Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 468
________________ ભુલાયેલા સત્યની ઝાંખીએ ૪૮૫ પરમાત્મતત્વને આશ્રય લેવો જોઈએ. એ પરમાત્મા એને માટે પહેલાં હતા તેવા જ એક માત્ર આશ્વાસનરૂપ બનવા જોઈએ. એવું નહિ થાય તે નિરાશા ને સંકટો અવારનવાર એના જીવનમાં પેદા થઈને એને એમની તરફ ધકેલી દેશે. નિરાશા ને સંકટોરૂપી બે મહાન શિક્ષકે વગરના જીવનવાળો ભાગ્યશાળી માણસ કઈ જ નથી. (૯) માણસ જ્યારે ઉદાત્ત બનશે અને ઉદાત્તતાથી આવૃત્ત થશે ત્યારે જ સલામતી, સુરક્ષા ને નિર્ભયતાનો અનુભવ કરી શકશે. એ આત્મિક પ્રકાશથી અપ્રકાશિત રહેવા આગ્રહ રાખશે ત્યાં સુધી એની ઉત્તમમાં ઉત્તમ શોધો પણ એને માટે ખરાબમાં ખરાબ વિદને બની જશે, અને પદાર્થોના ભૌતિક રૂપરંગ તરફ ખેંચનારી પ્રત્યેક વસ્તુ એને માટે ગાંઠ બનીને એને બાંધી દેશે. એ ગાંઠને એણે આખરે તેડવી પડશે. કારણકે એ એના પુરાતન મૂળભૂત સ્વરૂપ સાથે અવિભક્તરૂપે બંધાયેલો છે, એની અંદરની આત્મિક દિવ્યતાને સંસર્ગ સદા માણી રહ્યો છે, અને એને તોડી નથી શકવાને. એ હકીકત યાદ રાખીને એ પિતાની જાતને, પિતાની લૌકિક ચિંતાઓને અને અંગત ઉપાધિઓને આત્માના હાથમાં સોંપી દે અને આત્માની સુંદર છત્રછાયામાં શાંતિ લે તે એ એને અપનાવશે ને શાંતિ આપશે. જે એ કૃપાપાત્ર બનીને શાંતિપૂર્વક જીવવા માગતો હેય અને નિર્ભય બનીને ગૌરવપૂર્વક મરવા ચાહત હોય તો એવું કર્યા વગર નહિ ચાલે. (૧૦) જેણે પિતાના સાચા સ્વરૂપનું અથવા આત્માનું એક વાર દર્શન કર્યું છે તે ફરી વાર બીજાને કદી પણ નહિ ધિક્કારે. ધિક્કાર કરતાં વધારે મેટું બીજું કોઈ પાપ નથી, જેને પરિણામે લોહીના છોટા ઉડાડવાનું અનિવાર્ય બને છે તે જમીનના વારસાથી ખરાબ બીજે કેઈ શક નથી, અને જે કરે છે તે ભેગવે છે એના કરતાં વધારે ચેકસ બીજું કઈ પરિણામ નથી. ઈશ્વરની દૃષ્ટિથી કેાઈ દૂર નથી રહી શકતું. એ ઈશ્વર માણસનાં ભયંકર કર્મોના અદષ્ટ ભા. આ. ૨. ખે. ૩૧

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474