Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 472
________________ ભુલાયેલા સત્યની ઝાંખીએ આંખ વચ્ચેના અવકાશને ભેદીને એક થઈ, અને એ મારી તરફ આતુરતાપૂર્વક જોઈ રહ્યા. રાજ રાતના નિયમ પ્રમાણે નાકરે હૅાલના દીવાની વાટ નાની કરી ત્યારે મહર્ષિની શીતળ આંખમાં ફરી એક વાર અદ્ભુત પ્રકાશ જોઈને હું સ્તબ્ધ બની ગયા. અ અંધકારમાં ટમકતા ખે તારકા પેઠે એ પ્રકાશી ઊઠી. મને એ વખતે યાદ આવ્યુ` કે ભારતના ઋષિઓના આ છેલ્લા વંશજ જેવા મહાપુરુષની આંખ જેવી લાક્ષણિક આંખ મેં બીજે કાંય પણ નથી જોઈ. માનવની આંખમાં દ્દિવ્ય શક્તિનું જેટલુ પણ પ્રતિબિંબ પડી શકે તેટલું પ્રતિબિંબ મહર્ષિની આંખમાં ખરેખર પડતું હતું. એ અચળ આંખનુ` મેં નિરીક્ષણ કરવા માંડયું ત્યારે અત્યંત સુવાસિત ધૂપના કોમળ ગેાટા ઉપર ચડવા લાગ્યા. એવી અદ્ભુત રીતે ચાળીસ મિનિટ પસાર થઈ ગઈ, પરંતુ તે દરમિયાન અમારા બંનેમાંથી કાઈએ કોઈને કશું ના કહ્યું. શબ્દોની આવશ્યકતા હતી જ કાં ? અમે હવે એમના સિવાય પણ એકમેકને વધારે સારી રીતે સમજતા હતા, કારણકે એ ઊંડી શાંતિમાં અમારાં મન સરસ સંવાદ સાધવા લાગ્યાં, અને આંખથી કરાતા એ વિચારસંક્રમણુદ્વારા મને વણુખાલાયેલા સાફ સ ંદેશ મળવા માંડયો. મહિના જીવનને માટેના દૃષ્ટિબિંદુની આશ્ચર્યકારક અને અવિસ્મરણીય ઝલક હવે મને પ્રાપ્ત થઈ હેાવાથી, મારું પેાતાનું આંતરિક જીવન એમના જીવન સાથે એકાકાર થવા લાગ્યું. ૪૮૯ X × X એ પછીના બીજા બે દિવસ દરમિયાન હુ તાવની સામે ઝઝૂમ્યા અને એને મટાડવામાં સફળ થયા. પેલા વૃદ્ધ પુરુષ ખપેાર પછી મારે તારે આવી પહોંચ્યા. • અમારી સાથેના તમારો નિવાસ હવે પૂરા થતા જાય છે.’ એમણે સખેદ કહેવા માંડયું: ‘ પરંતુ એક દિવસ તમે અમારી પાસે જરૂર પાછા ફરશેા ? ’ ×

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474