Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 456
________________ ભુલાયેલા સત્યની ઝાંખી વહી રહ્યા છે અને ઉપભોગ હું ફ્રી કરી શકીશ ખા. મારા પેાતાના આત્માના અલૌકિક ઊંડાણમાં હું જીવવા માંડયો, એટલે દુન્યવી જીવનના ફેરફારા અને અવસરાને ચેાગ્ય પ્રમાણમાં સમજી શકો. હું આશ્ચર્યકારક સ્પષ્ટતાથી અનુભવી શકયો કે પેાતાના આત્માના ઊંડાણને આધાર મેળવનાર માણસ જ પેાતાનાં સંકટાના શાંતિપૂર્વક સામનેા કરી શકે છે : માણસને સ્વીકાર્યું હાય તે। એની સુરક્ષા માટે અલૌકિક અને અપરિવર્તનશીલ પરમાત્મા તૈયાર છે, એટલે દુન્યવી આશા-તૃષ્ણાના ક્ષણભંગુર સુખને વળગી રહેવામાં મૂર્ખતા રહેલી છે અને નાની ગેલીલીયને પેાતાના શિષ્યાને કહેલું કે આવતી કાલને વિચાર ન કરશે! તેનું કારણ એ હતું કે એક વધારે ઉત્તમ શક્તિ એમના વિશે વિચારી રહી હતી. હું એવું પણ અનુભવી શકો કે એક વાર માણસ પેાતાના આત્માની અંદરના એ પયગબરી તત્ત્વમાં વિશ્વાસ રાખતા થઈ જાય તે તે આ દુનિયામાં માનવજીવનના ઉત્થાનપતનમાંથી ભયભીત થયા વગર કે અટકવ્યા વિના પસાર થઈ શકે. અને મને અનુભવવા મળ્યું કે જીવનનું મૂળભૂત મૂલ્ય કાંક નજીકમાં જ રહેલુ છે, તથા એના શાંત સહવાસમાં કાઈ જાતની ચિંતાએ માટે અવકાશ નથી. એવી રીતે આધ્યાત્મિક વાતાવરણ બદલાતાં મારા મન પરના ભારે ખેાજો દૂર થઈ ગયા. એ સુંદર અનુભવમાં કેટલે। વખત વીતી ગયા તેની પરવા મે ન કરી. મને એ નથી સમજાતું કે આત્માની અંદર ઊતરવાના અલૌકિક રહસ્યને અને આ લેકની દૃષ્ટિથી જોતાં એના અલગ અસ્તિત્વને કાઈ પણ પુરુષ સંતાષકારક રીતે કેવી રીતે સમજાવી શકે. એ ઉજજવળ દૃશ્ય પર સંધ્યાના પડદા પડી ગયેા. મારા સ્મૃતિપટ પર કષાંક એવું ઊપસી આવ્યું કે આ ભાગેામાં રાત ધાર્યા કરતાં ઘણી જલદી પડે છે. છતાં પણ મારે એની સાથે કાંઈ સબધ નહાતા. મારી બાજુમાં બેઠેલા એ મહાપુરુષ ત્યાં જ બેસીને મને સર્વોપરી જીભ અથવા શાંતિ તરફ અંદરની દુનિયામાં દારી રહ્યા હતા એટલુ' પૂરતું હતું. ૪૭૩

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474