Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 435
________________ કપર ભારતના આધ્યાત્મિક રહસ્યની છેજમાં છોડવાનો ઇનકાર કર્યો, અને પહેલાંની પેઠે જ શાંત તેમ જ સ્વસ્થ બનીને રહેવાનું ચાલુ રાખ્યું. એ સમય દરમિયાન એ યુવાન યોગીની ઈચ્છા વિરુદ્ધ એક શિષ્ય એમની પાસે આવીને રહેવાનું ચાલુ કરેલું. એનું મન એમનામાં પુષ્કળ પ્રમાણમાં લાગી જવાથી એણે આગ્રહપૂર્વક એમની પાસે રહેવાનું અને એમની સેવા કરવાનું શરૂ કર્યું. એ માણસનું તે હવે મૃત્યુ થયું છે, પરંતુ બીજા શિષ્યોમાં એવી દંતકથા વહેતી થઈ છે કે રોજ રાતે ગુફામાં એક મોટો વાઘ આવતો ને મહર્ષિના હાથ ચાટતો, અને મહર્ષિ પણ બદલામાં એ વાઘના શરીર પર હાથ ફેરવીને એને લાડ લડાવતા. એ એમની આગળ આખી રાત બેસી રહેતો અને પઢિયું થતાં એમની વિદાય લેતા. ભારતમાં બધે જ એવો ખ્યાલ પ્રચલિત છે કે વાઘ, સિંહ, સાપ અને બીજાં જંગલી જનાવરોના ભયથી ભરેલાં બંગલે ને પર્વ તેમાં રહેતા યોગીઓ ને ફકીરોને, એમને પર્યાપ્ત પ્રમાણમાં યોગીની શક્તિની પ્રાપ્તિ થઈ હોય છે તે, એ જનાવરે અડતાં નથી કે હાનિ પણ નથી પહોંચાડતાં. રમણ મહર્ષિના સંબંધમાં એક બીજી વાત એવી સંભળાતી કે એક દિવસ બપોરે એ એમના નિવાસસ્થાનના સાંકડા પ્રવેશદ્વાર પાસે બેઠા હતા ત્યારે પથ્થરોની વચ્ચેથી નીકળેલ સુસવાટા કરતો એક મોટો સાપ એમની આગળ આવી પહોંચ્યો. એણે શરીરને ઊંચું કરીને એની ફણાને ફેલાવી, છતાં યોગીએ ત્યાંથી હઠવાને પ્રયાસ ન કર્યો. એ બંને જીવો – મનુષ્ય ને પ્રાણું – થોડા વખત સુધી દષ્ટિને એક કરીને એકમેકની તરફ તાકી રહ્યા. આખરે સાપ તદ્દન નજીક હોવા છતાં, એમને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર પાછો વળ્યો. પોતાના આત્માની ઊંડામાં ઊંડી અવસ્થામાં મક્કમ રીતે ને કાયમને માટે પ્રતિષ્ઠિત થવાની સાથે, એ અભુત યુવાન પુરુષના પવિત્ર એકાંતિક જીવનને પહેલા તબકકો પૂરે થયે. હવે એમને એકાંતની એટલી બધી આવશ્યકતા નહોતી રહી, છતાંય એમણે

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474