Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 434
________________ અરણ્યના આશ્રમમાં ૪પ૧ રમણ અરુણાચલ પર્વતની એ ચોક્કસ ગુફા પ્રત્યે આકર્ષાયા. તેનું એક બીજું કારણ કદાચ એની આજુબાજુનું સૃષ્ટિસૌંદર્ય હતું. ગુફાની પાસેની ઊચી પર્વતમાળા પર ઊભા રહીએ તે દૂર મેદાનમાં વિસ્તરેલા નાના નગરનું એના મધ્યભાગમાં ઊભેલા ભવ્ય દેવાલય સાથે દર્શન થાય છે. એ સપાટ પ્રદેશની પાછળ દૂરદૂર લાંબી પર્વતમાળા ઊભેલી છે. એ કુદરતના આનંદદાયક દૃશ્યની દીવાલ જેવી દેખાયા કરે છે. રમણે એ થોડીક અંધારી ગુફામાં કેટલાંક વરસો વાસ કર્યો. એ દરમિયાન એ એમની રહસ્યમય ધ્યાનસભામાં રત રહ્યા તેમ જ પ્રખર સમાધિદશામાં ડૂબી ગયા. એ કોઈ રૂઢિચુસ્ત યોગી નહોતા, કારણકે એમણે કદી કોઈ યોગપદ્ધતિને અભ્યાસ નહોતો કર્યો, તેમ જ કોઈ ગુરુની પાસે રહીને એમની સુચના પ્રમાણે સાધનાય નહતી કરી. જે આંતરિક માર્ગને એમણે આધાર લીધેલ તે કેવળ આત્મસાક્ષાત્કાર કરાવનારી કેડી જેવો હતો. એમની અંદર રહીને એમના જીવનને ચલાવનારી દિવ્ય પ્રેરક પરમાત્મશક્તિએ એને નિર્દેશ કરેલ. ઈ. સ. ૧૯૦૫માં એ પ્રદેશમાં મરકી ફાટી નીકળી. અરુણાચલના મંદિરના દર્શને આવેલે કઈ યાત્રી આજુબાજુના વિસ્તારમાં એને ફેલાવવામાં બનતાં સુધી નિમિત્ત બને. એને લીધે વસતિ એટલા બધા મોટા પ્રમાણમાં વેરવિખેર થઈ ગઈ કે વાત નહિ. લગભગ પ્રત્યેક વ્યક્તિ એ નાના નગરને ત્યાગ કરીને ભયભીત બનીને વિશેષ સલામત ગામે અથવા શહેરમાં ભાગી ગઈ. લેકેએ છોડી દીધેલી એ ભૂમિ એટલી બધી નીરવ બની રહી કે વાઘ અને ચિત્તાઓ જંગલનાં સંતાવાનાં સ્થાનમાંથી બહાર આવીને રસ્તાઓ પર ખુલ્લી રીતે ફરવા લાગ્યા. એ જંગલી જનાવર શહેરમાં જવાના એમના માર્ગમાં આવતા એ પર્વતીય સ્થળમાં અનેક વાર ભટકી ચૂક્યાં હશે, અથવા મહર્ષિની ગુફા આગળથી વારંવાર આંટાફેરા કરતાં પસાર થયાં હશે, તે પણ મહર્ષિએ ગુફા

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474