________________
ભુલાયેલા સત્યની ઝાંખીઓ
૪૧
મારા પર એકાએક જે વિપત્તિનાં વાદળાં વરસી ચૂકેલાં તેની તરફ મેં તેમનું ધ્યાન દોર્યું. અને મારા વક્તવ્યમાં પરાજયના હાવભાવ તેમ જ કંટાળાના ભાવ બતાવીને પૂરણ પૂરી.
રામૈયા શાંતિપૂર્વક સાંભળી રહ્યા. મેં મારું વક્તવ્ય પૂરું કર્યું એટલે એમણે સહાનુભૂતિપૂર્વકનું સમર્થન કરતાં ગંભીરતાથી માથું હલાવ્યું. થોડા વખત પછી એ ઊભા થયા અને હાવભાવ તથા સંકેતો દ્વારા, મને એમની પાછળ આવવાનું આમંત્રણ આપવા લાગ્યા. ઘટાદાર જંગલમાંથી આગળ વધતાં અમે થોડા વખતમાં મોટા મેદાની પ્રદેશમાં આવી પહોંચ્યા. ત્યાં બપોર પછીના સૂર્યને. સંપૂર્ણ પ્રકાશ અમારી ઉપર પડવા માંડ્યો. અડધા કલાક સુધી એમની પાછળ ચાલ્યા પછી મેં એક વડના વૃક્ષની છાયાને આશ્રય લીધો. એ વૃક્ષની શીતળ છાયા મારા સંતપ્ત શરીરને શાંતિ આપી રહી. થોડીક વિશ્રાંતિ પછી અમે ગીચ જંગલને પાર કરતાં બીજા અડધા કલાક સુધી આગળ વધ્યા. અને રામૈયાના પરિચિત રસ્તા ' પરથી નીકળીને આ ખરે એક મોટા જળાશય પાસે આવી પહોંચ્યા. રંગબેરંગી કમળોથી ભરેલા પાણી આગળથી ચાલતી વખતે અમારા પગ એના કમળ, રેતાળ, કિનારા પર ખૂંપી ગયા.
ગી એક અતિશય નીચા વૃક્ષની છાયાને પસંદ કરીને એની નીચે બેસી ગયા. હું પણ રેતી પર એમની બાજુમાં જ બેસી ગયો. તાડનું ઝાડ પિતાનું ઝૂમખાંવાળું માથું ઊંચું કરીને લીલી છત્રીની પેઠે અમારી ઉપર ઊભું રહેલું હતું. આપણી ચંચલ પૃથ્વીના એ પ્રશાંત ખૂણામાં અમે તદ્દન એકલા હતા, કારણકે બે માઈલ જેટલો ફેલાયેલ ખુલ્લે વેરાન પ્રદેશ આગળ જતાં ફરીથી ગીચ પર્વતીય જગલ સાથે જોડાઈ જતો હતો.
રામૈયા પગ વાળીને તથા એકમેકની ઉપર ચડાવીને ધ્યાનના પ્રચલિત આસનમાં બેસી ગયા. એમણે મને એમની થેડી નજીક બેસવાને એમની અંગુલિથી સંકેત કર્યો. પછી એમની પ્રસન્ન મુખમુદ્રા