Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 761
________________ પ્રતિભા દર્શન માતુશ્રી ભીખીબેનના અંતરાશિષ અને ધર્મપત્નીની દૈવ સહયોગવૃત્તિના કારણે પુણ્યોદય વધતો ચાલ્યો. જેનાં પરિણામે પોતાના ધર્મદાતા પ. પૂ સંઘસ્થવિર આ.મ.સા. શ્રી વિજયસિદ્ધિસૂરિશ્વરજી (બાપજી મહારાજ) તથા પ.પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરિશ્વરજી મ. તથા તેઓશ્રીના ગુરુબંધુ પ.પૂ.આ. શ્રી વિજપઅશોકચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણાથી પરિ પરિમાણનું વ્રત લઈ અધિક સંપત્તિનો ધર્મના ક્ષેત્રે ખર્ચ કરવો એવી જીવનનો ધ્યેય બનાવી લીધો. મોટા પુત્ર હરેશનું યુવાનીના આંગણાંમાં પ્રેવશતાં ફક્ત ૧૨ વર્ષની જુવાન વયે ઇ. સ. ૧૯૭૪માં આકસ્મિક દુઃખદ અવસાન થવાથી તેમના જીવનને જબરજસ્ત આંચકો લાગતાં પોતે ધર્મના ઊંડાણમાં ઊતરતા ગયા અને નાના પુત્ર નીલેશમાં ધર્મના સંસ્કારો સીંચવામાં કશીજ ઉણપ ન રહે તેનું કાળજીપૂર્વક ધ્યાન રાખી જતન કર્યું. અતિ શ્રીમંત ન હોવા છતાં દિલ શ્રીમંતાઈનાં લલતો ધરાવતું હતું તેથી ધર્મકાર્યમાં સારી એવી લક્ષ્મીનો સદ્બય શરૂ કર્યો. તળિયું દેખાય છતાં લક્ષ્મીનો સદુપયોગ કરવામાં કદી પાછી પાની ન કરી. ચોપાટી (મુંબઈ)ના બાબુલનાથ વિસ્તારમાં એક પણ જિનમંદિર ન હોવાથી ઘણાં સમયની મહેચ્છાને પાર પાડવા બાબુલનાથ મંદિર પાસે જગ્યા સંપાદન કરી ભવ્ય જિનાલય બંધાવવા કમર કસી. તેમના બે મિત્રોનો સહકાર મેળવી દેદીપ્યમાન દહેરાસર પૂર્ણ થતાં મૂળનાયક માટે ભરૂચથી અલૌકિક સહસ્રફળા પાર્શ્વનાથની પ્રતિમા મેળવી પ.પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રસૂરિશ્વરજી તથા પ.પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરિશ્વરજી મ. સાહેબની નિશ્રામાં ધામધૂમથી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવ્યો. કલ્યાણમિત્ર શાંતિચંદ્ર બાબુભાઈ ઝર્વરી તથા શ્રીમતી નલિનીબેનને ધર્મમાં પ્રવૃત્ત કરવા ભગવાનના માતા-પિતા બનવાનો લાભ આપી ધર્મમાં જોડ્યા. આવા મહાન કાર્યમાં પ્રવૃત્ત થવાથી શ્રી શાંતિભાઈ પણ ધર્મના રંગે રંગાયા અને ધંધા અલગ હોવા છતાં ધર્મના સૂકાર્યોમાં ધર્મ ભાગીદારી શરૂ કરી ધાર્મિક ક્ષેત્રે ડંકો વગાડ્યો. ધર્મકાર્યોમાં, પ્રતિષ્ઠાઓ, ઉપાશ્રય, ધર્મશાળાઓમાં અનુદાનોની યાદી ખુબ લાંબી થાય છતાં કોઈ યાદગીરી રાખી નથી. જ્ઞાતિજનો તથા સાધર્મિકોને આમજન સમજી દરેકને સહાયરૂપ બની આગળ લાવવા સહયોગી બનતા હતા. ‘આપીને ભૂલી જવું' એ સિદ્ધાંત જાળવી રાખી ગુપ્તદાનોમાં પણ મોખરે રહ્યા હતા. પૂ. સાધ્વીજીઓની વૈયાવચ્ચને હરહંમેશાં ખુબ જ મહત્ત્વ આપતા હતા. તળેટી પાસે વિશ્વમાં અજોડ એવા ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ Jain Education International ♦ ૦૯ સમવસરણમાં અંજનશલાકામાં ભગવાનના માતા-પિતા બનવાનો અમૂલ્ય લાભ લીધો અને ઉપર સમવસરણમાં એક મૂળનાયકની સ્વપરિવાર સાથે પ્રતિષ્ઠા કરી. આ પ્રસંગ બાદ તેમની ચારિત્ર્ય લેવાની ભાવનાએ અતિવેગ આપ્યો. ભવ્યાતિત્ત્વ હસ્તગિરિ તીર્થમાં સંગેમરમરના કલાત્મક જૈન દહેરાસરમાં મૂળનાયક (ચૌમુખીજીમાં), ભરૂચમાં નવનિર્મિત શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયમાં તથા ગોડીજી પાર્શ્વ જિનમંદિર-મુંબઈમાં, ૧૦૮ પાર્શ્વ જિનાલય-શંખેશ્વરમાં, તેમ જ કોબે (જાપાન) અને લેસ્ટર (લંડન) આદિ અનેક જિનપ્રસાદોની પ્રતિષ્ઠા પ્રસંગે થયાશક્તિ લક્ષ્મીનો સર્વ્યય કર્યો. એમના પોતાના જ્ઞાતિજનોને સિદ્ધક્ષેત્રની પવિત્ર ભૂમિમાં મોટી સંખ્યામાં ચાતુર્માસ તેમ જ નવ્વાણું યાત્રા કરાવી હતી. રજનીભાઈને પાલીતાણાની પવિત્રભૂમિ અને યુગાદિદેવ આદિનાથ પરમાત્મા પ્રત્યે ગજબનું આકર્ષણ હતું. તેમની આદિશ્વરદાદા પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિ-પ્રીત તો તેના મુખ ઉપર જેણે જોઈ હોય તેને જ ખબર પડે કે આ જીવને એવું તો શું થતું કરો! તેમને કોઈ પૂછે કે બીજા તીર્થો અને તીર્થંકરો કરતાં અહીં વધુ કેમ ઉલ્લાસ અનુભવો છો? ત્યારે કહેતા કે, ‘મારે મન બધાં જ પૂજ્ય છે. દાદા આદિનાથ ભગવાનનો વંશજ હોઉં તેવી અનુભુતિ મને થયા કરે છે.' એમનું મનોબળ અત્યંત મજબૂત હતું. તેઓએ જે કાર્ય હાથમાં લીધું તે પૂર્ણ કર્યું હતું. તેઓ એમનાં ધર્મપત્ની શ્રીમતી હંસાબેનને વર્ષીતપના પાન્ન અપાવવા સાથે ગયા હતા અને પોતે પણ પચ્ચક્ખાણ લીધું હતું કે જે થશે એ દાદાની કૃપાથી જોયું જાશે. આ પ્રસંગે તેમણે જ્ઞાતિજનો તથા સ્નેહી સ્વજનોને પાલીતાણામાં ગિરિરાજ અભિષેક કરવા લઈ જવા એવો વિચાર કરી આ પ્રસંગ હાથ લીધેલો; પણ પાછળથી જબરજસ્ત જાહેરાતને લઈને આ પ્રસંગે મોટું સ્વરૂપ લીધું હતું અને તે પૂર્ણ કરવા તેમના કલ્યાણ મિત્ર શાંતિચંદ્ર બાલુભાઈ પણ સાથે જોડાયા હતા. એમના માતુશ્રી પદ્માવતીબેનની સ્વર્ગતિથિને દીપાવવા પોષ સુ. ૬ તા. ૨૩-૧૨-૧૯૯૦ના દિવસે જીવનના શણગારરૂપ ભવ્યાતિભવ્ય શત્રુંજય તીર્થનો છ ગાઉ પ્રદક્ષિણા સાથે પવિત્ર ધરતી પર મહાભિષેક કરાવવાનો અણમોલ, અદ્વિતીય, અજોડ અવસર ઊજવી જીવનને ધન્ય બનાવ્યું. આ પ્રસંગે ૩૬ જૈનાચાર્યો, પ્રાયઃ ૪૦થી અધિક સાધુ સાધ્વીજીઓ તેમજ ભારત અને વિદેશના એક લાખથી વધુ શ્રાવક-શ્રાવિકાઓની વિશાળ હાજરી હતી. પાલીતાણાના ઇતિહાસમાં છેલ્લા સેંકડો વર્ષમાં આવો આ પ્રથમવાર જ ભવ્ય પ્રસંગ ઊજવાયો હતો. ચાલુ વર્ષીતપના અક્રમના બીજા ઉપવાસે ભવ્યરીતે અભિષેક યાત્રા કરી પોષ સુદી-૬ના એ જ દિવસે સાંજે એક For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844