Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 463
________________ ४८० ભારતના આધ્યાત્મિક રહસ્યની ગેજમાં મહર્ષિના ભવિષ્યકથનની યથાર્થતા સમજાતાં સુધી એ વચગાળાની નિષ્ક્રિય દશા ચાલુ રહી. વિચારોના તરંગો કુદરતી રીતે જ ઓછા થવા લાગ્યા. તર્કવિતર્ક અથવા ચિંતનમનનયુક્ત બુદ્ધિની પ્રક્રિયા છેક શૂન્યાવસ્થા પર પહોંચી ગઈ. અત્યાર સુધી ન અનુભવેલી અવનવી લાગણીએ મને જકડી લીધો. મારી ત્વરિત ગતિએ વધતી જતી અંતઃ પ્રેરણું અજ્ઞાતમાં મળવા માટે તૈયાર થઈ ત્યારે કાળને જાણે કે ચક્કર આવવા લાગ્યાં. મારી કમેન્દ્રિના સમાચાર હવે ન સંભળાયા, ન અનુભવાયા, કે ખ્યાલમાં ન રહ્યા. મને થયું કે કાઈ પણ પળે હું બધી વસ્તુઓની ઉપરવટ જઈને, જગતના રહસ્યના કિનારા પર ઊભો રહીશ. આખરે એવું થયું પણ ખરું. મીણબત્તીના બળેલા ભાગની જેમ વિચાર એકદમ શાંત થયો. બુદ્ધિ એની સાચી ભૂમિ પર પહોંચી ગઈ, એટલે કે વિચારોની અંતરાય વિનાની સભાનાવસ્થા કામ કરવા લાગી. છેલ્લા કેટલાક વખતથી મને શંકા થતી તોપણ મહર્ષિ એવું વિશ્વાસપૂર્વક કહ્યા કરતા કે મને એનાથી પરના ઉદ્ભવસ્થાનમાં મળી જાય છે તેની મને પ્રતીતિ થઈ. સુષુપ્ત અવસ્થાની જેમ મગજ સંપૂર્ણપણે કામ કરતું અટકી ગયું, છતાં ભાન તે ચાલુ જ રહ્યું. હું સંપૂર્ણ શાંત રહ્યો અને બરાબર જાણી શક્યો કે હું કોણ છું અને શું થઈ રહ્યું છે. મારું ભાન મારા અલગ વ્યક્તિત્વની સાંકડી સીમાઓને છેડીને ઉપર ચાલ્યું ગયું, તથા કેઈક ઉદાત્ત સર્વવ્યાપક તત્વ તરફ વળવા માંડયું. સ્વરૂપ તો હજુ પણ રહ્યું પરંતુ એ સ્વરૂપ પ્રકાશિત તેમ જ પરિવર્તિત હતું. કારણકે મારા ક્ષુલ્લક વ્યક્તિત્વ કરતાં કાઈક વધારે ઉત્તમ, ગહન અને અલૌકિક વસ્તુ મારી સભાનવૃત્તિમાં પ્રકટ થઈ અને મારી સાથે એક બની ગઈ. એ સ્વાનુભવની સાથે મારામાં સંપૂર્ણ સ્વતંત્રતાની નવી આશ્ચર્યકારક ભાવના પેદા થઈ; કારણકે વણકરના સાળયંત્રની પેઠે વિચાર આમથી તેમ ફર્યા કરે છે, અને એના ભયંકર વેગમાંથી છૂટવું એ જેલમાંથી બહાર નીકળીને ખુલ્લી હવામાં આવવા બરાબર છે.

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474