Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 414
________________ એક અદ્દભુત મુલાકાત ૪૩૧ એવા તો બળજબરીપૂર્વક જીતી લીધા કે એના હાથમાં હું એક બાળક જેવો બની રહ્યો. મને મહર્ષિ પાસે તત્કાળ પાછા ફરવાનું કહેતી મારા પર અધિકાર જમાવી બેઠેલી એ શક્તિના અનુભવ દરમિયાન એમની અનેરી, સંદેશા પાઠવતી, અત્યંત પ્રતાપી, શક્તિશાળી, આંખને અજબ રીતે જોયા કરી. એ આંતરિક અવાજની આગળ મેં વધારે દલીલે કરવાનું મોકૂફ રાખ્યું, કારણકે મને સમજાઈ ગયું કે હું એની પાસે લાચાર છું. મને થયું કે હું મહર્ષિને મળવા માટે અત્યારે જ નીકળી પડું, અને જો એ સંમતિ આપે તો એમને મારા સંરક્ષક તરીકે સ્વીકારી લઉં. મારા જીવનના રથને એ તેજસ્વી તારા તરફ દેડાવી દઉં. પાસે નખાઈ ગયો. મને સમજાયું નહિ કે એ શક્તિ કઈ છે છતાં કઈક શક્તિએ મારા પર વિજય પ્રાપ્ત કરી લીધા. હોટેલમાં પાછા ફરીને મેં કપાળ ધોઈ નાખ્યું ને સહેજ ગરમ ચા પીધી. એ ચાના પ્યાલાના ઘૂંટડા પીતી વખતે મને લાગ્યું કે હું બદલાઈ ગયો છું. મને સારી પેઠે સમજાયું કે અધમતા અને શંકાને ભારેખમ ભાર મારા ખભા પરથી ઊતરી રહ્યો છે. બીજે દિવસે સવારે હું નાસ્તો કરવા નીચે આવ્યો ત્યારે મને જણાયું કે મુંબઈ પાછો આવ્યો તે પછી આજે હું પહેલી જ વાર સ્મિત કરી રહ્યો છું. સફેદ જાકીટ, સોનેરી કમરબંધ ને સફેદ સુરવાલથી સુશોભિત, ઊંચા, દાઢીવાળા શીખ નેકરે મારી ખુરસી પાછળ અદબ વાળીને ઊભા રહેતાં મારા મિતના પ્રત્યુત્તર રૂપે સ્મિત કર્યું. પછી એણે કહ્યું : સાહેબ, તમારો એક કાગળ છે.” મેં પરબીડિયું જોવા માંડયું: એનું સરનામું બે વાર બદલવામાં આવેલું હતું અને એ મારી પાછળ એકથી બીજા સ્થળમાં ફરતું રહ્યું હતું. ખુરસી પર બેસીને એ ફાડીને ખોલી જોયું. મારા આનંદ અને આશ્ચર્ય વચ્ચે મેં જોયું કે એ કાગળ અરુણાચલ પર્વતની તળેટીના આશ્રમમાં લખાયેલો છે. એના લખ

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474