________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
તે સહેજે સમજી શકાય. ગભરાયેલા પિતાએ એમ માન્યું કે પરીક્ષામાટેની ગે ખણ-પટ્ટીને લીધે એના મગજને વધારે પડતો પરિશ્રમ પડતો લાગે છે. મહેરને જુદાજુદા ડોકટર પાસે લઈ જવામાં આવ્યું. એમણે ચિત્તતંત્ર તૂટી પડયું છે એવું નક્કી કરીને એને ઈનજેકશન આપ્યાં. નવ મહિનામાં એની દયનીય દશામાં સુધારો થવા માંડ્યો. તે ધીરેધીરે વધતે ગયે. છેવટે એ પિતાની આસપાસના વાતાવરણને બુદ્ધિપૂર્વક સમજવા માંડ્યો. ને સામાન્ય રીતે સારું વર્તન પણ કરવા લાગ્યો.
એને પૂર્વવત્ આરામ તો થયો, પરંતુ એની પ્રકૃતિ બદલાઈ ગઈ. એની વિદ્વત્તાવિષયક મહત્ત્વાકાંક્ષાને અંત આવ્ય, લૌકિક જીવનકારકિર્દીની મહત્વાકાંક્ષા પર પણ પાણી ફરી વળ્યું અને રમતગમત માટે એને રસ પણ મટી ગયો. એને ઠેકાણે ધાર્મિક જીવન જીવવાની તીવ્ર તરસ પેદા થઈ અને આત્મિક રંગે રંગાઈ જવાની અખંડ ઇચ્છાએ ઘર કર્યું.
મહેરને વિશ્વાસ હતો કે જીવનના એ બધા ફેરફારો મુસલમાન સ્ત્રીફકીરે કરેલા ચુંબનને જ આભારી હતા. તેથી પોતાના ભાવિજીવન વિશે માર્ગદર્શન મેળવવા મહેરે એ વૃદ્ધાની મુલાકાત લીધી. એણે એને કોઈ સદ્ગની પ્રાપ્તિ કરવાની સૂચના કરી. એણે પૂછયું કે એવા સદ્ગુરુ ક્યાં મળશે ? જવાબમાં એણે હવામાં અનિશ્ચિત રીતે હાથ હલાવ્યો, એટલું જ.
એણે પિતાની આજુબાજુના કેટલાક પ્રસિદ્ધ સંતપુરુષની મુલાકાત લીધી. પછી પૂનાથી સો માઈલ સુધીનાં ગામડાં જોયાં. એક દિવસ એ સાકેરી પાસેના એક નાના પથ્થરના મંદિરમાં જઈ ચઢયા. મંદિર ઘણું નાનું હતું, પણ ગ્રામજનોના કહેવા પ્રમાણે
ત્યાં એક અત્યંત પવિત્ર સંતપુરુષ વાસ કરતા. મહેરે એમના દર્શનથી અનુભવ કર્યો કે પિતાના ગુરુ એને મળી ગયા છે.
પવિત્ર જીવન જીવવાની ભાવનાવાળા યુવાન સાર્ધક અવારનવાર સાકેરીની સફર કરવા માંડી. સામાન્ય રીતે પોતાના ગુરુની સાથે એ