર્તો અજોડ અને સર્વમાન્ય ગણાય છે. દેશ-વિદેશમાં હવે એમનાં મુહૂર્તો જાય છે. એમનાં આપેલ મુહૂર્ત થયેલાં શાસન કાર્યો અજોડ અને અદ્વિતીય બન્યાં છે. ભોળા-ભદ્રિક, સમતાના સાગર આ મહાત્માને ચોથા આરાના સાધુનું બીરુદ મળ્યું છે. બધા એમને દાદાના હુલામણા નામે બોલાવે છે. સદાયે હસતા આ મહાત્મા બધાના પ્રીતિપાત્ર બન્યા છે. બધા જ એના પૂજક છે. સંયમી બનેલા બે પુત્રોની સંયમ સાધના દેખી પિતાશ્રી ચીમનભાઈનું હૈયું આનંદ પામે છે. અને એમનું મન સંસારથી વિરક્ત બને છે. દીકરાઓએ સંયમ લીધું તેમાં મારા આત્માનું શું ? મારે મારા આત્માનો ઉત્કર્ષ કરવો હોય તો મારે જાતે જ સંયમી બનવું જોઈએ. વિરાગી બનેલા ચીમનભાઈ ચોસઠ વરસની જૈફ વયે મુંબઈ મુકામે પૂજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજય મુનિરાજ શ્રી પ્રસન્નચંદ્રવિજયજી બન્યા. ધન્ય દિવસ હતો સંવત ૨૦૧૪ અષાડ સુદ ત્રીજનો. નામ જેવા જ ગુણો ધરાવતા સદાયે પ્રસન્નચિત્ત રહેતા તે મુનિરાજ સમગ્ર સમુદાયના પ્રીતિપાત્ર બન્યા. જીવનની ઢળતી બૃહદ્ ગુજરાત. સંધ્યાએ મળેલા મહામૂલા સંયમને ખૂબ વફાદાર રહ્યા. સંયમ સાધના તો સાત જ વરસ ચાલી પરંતુ જાણે સીત્તેર વરસના સંયમધર હોય એ રીતે જીવ્યા. મૃત્યુની છેલ્લી મિનિટ સુધી પૂરેપૂરી સમતા અને સાધનામાં લીન રહ્યા. અપાર અશાતાની વચ્ચે ભરપૂર સમતામાં રમતા રહ્યા. જોનારા અહો ! થઈ જતા. મૃત્યુશગ્યા પર પોઢેલા મહાત્માની સહુ અનુમોદના કરતા. અને બોલતા, “ધન્ય મુનિ ! ધન્ય તમારું જીવન !! હે પ્રભુ ! અમને પણ આ મહાત્મા જેવું સમાધિમૃત્યુ આપજે.” અપાર સમતા અને સમાધિ વચ્ચે પિતામુનિએ જીવનલીલા સંકેલી લીધી. આ મુનિરાજ જગતને જીવવાની અને મરવાની રીત શીખવી ગયા. દિવસ હતો સંવત ૨૦૨૧ મહાવદ ૧૧નો. ગામ હતું ખંભાત. ત્યારબાદ સંવત ૨૦૨૫માં ૫. પૂ. આચાર્યદેવશ્રી કસ્તુરસૂરીશ્વર મ. સા. તથા સંયમી બંધુબેલડી શ્રી ચંદ્રોદયવિજયજી તથા શ્રી અશોકચંદ્રવિજયજી સુરત પધાર્યા. કુટુંબના વડીલ શ્રી. શાંતિભાઈના દીકરા હેમંતકુમાર ઉ.વ. ૧૨ તથા દીકરી નયના ઉ.વ. ૧૪ ને કાકામહારાજના પગલે પગલે ચાલવાના કોડ જાગ્યા. હજી તો માનું દૂધ હોઠ પરથી સૂકાયું નથી એવા નાના નાના બાલુડાંઓને દીક્ષાની રજા કેમ અપાય ? પરંતુ જન્માંતરના આરાધક બંને ભાઈ-બહેનની મક્કમતા જોઈ કુટુંબીજનોએ પ્રેમથી રજા આપી. ખૂબ જ ધામધૂમપૂર્વક દીક્ષા થઈ. ભાઈ બન્યા મુનિરાજ શ્રી અશોકચંદ્રવિજયજીના શિષ્ય મુનિરાજશ્રી સોમચંદ્રવિજયજી અને બેન પ. પૂ. સાગરનંદસૂરીશ્વરજી મ.ના આજ્ઞાવર્તિની સાધ્વીજી શ્રી તિલકશ્રીજી મ.સા.ના શિષ્ય, સાધ્વીશ્રી મૃગેન્દ્રશ્રીજીના પ્રથમ શિષ્યા, પૂ. સંવેગશ્રીજીના શિષ્યા, પૂ. પ્રશમશ્રીજીના શિષ્યા, પૂ. નિર્વેદશ્રીજીના શિષ્યા, પૂ. પ્રશાંતશ્રીજીના ગુરુબેન પૂ. યશસ્વિનીશ્રીજી બન્યા. સંવત ૨૦૨૫ના માગશર વદ ત્રીજનો એ દિવસ ધન્ય બન્યો. મુનિરાજશ્રી સોમચંદ્રવિજયજી અગિયાર વરસથી સંયમ સાધનાના અંતે વ્યાકરણાચાર્ય બન્યા. સંવત ૨૦૫રમાં પોતાની જન્મભૂમિ સુરતમાં આચાર્ય પદવી પામ્યા. બહુમુખી પ્રતિભા ધરાવતા તે સૂરિરાજે જિનશાસનમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ બે દીક્ષા થયા પછી એમ લાગતું હતું કે સંઘવી પરિવારમાં હવે સંયમના દ્વાર બંધ થઈ ગયાં છે. અઠ્ઠાવીસ વરસોનાં વહાણાં વાયાં. પણ સંઘવી કુટુંબમાંથી કોઈ દીક્ષાર્થી નીકળ્યો નહિ. ત્યાં જ અચાનક કમળાબાના સહુથી નાના દીકરા જયંતીભાઈને (ઉ.વ. ૬૮) સંયમના કોડ જાગ્યા. કુટુંબીઓને વાત જણાવી ધર્મપત્ની શ્રીમતિ મંજુલાબહેન રડતી આંખે પણ મક્કમ મનથી રજા આપતાં બોલ્યાં કે પતિના પગલે ચાલવું એ આર્યનારીનો ધર્મ છે. -પરંતુ તમને સંયમ માર્ગે જતાં મારાથી અંતરાય કેમ થાય ? ‘‘ભલે પધારો ! સ્વામીનાથ.” Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844