Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 470
________________ ભુલાયેલા સત્યની ઝાંખીઓ ૪૮૭ સાથે મંદ પડતી જશે, અને અમર જીવનની, પૂર્ણ પ્રેમની તેમ જ શાશ્વત ચોક્કસ સુખની આશા આખરે થોડીઘણી પણ પૂરી થશે. કારણકે એવા અટળ અવસ્થંભાવી ભાગ્ય તરફ પયગંબરોએ સંકેત કરેલ છે. મહાપુરુષોએ માનવના ભવિષ્ય વિશે એવા ઉગારે પ્રકટ કર્યા છે. (૧૨) દુનિયા એના સર્વોત્તમ વિચારો માટે પ્રાચીન પયગંબરે તરફ મીટ માંડે છે અને એના સુંદર નીતિશાસ્ત્રને માટે વીતી ગયેલા યુગોની ખુશામત કરે છે. પરંતુ માણસ જ્યારે પિતાના અલૌકિક આત્માનો સાક્ષાત્કાર કરે છે, અથવા પિતાના સુંદર સ્વરૂપને ઓળખી લે છે ત્યારે આનંદમાં ડૂબી જાય છે. વિચાર અને લાગણીમાં જે કાંઈ એગ્ય હોય છે તે બધું જ એની આગળ વગર માગ્યે હાજર થાય છે. એના મનમંદિરની શાંતિમાં એમની પ્રજાને એના અલૌકિક ઉદ્દભવસ્થાનનું સ્મરણ કરાવનાર હિબ્રૂ અને આરામ ઋષિઓને દેખાતાં તેવાં પવિત્ર દર્શને દેખાયા કરે છે. આત્માના એ જ અરુણોદયને પરિણામે બુદ્ધ નિર્વાણ શું છે તે સમજી શક્યા તથા મનુષ્યોને સમજાવી શક્યા. અને એ સમજણને પરિણામે જે સર્વદેશીય પ્રેમ પેદા થાય છે એથી પ્રેરાઈને મેરી મેગડાલીન એના બરબાદ કરેલા જીવનને યાદ કરીને ઈશુનાં ચરણોમાં આક્રંદ કરી ઊઠી હતી. (૧૩) વખતના વીતવા સાથે આ પ્રાચીન સત્યને આપણું જાતિ એના આરંભકાળથી જ ભૂલી ગઈ છે તો પણ, એમની ભવ્યતાને કદી પણ સર્વનાશ નહિ થાય કે એને કબરમાં દાટી નહિ શકાય. એવી કોઈ પણ પ્રજા અત્યાર સુધી નથી થઈ જેને માનવમાત્રને માટે ખુલ્લા ઉત્તમ આત્મિક જીવનને સંદેશ ન મળ્યો હોય. એ સંદેશને સ્વીકારવા માટે જે તૈયાર હોય તે એ સત્યોને પોતાની બુદ્ધિની મદદથી સમજી લે અને આખરે પોતાના વિચારોમાં કઈક ઉપગ્રહમાંના તારાઓની પેઠે ટમકતા કરે એટલું જ પૂરતું નથી. એમને એણે અંતરમાં ઉતારવાં જોઈશે અને એમનામાંથી પ્રેરણું

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474