Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 433
________________ ४५० ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં મૃત શરીરને નિકાલ કરવા માટે હિંદુઓમાં અગ્નિસંસ્કારની સામાન્ય પ્રથા ચાલી આવે છે, પરંતુ ઉચ્ચ કેટિએ પહોંચેલા પરમાત્મદશ યોગીને માટે મોટે ભાગે એ સંસ્કારની મના કરવામાં આવી છે. કારણકે એમ માનવામાં આવે છે કે એના શરીરમાં રહેલી પ્રાણશક્તિ અથવા અદશ્ય જીવનચેતના હજારે વાર સુધી એના શરીરમાં ટકી રહે છે અને એના શરીરને સડાથી મુક્ત રાખે છે. એવા યોગીના શરીરને સ્નાન કરાવી, સુગંધિ દ્રવ્યો લગાડી, એ હજુ જાણે ધ્યાનમાં જ લીન હોય એવી રીતે પદ્માસન કરાવીને સમાધિસ્થાનમાં મૂકવામાં આવે છે. સમાધિના પ્રવેશદ્વારને મજબૂત શિલાથી બંધ કરવામાં આવે છે અને પછી સરખી રીતે મજબૂત બનાવવામાં આવે છે. એવું સમાધિસ્થાન માટે ભાગે યાત્રાનું ધામ બની જાય છે. મહાન યોગીઓનાં શરીરને દાટવામાં આવે છે અને બાળવામાં નથી આવતાં તેની પાછળ એ સિવાય એક બીજું કારણ પણ રહેલું છે. જોકે એવું માને છે કે એમનાં શરીરે એમના જીવનકાળ દરમિયાન જ પવિત્ર થઈ ચૂક્યાં હેઈ એમને અગ્નિદ્વારા શુદ્ધ થવાની આવશ્યકતા નથી રહેતી. | ગુફાઓ હંમેશાં યોગીઓ તથા સંતપુરુષના પ્રિય રહેઠાણ જેવી રહી છે એ હકીકત રસ પેદા કરે તેવી છે. પ્રાચીનેએ એમાં દેવની પ્રતિષ્ઠા કરી. પારસી ધર્મના સ્થાપક જરથુસ્ત ગુફામાં બેસીને ધ્યાન કરેલું, તથા મહમદને પણ ગુફામાં ધાર્મિક અનુભવોની પ્રાપ્તિ થયેલી. વધારે સારાં સ્થાનના અભાવમાં ભારતીય યોગીઓએ ગુફાઓ અથવા ભૂગર્ભનાં આશ્રયસ્થાનો પસંદ કર્યા તેની પાછળ ઘણાં સરસ કારણે સમાયેલાં છે. કારણકે એવાં સ્થાનમાં ઋતુના ફેરફારથી સુરક્ષિત રહી શકાય અને ઉષ્ણ કટિબંધમાં દિવસરાતનાં અને જુદા પાડતા હવામાનનાં ત્વરિત પરિવર્તનથી અલિપ્ત રહેવાય. એવાં સ્થાનમાં ધ્યાનની સાધનામાં વિક્ષેપ કરનારો વધારે પ્રકાશ તથા અવાજ પણ ન હોય. એ ઉપરાંત, ગુફાના સીમિત વાતાવરણમાં શ્વાસ લેવાથી ભૂખનું પ્રમાણ પણ ઘણું ઓછું થઈ જાય છે. એ રીતે શરીરની ઓછામાં ઓછી જરૂરતની દષ્ટિએ પણ એ ઉપગી ઠરે છે.

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474