Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 461
________________ ४७८ ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં મારા આરંભના ધ્યાનની દશા દરમિયાન હું મટે ભાગે માનસિક પ્રશ્નો પૂછ્યા કરતો. તે પ્રશ્નો છેલ્લે છેલ્લે બંધ પડેલા. મારી તન, મન અને અંતરની લાગણીઓને મેં વારંવાર અને ક્રમવાર ચકાસી જોઈ, પરંતુ આમા અથવા સ્વરૂપની શોધમાં સંતોષ ન મળતાં, આખરે એમને ત્યાગ કર્યો. પછી મારા મનની સભાનવૃત્તિનું ધ્યાન એના પિતાના કેન્દ્ર તરફ લગાડી જોયું, અને એનું ઉદ્ભવસ્થાન જાણવાની કોશિશ કરી. હવે પેલી સર્વોચ્ચ ક્ષણ આવી પહોંચી. એ વખતે મને બહારના પદાર્થો કે વિષયમાંથી પાછું વળે છે. માણસની પરિચિત દુનિયાના પડછાયાનો ત્યાગ કરે છે, અને નીરવતામાં ડૂબી જાય છે. મનની આગળ એક જાતની શૂન્યતાને પડદો પથરાઈ જાય છે, અને થોડા વખત સુધી મન શન્યતાથી ઘેરાઈ જાય છે. એ વખતે સાધકે પોતાની એકાગ્રતા અકબંધ રાખવા માટે ભારે સજાગ રહેવું પડે છે. પરંતુ આપણા ઉપલક જીવનના મોજશોખ તથા પ્રમાદનો ત્યાગ કરીને મનને આત્માભિમુખ કરીને એકાગ્ર કરવાનું કામ કેટલું બધું કપરું છે એ ક્ષણના આગમન પહેલાં શરૂ થતા વિચારોના પ્રવાહને વટાવીને હું એ રાતે એ ભૂમિકા પર ઝડપથી જવા લાગ્યા. મારી અંદરની દુનિયામાં કોઈક નવા અને શક્તિશાળી પરિબળે પ્રબળપણે કામ કરવા માંડયું. એ પરિબળ પિતાની અબાધિત ગતિથી મને આત્માભિમુખ કરવા લાગ્યું. પહેલી મોટી લડાઈ લગભગ એક પણ પ્રહાર વિના થઈ, અને એની અસ્વસ્થતાને સ્થાને એક પ્રકારની આનંદદાયક સુખમય રાહતની લાગણી ફરી વળી. એથી આગળની ભૂમિકા પર પહોંચીને હું બુદ્ધિથી અલગ બનીને ઊભો રહ્યો. એ એક વિચાર હતે એને મને ખ્યાલ હતો. મારી અંત:પ્રેરણુએ મને સાવધાન કરતાં કહ્યું કે એ તો ફક્ત સાધના છે. હું એકદમ અલિપ્ત રહીને એ વિચારોનું નિરીક્ષણ કરવા લાગે. અત્યાર સુધી મારી વિચાર કરવાની શક્તિને મને ગર્વ હતો. પરંતુ હવે મને સ્પષ્ટ રીતે સમજાયું કે હું એને અજ્ઞાત કેદી

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474