________________
મૌનવ્રતધારી સંતપુરુષ
૧૬૫
“તો પછી, શુદ્ધ મધનો સંગ્રહ તમારી રાહ જુએ છે, છતાં જ્ઞાનરૂપી મધનાં બેચાર બિંદુડાંનો સ્વાદ લેનારી મધમાખીની પેઠે તમે આમતેમ શા માટે ફરો છો ?”
એ શબ્દો મને ના ગમ્યા. પૂર્વીય દેશોના લોકોને સંતોષ આપવા માટે એ શબ્દો પૂરતા હતા. એક કવિતાની પંક્તિ તરીકે એમના આધ્યામિક ધ્વનિએ મને આનંદ આપે. પરંતુ જીવનની કેટલીક સમસ્યાઓનો ઉકેલ કરવામાં મદદરૂપ થનારી સામગ્રી જેવું મને એમાંથી કશું ન મળ્યું.
તો પછી માણસે કયાં જોવું ?”
તમારી અંદર જુઓ; તમારી જાતને શોધો, અને એની અંદર રહેલા સત્યનો સાક્ષાત્કાર કરી શકશે.” ઉત્તર મળ્યો.
પરંતુ મને તો એકલા અજ્ઞાન વિના બીજુ કાંઈ જ નથી દેખાતું.” મેં ચાલુ રાખ્યું.
અજ્ઞાન તો ફક્ત તમારા વિચારોમાં જ રહેલું છે.” એમણે ટૂંકમાં લખી જણાવ્યું.
“મને માફ કરજે, પણ તમારા જવાબથી તે હું વધારે અજ્ઞાનમાં ડૂબી જાઉં છું !”
સંતે મારે અવિનય જોઈને હસવા માંડયું. થોડીક વાર ભ્રમર ઊંચી કરીને એમણે લખવા માંડયું :
તમારું અત્યારનું અજ્ઞાન તમારા પોતાના વિચારને લીધે જ પેદા થયેલું છે. હવે તમારી જાતને વિચાર કરીને તમે જ્ઞાનયુક્ત છે એવું સમજી લે. વિચાર માણસને ખોદી કાઢેલા માર્ગમાં લઈ જનાર બળદગાડી જેવો છે. એને પાછો વાળો તો ફરી પાછા પ્રકાશની પ્રાપ્તિ કરી શકશે.”
એમના શબ્દોને વારંવાર વાગોળવા છતાં હું એમનો ભાવાર્થ ને સમજી શક્યો. એ જોઈને સંતે પેડ માટે સંકેત કર્યો થોડીક મિનિટ સુધી પેનસિલ હવામાં પકડી રાખી, ને સમજાવ્યું : - ભા. આ. ૨. ખે. ૧૧