Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 469
________________ ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમા શાંત સાક્ષી બનીને બેસી રહે છે. એમની આજુબાજુ દુઃખમાં ડૂબેલી દુનિયા વિલાપ કરે છે, તો પણ સનાતન શાંતિ સૌની પ્રતીક્ષા કરતી તદ્દન નજીકમાં જ પડી રહી છે. શેકથી સંતપ્ત થયેલા ને શંકાઓથી છિન્નવિછિન્ન બનેલા કંટાળેલા માણસે જીવનના અંધારા પથ પરથી ઠોકર ખાતાં ને ફાંફાં મારતાં આગળ વધે છે; તોપણ એમની આગળ પરમ પ્રકાશ પથરાયેલું છે. માણસ જ્યારે બીજા માણસના મુખને દિવસના સામાન્ય પ્રકાશની મદદથી જ નહિ જુએ પરંતુ એમની અંદર રહેલી દેવી શક્યતાઓને વિચાર કરીને જોવા માંડશે, અને એમના હૃદયમાં માણસે જેને ઈશ્વર તરીકે ઓળખે છે તે પરમતત્ત્વને વાસ છે એમ માનીને જરૂરી પૂજ્યભાવથી જોવાની કળા શીખશે, ત્યારે દુનિયામાંથી ધિક્કારને અંત આવશે. (૧૧) કુદરતમાં જે જે ખરેખર ભવ્ય છે અને કળાઓમાં જે પ્રેરક તથા સુંદર છે તે માણસને એના પિતાના સ્વરૂપનું સ્મરણ કરાવે છે. ધર્માચાર્યને જ્યાં સફળતા નથી મળી ત્યાં પ્રકાશપ્રાપ્ત કળાકાર સફળ થાય છે. એ એના ભુલાયેલા સંદેશને પકડી લે છે અને નિરાશ મનુષ્યને માટે આત્માની પ્રેરણાઓને વહેતી કરે છે. જ્યારે જ્યારે સંસાર પ્રત્યે કંટાળો આવે ત્યારે શાશ્વત જીવનને આનંદ આપનાર સૌન્દર્યના ઉપભોગની વિરલ ક્ષણોને યાદ કરીને માણસે પોતાની અંદરના આત્માના દેવમંદિરને શોધી કાઢવું જોઈએ. એ મંદિરમાં એણે થોડી શાંતિ, શક્તિના આવેગ અને ઝાંખા પ્રકાશની પ્રાપ્તિ માટે વિહરવું જોઈએ, અને શ્રદ્ધા રાખવી જોઈએ કે જે ક્ષણે પિતાના સાચા સ્વરૂપને સંસ્પર્શ થશે તે જ ક્ષણે એને અનંત આધાર તથા સંપૂર્ણ વળતર મળી રહેશે. વિદ્વાને વિદ્યામંદિરની દીવાલ આગળ ખડકેલાં આધુનિક પુસ્તક અને પ્રાચીન હસ્તપ્રતોના ઢગલાઓમાં છછુંદરોની પેઠે ફર્યા કરે તોપણુ, “મનુષ્યને આત્મા. અલૌકિક છે” એથી વધારે ઊંડા રહસ્યને હસ્તગત નહિ કરી શકે, તથા એ સર્વોત્તમ સત્ય કરતાં વધારે ઊંચા સત્યને સાક્ષાત્કાર પણ એમને નહિ થાય. મનુષ્યની લૌકિક આશા તૃષ્ણાઓ વખતના વીતવા

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474