Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 457
________________ ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં આખરે ઊઠવાના સાંકેત કરતા હેાય તેમ એમણે મારા હાથને સ્પર્શી કર્યો, ત્યારે અંધારું થઈ ગયુ` હતુ`. રાત્રિના અંધકારમાં એ એકાંત નિર્જન પ્રદેશમાંથી કાઈ પણ પ્રકારની કેડી કે પ્રકાશ વિના ચેાગી રામૈયાની ચિરપરિચિત બુદ્ધિથી દેારવાઈને અમે ઘર તરફ સક્ કરતાં ચાલવા લાગ્યા. બીજા કેાઈ પણ વખત દરમિયાન એ સ્થળમાંથી પસાર થતી વખતે મને બીક લાગી હેાત, કારણકે જંગલના રાતના અનુભવની અવનવી સ્મૃતિ મારા મનમાં તાજી હતી. અમારી નજીક અદૃષ્ટ જીવંત રૂપાની દુનિયા હેાય અને પશુએ આમતેમ ફર્યાં કરતાં હૈ!ય એવું લાગવા માંડયું. એકાદ બે મિનિટ માટે મારા અંતરની આંખ આગળ જેકીનું ચિત્ર આવીને ઊભું રહ્યું. એ કૂતરા હું બહાર ફરવા નીકળતા ત્યારે અને મજૂલીમાં ભેાજન કર ત્યારે ઘણી વાર મારી સાથે રહેતા. ચિત્તાના કરડવાથી એની ગરદન પર મે ચાઠાં પડેલાં. એના ભાઈ પણ મને યાદ આવ્યા. એ એ જ ચિત્તાના હાથમાં ઝડપાયેલા અને પછી દેખાયેલા જ નહિ. સ`જોગાવશાત્ મને પણ એવી રીતે ચળકતી લીલી આંખવાળા, શિકારની શોધમાં નીકળેલા, ભૂખ્યા ચિત્તાના ભેટા થઈ જાય, અથવા ગૂંચળું વાળીને જમીન પર પડેલા સાપ પર અજાણતાં અંધકારમાં મારા પગ પડી જાય, અથવા ચપલવાળા પગને જીવલેણ સફેદ વીંછીના સ્પ થાય તા? પર`તુ એ પછી તરત જ યાગી રામૈયાની નિર્ભય હાજરીમાં એવા વિચારો કરવા બદલ મને શરમ લાગી, અને મને વીંટી વળેલા એમના સંરક્ષક, શાંત પ્રકાશનું મેં શરણ લીધુ. પરોઢિયું થતાં પ્રકૃતિનુ જે વિચિત્ર સમૂહગીત શરૂ થયેલુ તેનાથી વધારે વિચિત્ર ને વિરોધી સમૂહગીત રાત જરા વધારે વીતી એટલે શરૂ થયુ. દૂરથી શિયાળના ઉપરાઉપરી અવાજ આવવા માંડયા, અને એક વાર કાઈ જ ગલી પ્રાણીના ઘૂરકાટને અમંગલ પડધેા સંભળાયા. અમારાં વ્યક્તિગત આશ્રયસ્થાનાને અલગ પાડતા જળાશય પાસે અમે આવી પહેાંચ્યા ત્યારે દેડકાના, ગાળીના તથા ચામાચીડિયાના અવાજો અમારે કાને અથડાયા. ४७४

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474