Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 756
________________ * * માનવકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત મમતા મંદિર સંકુલ માટે, પ્ર.સ.કોઠારી બહેરા મૂંગાશાળામાં પણ સારું એવું દાન અપાયું છે. સ્વ. ચીમનલાલ પરીખ મમતા મંદિરમાં બહેરા મૂંગા બાળકો માટે છાત્રાલય, એમને વ્યાવસાયિક તાલીમ માટે કાર્યશાળા, અપંગ પુનર્નિવસન કેન્દ્ર ઉપરાંત કુદરતી આપત્તિ - રેલ -દુષ્કાળ જેવા પ્રસંગોએ આર્થિક મદદ કરવામાં મહેન્દ્રબ્રધર્સ તરફથી કાયમ ઉદાર હાથે પૈસા અપાયા છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ મોટી રકમ અપાયેલ છે. બાબુશાને હરેક પળે દરેક કાર્યમાં સાથ આપનાર પોતાનાં ધર્મપત્ની શ્રીમતી મંજુલાબેનની સ્મૃતિમાં તેઓએ મંજુલાબેન બાગમલભાઈ પરીખ મેમોરિયલ ફાઉન્ડેશનની સ્થાપના કરી જેના દ્વારા મુંબઈની મેડિકલ અને એન્જીનિયરીંગ કોલેજમાં મોટી રકમની શિષ્યવૃત્તિઓ વિદ્યાર્થીઓને અપાય છે. આ ઉપરાંત પત્નીની કાયમી યાદગીરી રહે તે માટે ‘‘ભગવાન મહાવીર વિશ્વકલ્યાણ ટ્રસ્ટ” નવસારી સંચાલિત બેનમૂન અને અદ્યતન પાંજરાપોળમાં તેમનાં કુટુંબીજનો તરફથી પશુપંખી ચિકિત્સાલય માટે પણ માતબર અનુદાન અપાયેલ છે. આ રીતે બાબુભાઈને ધન કમાતાં પણ આવડ્યું અને વાપરતાં પણ આવડ્યું. ‘‘ત્યાગ કરીને ભોગવો'નો જીવનમંત્ર તેમણે ચરિતાર્થ કર્યો. એમની સાદાઈ, ખાદીધારી પહેરવેશ અને અપરિવ્રાજક જેવું જીવન બીજાઓ માટે દૃષ્ટાંતરૂપ બની ગયાં. પોતે કમાયેલી લક્ષ્મીનો સદુપયોગ કરી મહાલક્ષ્મીના સર્જક બની ગયા. સંયુક્ત કુટુંબની પ્રથામાં તેઓ દૃઢ પણે માનતા. કુંટુંબના તમામ સભ્યો માટે તેમને અનહદ લાગણી હતી. સૌને એમણે જીવનને ખૂબ જ ઊંડાણથી જોતાં શીખવ્યું. બધી બાબતો કરતાં માનવસંબંધ, પ્રેમ, સેવા, કરુણા,ને મહત્ત્વની બાબત ગણાવી છે.તેમની છત્રછાયામાં સૌને હંમેશા શાંતિ મળી છે. નિખાલસ, દ્વેષરહિત અને અત્યંત ભોળા સ્વભાવના કારણે તેઓ સૌના પ્રીતિપાત્ર બની શક્યા. વિનય અને વિવેક, પ્રામાણિક્તા અને સત્યનિષ્ઠા તેમનાં વ્યક્તિત્વમાં પૂરી રીતે વણાઈ ગયેલ. તેમની ખાનદાની, નમ્રતા અને ધર્મપરાયણતા જેવા ગુણોને લીધે સન્માનના પૂરા અધિકારી બની શક્યા. ગાંધીજી, વિવેકાનંદ, જેવા મહાનુભાવોના આદર્શોની તેમના જીવન પર ઘણી જ અસર હતી. તેઓ હંમેશા કહેતા કે ‘‘પુસ્તકોએ જ મારું જીવન બનાવ્યું છે.” ઉપરાંત એમનો ચાર શબ્દનો એક જીવનમંત્ર હતો. “ગાંઠો બાંધવા કરતાં ગાંઠો છોડો.'' બાબુશાની માનવતા એમને જીવનની ધન્યતાનાં શિખર સુધી લઈ ગઈ. શ્રી બાગમલભાઈએ ધંધાકીય હેતુસર યુરોપ-અમેરિકાનો વિશાળ પ્રવાસ પણ ખેડ્યો. ડાયમન્ડ ઉદ્યોગમાં બે પૈસા કમાયા તે સદ્ઉપયોગી કાર્યોમાં તેમણે વાપર્યા. મિતભાષી અને મૃદુસ્વભાવ Jain Education International બૃહદ્ ગુજરાત ધરાવતા શ્રી બાગમલભાઈ મૂળમાં માનવતાવાદી દૃષ્ટિ ધરાવતા. તેમણે ગુજરાતની ઘણી સંસ્થાઓમાં ગુપ્તદાન આપીને કુળ અને કુટુંબનું ખરેખર તો ગૌરવ વધાર્યું છે. પાલનપુરની ઘણી સંસ્થાઓમાં પણ તેમણે મદદ કરી છે. સમર્પણ અને સેવાભાવના તેમના જીવનની આગવી વિશિષ્ટતા રહી હતી. બિહારમાં નેત્રયજ્ઞો કરાવ્યા જેમાં છેલ્લા કેટલાંક વર્ષોથી લગભગ ૧૨ હજાર ઉપરાંત ઓપરેશન થયાં છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં એમ્બ્યુલન્સ સર્વિસ સ્થાપવામાં મદદ કરી, પૂર અને દુષ્કાળના સમયમાં ઢોરના કેમ્પોમાં પણ મદદ કરી. પાલનપુર અને નવસારીમાં પોલિયો રિફરેક્શન કેમ્પો કર્યા. ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ સ્કૂલો કોલેજો બનાવવામાં મદદ કરી, પાલનપુરમાં લક્ષ્મીચંદ લલ્લુભાઈ અને ચીમનભાઈ લક્ષ્મીચંદ પરીખ હોસ્પીટલ શરૂ કરવામાં તેમનો ફાળો છે. મુંબઈમાં કોન્વેસ્ટ ગૃપ ઓફ જૈન ક્લિનિક અને મદ્રાસમાં શંકર નેત્રાલયમાં પણ મહેન્દ્રબ્રધર્સ મદદરૂપ થયા છે. મહેન્દ્રપ્રધર્સના મોભી બાગમલભાઈનું ઇ. સ. ૧૯૯૫માં નિધન થયું. અનેક સંસ્થાઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં. સહુની સંવેદનાને ઝીલનારા અને સૌ સાથે પક્ષાપક્ષીથી પર રહીને અજાતશત્રુ જેવા વ્યવહાર કરાવનાર પૂણ્યાત્મા બાબુશા ખરેખરતો આ યુગના માનવી જ નહોતા. ખૂબ જ ભોળા અને નિખાલસ મનોવૃત્તિને કારણે સૌના સન્માનનીય બની શક્યા. તેમના વારસદારો આજે તેમના જ પગલે ચાલી રહ્યા છે. વતન છોડીને બહાર ગયેલા ગુજરાતી શ્રેષ્ઠીઓની ઉચ્ચજીવનની આવી મહેકતી સુવાસને કારણે પણ આ ધરતી વિશિષ્ઠ સ્થાન ધરાવે છે. આવા નરબંકાઓ પોતાની દીર્ઘદૃષ્ટિ અને આગવી સૂઝને કારણે જે સિદ્ધિઓ હાંસલ કરે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. દાનધર્મક્ષેત્રે બાબુશાહ અને તેમનો પરિવાર હંમેશા યાદ રહેશે. દાનવીર શાસતરત્ન શ્રી મહેન્દ્રભાઈ પી. મહેતા ગુજરાતની તીર્થભૂમિ અને ઇતિહાસની ગૌરવશીલ ભૂમિ ઇડર નગરીમાં પુણ્યશાલી શ્રાવક શ્રી મહેન્દ્રભાઈ પી. મહેતાનો જન્મ વિ.સં. ૧૯૪૮ના ધર્મશીલા, સંસ્કારી માતા, કંચનબેનની કુક્ષીમાં અને ધર્મનિષ્ઠ પિતાશ્રી પોપટલાલ વેણીચંદ મહેતાના ગર્ભશ્રીમંત પરિવારમાં થયો. સાધુ-સંતોની વૈયાવચ્ચ સુપાત્રદાનના સંસ્કારનાં કારણે સાધુ-સંતોને પરમકૃપાપાત્ર સુશ્રાવક મહેન્દ્રભાઈ અને તેમનો પરિવાર બન્યો. ઉદારદાની શ્રી મહેન્દ્રભાઈ પી. મહેતા પોતાના જીવનમાં મુંબઈ અને અમદાવાદના વ્યાપારી ક્ષેત્રે ખૂબ જ આગળ વધી પોતાના ધનનો સંચય સંસારી માર્ગે જ નહિં ધર્મક્ષેત્રે ઉદાર દિલે કરતા રહ્યા. દાદાગુરુદેવ શ્રી લબ્ધિ For Private & Personal Use Only - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844