________________
ભલાયેલા સત્યની ઝાંખીઓ
४६८
અવારનવાર મળતા રહ્યા. એમને દૃષ્ટિકોણમાં કશુંક એવું હતું જે મારા સ્વભાવ સાથે મેળ ખાતું હતું, પરંતુ એમની કાળી મોટી આંખમાં જે શાંતિ હતી એ અત્યંત આકર્ષક હતી અને એમની પિતાની હતી. અમારા બંનેની વચ્ચે એક વિચિત્ર પ્રકારની મિત્રતા પેદા થઈ. એક દિવસ મારા માથા પર ટપલી મારીને મારા હાથને એમના હાથમાં દબાવીને, એમણે મને આશીર્વાદ આપે ત્યારે એ મિત્રતા પરાકાષ્ઠાએ પહોંચી ગઈ. અમારા સમસ્ત સમાગમ દરમિયાન, પેિલા વૃદ્ધ પુરુષે મારે માટે જેમનું ભાષાંતર કરેલું એવી તેલગ ભાષાની પેનસિલથી ટપકાવેલી થેડી નેંધો સિવાય એક અક્ષર પણ નહોતો બોલાય. છતાં હું અનુભવવા માંડ્યો કે મારી અને રામૈયાની વચ્ચે કેઈથી કદીય ન તોડી શકાય એવું કશુંક બંધાઈ રહ્યું છે. જંગલના વિસ્તારોમાં હું એમની સાથે અવારનવાર ફરવા જતા, અને એકાદ બે વાર તે અમે ભારેખમ શિલાઓ આગળથી પસાર થતાં પર્વતની તળેટી પર ચઢવાને શ્રમ કરેલું. પરંતુ અમે ત્યાં
જ્યાં જતા ત્યાં એમની આકૃતિ હંમેશાં શાંત ને ગૌરવભરી રહેતી. અને એમના ઉમદા સહવાસની પ્રશસ્તિ કર્યા સિવાય મારાથી ન રહેવાતું.
ગમે તેમ પણ, વધારે વખત વીતે તે પહેલાં તો મને એમના અસાધારણ સામર્થ્યને એક બીજે આશ્ચર્યજનક પર જોવા મળ્યો. મને એક અતિશય ખરાબ સમાચાર આપતો પત્ર મળેલો. એને અર્થ મને સમજાય ત્યાં સુધી એ હતો કે મારી આર્થિક મદદ પર થોડા વખતમાં એ મેટો કાપ મુકાશે કે મારે મારું ભારતમાં રહેવાનું ટૂંકાવવું પડશે. મહર્ષિના આશ્રમમાં એમના શિષ્યદ્વારા કરાતા આતિથ્યને લાભ મને લાંબા વખત સુધી મળી શકે તેમ હતું, પરંતુ એવી સ્થિતિ મારા સ્વભાવની ખાસિયતની તદ્દન વિરુદ્ધ હતી. અને એ આખીયે વસ્તુનું નિરાકરણ મારા પ્રત્યેના કેટલાક ઉપકારને પરિણામે થઈ શક્યું. એ ઉપકારને બદલે વાળવાની મારી
ભા. આ. ૨. ખો. ૩૦