Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 443
________________ ४६० ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં કરેલા કાળા કાષ્ટ જેવી ચળકતી ચામડીવાળા, તામિલોના ટોળા સાથે કઈ પણ પ્રકારના ભેદભાવ વગર બેસી રહેતા. એમને એકઠા કરનારી, જાતિનાં અસહ્ય ક્ષુલ્લક બંધનોને નાશ કરનારી, અને એમની વચ્ચેની એકતાને જગાવનારી વસ્તુ કઈ હતી ? એ વસ્તુ બીજી કોઈ જ નહોતી પણ ઊંડી પ્રતીતિ હતી કે સાચું જ્ઞાન થાય છે ત્યારે કૃત્રિમ ભેદભાવને અંત આવે છે. એ વસ્તુને લીધે જ જૂના જમાનાના રાજા અને રાજકુમારો દૂરદૂરથી અરણ્યવાસી ઋષિઓની સલાહ લેવા આવતા હતા. એક યુવતીએ સરસ પિશાકવાળા શિશુ સાથે હેલમાં પ્રવેશ કર્યો અને મહર્ષિને ભારે પૂજ્યભાવપૂર્વક પ્રણામ કર્યા. એ વખતે જીવનના કેટલાક જટિલ પ્રશ્નોની ચર્ચા ચાલતી હોવાથી એ શાંતિથી બેઠી, અને બૌદ્ધિક વાતચીતમાં ભાગ લેવાનું સાહસ ન કર્યું. હિંદુ સ્ત્રીઓને માટે વિદ્દ ના અલંકારરૂપ નથી મનાતી, એટલે ઘરગથ્થુ વિષય ને પાકશાસ્ત્રની સીમાની બહારનું એનું જ્ઞાન ઘણું ઓછું હોય છે. છતાં એને કઈ સાચેસાચી મહાનતાને સંપર્ક થાય છે ત્યારે તે મહાનતાને એ સમજી શકે છે. સાંજ પડતાં હોલમાં જાહેર સમૂહધ્યાનને કાર્યક્રમ શરૂ થતા. એના સમયની સૂચના આપતાં મહર્ષિ લગભગ રોજ બીજાને ખબર પણ ન પડે તેવી સહજ રીતે એમની સમાધિદશામાં પ્રવેશ કરતા. એ દશામાં એ બહારની દુનિયામાંથી ઈદ્રિયોનાં દ્વારને બંધ કરી દેતા. મહર્ષિના શક્તિસંચારક સાંનિધ્યમાં રોજ કરવામાં આવતી ધ્યાનની સાધનાને લીધે મને સમજાયું કે મારા વિચારને અંદર કેવી રીતે વાળવા અને કેવી રીતે વિલીન કરી દેવા. એમના આત્મિક પ્રકાશના પુંજમાંથી નીકળતા તેજસ્વી કિરણથી અંતરને અજવાળ્યા વિના કે આત્માને પ્રકાશિત કર્યા વિના એમની સાથે સતત અથવા વારંવારના સંપર્કમાં રહેવાનું અશક્ય હતું. ધ્યાનની એ નીરવ શાંતિની ક્ષણેમાં મને અવારનવાર ભાન થવા માંડ્યું કે મારા મનને એ એમના પિતાના વાયુમંડળ તરફ ખેંચી રહ્યા છે, અને એવે વખતે

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474