Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 455
________________ ૪૭૨ ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં સીધી થઇ, એમની આંખ પાણીની ઉપર સ્થિરતાપૂર્વક તાકી રહી, અને એ થાડા જ વખતમાં ધ્યાનની ઊંડી દશામાં ડૂબી ગયા. મિનિટા મંદ ગતિએ પસાર થવા લાગી, છતાં રામૈયા કાઈ પણ જાતના હલનચલન વગર બેસી રહ્યા. એમનું વદન અમારી સામેના જલાશય જેવું જ શાંત હતું, અને એમનું શરીર પવનથી` સહેજ પણ ન હાલનારા વૃક્ષની પેઠે એ પ્રાકૃતિક પ્રદેશને અનુરૂપ અચળ બની રહ્યું. અડધો કલાક વીતી ગયેા તાપણુ તાડવૃક્ષની નીચે એ એવા જ અનેરા, પ્રશાંત, અને આત્માની ઊંડી નીરવતાથી વીંટળાઈને બેસી રહ્યા. એમના વદન પર હવે પહેલાં કરતાં વધારે ઊંડી શાંતિ દેખાવા માંડી, અને એમની સખત આંખ અવકાશમાં સ્થિર થઈ કે દૂરની પ°તમાળા પર, એની મને ખબર ન પડી. વધારે વખત વીતે તે પહેલાં તેા, એ એકાંત વાતાવરણની નીરવતા તથા મારા સાથીદારની આશ્ચર્ય ચકિત કરનારી શાંતિ મારામાં એક જાતની ઊંડી આશંકા જગાવવા માંડી. ધીરેધીરે, મક્કમ રીતે મૈં મદ છતાં ચાક્કસ પ્રમાણમાં શાંતિ, મારા આત્માની સાથે તાણાવાણાની પેઠે વણાવા લાગી. પહેલાં કદી પણ ન પ્રકટેલી વ્યક્તિગત પીડા પરના શાંત વિજયની વૃત્તિ હવે મારામાં સહેલાઈથી પ્રકટી ઊડી, મને શંકા ન રહી કે યાગી રામૈયા પેાતાની રહસ્યમય રીતે મને મદદ કરી રહ્યા છે. એ ઊંડામાં ઊંડા આત્મચિંતનમાં એટલા બધા લીન બની ગયા હતા કે એમના શાંત શરીરમાંથી એકાદ શ્વાસ નીકળતા પણ ભાગ્યે જ દેખાતેા હતેા. એમની એ અનેરી અવસ્થાની પાછળ શું રહસ્ય છુપાયેલુ હશે ? એમની અંદરથી આવિર્ભાવ પામતાં એ પરોપકારી પ્રકાશકિરણાનું ઉદ્ભવસ્થાન કયું હશે ? સાંજ પડતાં તાપ એછે. થયા, અને સતપ્ત રેતી ઠંડી થવા લાગી. પશ્ચિમમાં સરતા સૂર્યનું સુંદર સાતેરી કિરણ ચેાગીના મુખ પર પડયું. એને લીધે એમનું અચળ શરીર એટલા વખત પૂરતું પ્રકાશમય પ્રતિમા જેવું બની ગયુ.. મને એવા વિચાર થવા માંડયો કે મારા આત્માની ઉપર જે ઉત્તરાત્તર વધતી જતી શાંતિના તર ંગે

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474