Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 465
________________ ૪૮૨ ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં કરાવીને પિષણ કર્યું છે. ડહાપણની પળોમાં એને એનું જ્ઞાન થઈ શકે છે. (૨) એક વાર પિતાના ભૂતકાળના દૂરના દિવસોમાં, માણસે ઊંડી વફાદારીના સોગંદ લીધા અને અલૌકિક ઐશ્વર્યથી સંપન્ન બનીને દેવની સાથે ફરવા માંડયું. આજે જે દુનિયા એના પર અભિમાની આદેશ છેડતી હોય અને એ એને તાબે થતો હોય તોપણ, કેટલાક એવા પણ છે જે એ સોગંદને નથી ભૂલ્યા. યોગ્ય સમયે એને એનું સ્મરણ કરાવવામાં આવશે. (૩) માનવની અંદર જે આત્મા છે તે અવિનાશી છે. એ એના સત્ય સ્વરૂપને લગભગ પૂરેપૂરો અનાદર કરે છે, પરંતુ એના અનાદરથી એની મહાનતા કે તેજસ્વિતામાં કશો ફેર નથી પડતો. એને એની કશી અસર નથી થતી. માનવ એને ભૂલીને ઈન્દ્રિયોના વિષયમાં ડૂબી જાય તોપણ, એ પિતાને હાથ ફેલાવીને એને સ્પર્શ કરશે ત્યારે એને યાદ આવશે કે પોતે કોણ છે અને એ એના આત્માને ઓળખી લેશે. (૪) માનવ પોતાના દિવ્ય સ્વરૂપને અને પિતાની દિવ્યતાને ખેાઈ બેઠે છે, તેથી પોતાનું સાચું મહત્ત્વ નથી સમજતે. એટલા માટે એ એના આત્માને આધ્યાત્મિક પ્રમાણભૂત કેન્દ્રમાં સુનિશ્ચિત અને ચોક્કસ આશ્રય શોધવાને બદલે બીજાના અભિપ્રાયથી દોરવાઈ જાય છે. આત્મદર્શી પુરુષ દુન્યવી પ્રદેશની મજણ નથી કરતા. એની દષ્ટિ અચળ અને હંમેશા પોતાની અંદર મંડાયેલી હોય છે. અને એનું ગહન સ્મિત એના આત્મજ્ઞાનને આભારી હોય છે. (૫) પોતાની અંદર દષ્ટિપાત કરીને જે માત્ર અસંતોષ, નિર્બળતા, અંધકાર અને ભયને અનુભવ કર્યા કરે છે તેણે સાશંક તથા નિરાશ બનીને હોઠ ન કરડવા. એ પિતાના અંતરના ઊંડાણમાં વધારે ને વધારે પ્રમાણમાં ડોકિયું કરે. એમ કરતાં કરતાં હદય શાંત થશે ત્યારે શ્વાસની પ્રક્રિયા તથા બીજી સામાન્ય નિશાનીઓથી અલગ થવાશે. એ બરાબર ધ્યાનમાં રાખે, કારણકે એમાંથી નવજીવન

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474