Book Title: Bruhad Gujarat Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 744
________________ ૬૯૨ પ્રમુખ, શિપીંગ ક્લીયરીંગ એજન્ટ એસોસિયેશન, સ્ટીવીોર્સ એસોસિયેશન તેમ જ સ્પોર્ટસ ક્લબના માનાર્હ સંચાલક તરીકે તેમની સેવા તથા જ્ઞાતિ અને જૈવિકક્ષેત્ર દ્વારકામાં લોહાણા કન્યા છાત્રાલયના પ્રમુખ, શારદાપીઠ આર્ટસ કોલેજના ઉપપ્રમુખ પદે તેમની સેવા અનન્ય છે. પિતાશ્રીના સ્મરણાર્થે છાત્રાલય સ્થાપી તેમાં ભોજનાલય સાથે નૂતન અદ્યતન ઇમારત સાકાર કરાવરાવીને જ્ઞાતિ પ્રત્યેની ભાવના વ્યક્ત કરી, ટી.બી. સંસ્થાના ચેરમેન તરીકેની સેવા પણ નોંધપાત્ર બની. ઓખામંડળ વિસ્તારમાં વારંવાર આવતા દુષ્કાળના પ્રસંગોએ તાલુકા દુષ્કાળ રાહત સમિતિ સ્થાપી તેના પ્રમુખ સ્થાને રહીને તથા પાંજરાપોળના પશુઓની તેમની મૂંગી સેવા અવિસ્મરણીય બની રહેશે. એક વિશેષ નોંધપાત્ર હકીકત એ છે કે ભારત અને પાકીસ્તાનના ભાગલા પડ્યા, દેશ આખો સંક્રાતિકાળમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે લગાતાર નિવસિતોની લાંબી વણઝારોને આશ્વાસન અને રાહત આપવા ઓખામાં તેમણે રાહતકેમ્પનું સફળ સંચાલન કર્યું. આવી સમાજસેવાની ધણી વિગતોથી તેઓ સૌના સન્માનિત બની રહ્યા. વ્યવસાયનું સુકાન જ્યેષ્ઠ પુત્ર શ્રી વિજયકુમારને સોંપતા ગયા. શ્રી તુલસીદાસભાઈની કાર્યકુશળતા, કુનેહ અને કરકસરને આજે પણ તેમના વારસદાર શ્રી વિજયકુમાર તથા શ્રી દીપકુમારે જાળવી રાખી છે. વ્યવસાયમાં સ્ટીવીડોરીંગ, ક્લીયરીંગ, શિપીંગ વગેરે કાર્યો પોતાના હસ્તક લઈ શ્રી વિજયભાઈ તથા દીપકભાઈ આ બધું સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. અને પિતાશ્રીએ ઊભી કરેલી સાંસ્કૃતિક પગદંડીમાં પણ વૃદ્ધિ કરતા રહ્યા છે. શ્રી વિજયભાઈએ ઓખામાં અંગ્રેજી મીડિયમ પ્રાથમિક શાળા તન મન ધનથી રસ લઈને ઊભી કરી, લાયન્સ ક્લબમાં વિવિધ હોદાઓ સંભાળી, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી નગરની પ્રગતિમાં તથા પિત્તાશ્રીના ધ્યેયને ઉત્સાહપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. નાની ઉંમરમાંજ કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સંભાળવા છતાં પણ વિજયકુમારભાઈ કારકિર્દીની શરૂઆતમાં જ પોતાના વ્યક્તિત્વના પ્રભાવે પિતાશ્રીના ગૌરવપદ વારસાને શોભાવી રહ્યાં છે. સ્વષ્ટા ! આંધ્રના આગેવાન ઉધોગપતિ શ્રી ધીરજલાલ ટોકરશી કાપડિયા કચ્છી સમાજના વિખ્યાત ઉદ્યોગપતિ તથા ધની એવા શ્રી ટોકરશીભાઈ લાલજી કાપડિયા અને માતા શ્રીમતી અમૃતબેનનાં પ્રથમ સંતાન ‘‘શ્રી ધીરજભાઈ'નો જન્મ બર્માના નાનકડા શહેર મોલમીનમાં ૭મી ઓગષ્ટ ૧૯૩૮ના થયેલ. આજે દર વર્ષની આયુમાં પણ જો તમે ધીરજભાઈને મળો તો ૨૫ વર્ષના યુવાનના Jain Education International બૃહદ્ ગુજરાત થનગનાટ અને ૭૫ વર્ષના વૃદ્ધના ધૈર્યનો જાણે ભેગો જ પરિચય જ થઈ જાય. ઉત્સાહ, ઉમંગથી ભરેલા એવા ધી૨જભાઈની પહેલીજ મુલાકાતમાં તાજગીભરી મિત્રતાનો અનુભવ થયા વગર ન રહે. દરેક નાના મોટા કામમાં સંપૂર્ણ ચોક્સી જાણે જર્મન પરફેક્શન આપને જેવા મળે. આવા યુવાન પીરજભાઈને પ્રત્યક્ષ મળવું એ એક વો છે. મુંબઈની પ્રખ્યાત માનનીય શ્રી કનૈયાલાલ મુનશીની સ્થાપિત શ્રી હંસરાજ મોરારજ પબ્લીક સ્કુલમાં ૧૯૫માં પ્રથમ વર્ગમાં મેટ્રિક પાસ થયા બાદ ઉચ્ચ અભ્યાસ બી.કોમ.નો હૈદ્રાબાદની ‘નિઝામ કોલેજ'માં પૂર્ણ કરી, એલ.એલ.બી.નો અભ્યાસ અધવચ્ચે છોડીને આધ રાજ્યની લોખંડના સળિયા બનાવતી પ્રમુખ ફેક્ટરી 'ધ ી-રોલિંગ વર્કસ'ના મેનેજીંગ પાર્ટનરની જવાબદારી ૨૪ વર્ષની યુવાન વયે સંભાળી. માલની ઉચ્ચ ગુણવત્તાના કારણે આખા દક્ષિણ ભારતમાં ડંકો વગાડનાર આ ફેક્ટરીના માલની ઘણાં વર્ષો સુધી મોટી માંગ જળવાઈ રહેલ. ‘આંધ્ર રી-રોલિંગ વર્કસ'ને ઉચ્ચ ક્ષમતાને કારણે કેન્દ્ર સરકાર દ્વારા પ્રમાણિત ‘ટ્રાન્સ વર્લ્ડ ટ્રેડ ફેયર સીલેક્શન એવોર્ડ-૧૯૮૨' અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. રી-રોલિંગ ઉદ્યોગ ઉપરાંત કાપડિયા ગ્રુપની તેલ-દાળની મીલો તથા વેપાર, કૃષિ વગેરે સર્વના સંચાલનમાં પણ શ્રી ધીરજમાઈનો મોટો ફાળો રહેલ છે. વિશેષ ‘બિલ્ડર’ તરીકે તેમનું નામ ઉચ્ચ ક્વોલીટીનાં બાંધકામના કારણે જાણીતું થયેલ છે. નાના-મોટા સૌને ઉપયોગી એવા આધુનિક મકાનોનું બાંધકામ એ તેમની વૃત્તિ તથા શોખ બન્ને છે. આવી બહુમુખી વેપારી પ્રતિભાની સાથે સાથે ધીરજભાઈ અનેક સેવા કાર્યોમાં પણ પોતાના સમયનો સદુપયોગ કરી રહ્યા છે. પિતાશ્રી ટોકરશીભાઈનાં પચિન્હો ઉપર ચાલતા આવતા તેઓશ્રીએ નિમ્ન કોદાઓ / પદી સરલતાપૂર્વક સંભાળ્યા છે. શ્રી ધીરજલાલભાઈએ ગુજરાતીઓની મુખ્ય સંસ્થા શ્રી ગુજરાતી પ્રગતિ સમાજના છેલ્લા પાંચ વરસથી પ્રમુખ તરીકેની સેવા બજાવી સંસ્થાની પ્રવૃત્તિઓને ઘણો જ વેગ આપ્યો છે. બીજા બે પ્લોટો - જમીનની ખરીદી કરી નવી યોજનાઓ બનાવી છે. શ્રી કચ્છી મિત્ર મંડળના મેનેજીંગ ટ્રસ્ટી, સર્વોદય પ્રચાર ટ્રસ્ટ, ગાંધી જ્ઞાન મંદિરના ચેરમેન, સર્વોદય ટ્રસ્ટ કસ્તુરબા નેચર ક્યોર હોસ્પિટલના પ્રમુખ, સાઉથ ઇન્ડિયા કળી વિશા ઓશવાલ એકમના પ્રમુખ, ભારતની પહેલી ટી.એલ. કાપડિયા આઈ બેન્કના પ્રમુખ, અનાથાશ્રમ, મહાવીર હોસ્પિટલ, મંદિરો અને બીજી સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે ફરજ નિભાવી રહ્યા છે. અમદાવાદની બાજુમાં સરદારનગર ડેવલપમેન્ટ કોર્પોરેશનના ડાયરેક્ટર તથા ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આમ દરેક પ્રકારના સેવા સમાજની ૩૦ સંસ્થાઓ સાથે જોડાઈ તેને પ્રગતિશીલ બનાવી છે. હાલમાં જ સ્પેશિયલ સ્કૂલ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844