Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 450
________________ ભુલાયેલા સત્યની ઝાંખી ૪૬૭ મળવાનું થયું. એમની કાળી, રહસ્યમય પરંતુ માયાળુ મુખાકૃતિએ મને ફ્રી આકર્ષિત કર્યાં. મારા ખિસ્સામાં કૅમેરા હેાવાથી મેં એમને હાવભાવ કરીને એમનેા ફોટા પડાવવાની પ્રાર્થના કરી. એમણે કાઈ જાતના વિરોધ ન કર્યાં. ફાટા પડાવ્યા પછી એ મારી પાછળ મારે તારે આવ્યા. ત્યાં અમને મારા બારણાની બહાર બેઠેલા અને મારા આગમનની રાહ જોતા ભૂતપૂર્વ સ્ટેશનમાસ્તરના મેળાપ થયા. એને પરિણામે મને જણાયું કે એ વયેવૃદ્ધ સ્ટેશનમાસ્તરને તેલુગુ ભાષા પરના અધિકાર અંગ્રેજી ભાષા પરના અધિકાર જેટલા જ ઊંચા છે. એ અમારી વચ્ચે દુભાષિયા તરીકે કામ કરવા તૈયાર થયા, અને મૌખિક રીતે ખાલી બતાવવાને બદલે એમણે પેનસિલથી નોંધ કરવાનું સ્વીકાર્યું. યાગી રામૈયા ખાસ વાચાળ નહેાતા. એમની સાથે કાઈ સવાલજવાબ કરે એ એમને નહેાતું ગમતું. છતાં એમના સંબંધી થાડીક વધારે હકીકતા કઢાવવામાં મને સફળતા મળી. રામૈયા હજુ ચાળીસેક વરસના હતા. નેલેાર જિલ્લામાં એ ઘેાડીક જમીન જેવી સપત્તિ ધરાવતા હતા. એમણે વિધિપૂર્ણાંક સંસારત્યાગ કર્યો નહાતા તાપણુ, એમની સંપત્તિની વ્યવસ્થાનુ કામ એમના કુટુંબને સેાંપેલું. એથી એ યેગસાધનાની પાછળ વધારે વખત વ્યતીત કરી શકતા હતા. નેલોરમાં એમનું પેાતાનુ` ભક્તમંડળ હોવા છતાં, દર વરસે એક વાર એમને છેડીને એ મહર્ષિને મળવા આવતા અને એમની સાથે બેથી ત્રણ મહિના પસાર કરતા. યુવાનીના દિવસેામાં યોગવિદ્યા શીખવનાર ગુરુની શેાધ કરવાની ઇચ્છાથી પ્રેરાઈને એમણે દક્ષિણ ભારતની સફર કરેલી. જુદાજુદા ગુરુએ પાસેથી સાધના શીખીને એમણે કેટલીક અસાધારણુ અપવાદરૂપ શક્તિ ને સિદ્ધિઓના વિકાસ કરેલો. પ્રાણાયામ તથા ધ્યાનને અભ્યાસ એમણે સહેલાઈથી હસ્તગત કર્યાં. એ એમના ગુરુઓ કરતાં પણ આગળ વધી ગયા, કારણકે એમને થયેલા અનુભવાતે એ સંતાષકારક રીતે ન સમજાવી શકયા. એના પરિણામરૂપે આખરે એ

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474