Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 415
________________ ૪૩૨ ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં નારા એક વખતના એક નામાંકિત આગળપડતા કા કર્તા તેમ જ મદ્રાસ ધારાસભાના સભ્ય હતા. ઘરમાં કરુણ મૃત્યુ થવાથી દુન્યવી કામકાજમાંથી નિવૃત્ત થઈને એ મહર્ષિના શિષ્ય બનેલા, અને એમની અવારનવાર મુલાકાત લેતા. હું એમને મળેલા અને તે પછીથી અમારી વચ્ચે અનિયમિત પત્રવ્યવહાર ચાલ્યા કરતા. કાગળ ઉત્સાહપ્રેરક વિચારોથી ભરેલા હતા. હું ફરી વાર આશ્રમની મુલાકાત લઉં તે! મારું સ્વાગત કરવામાં આવશે એવી સૂચના એમાં સમાયેલી હતી. એ પત્ર મેં પૂરાપૂરા વાંચી લીવો એટલે બીજા બધાં વાકચોની અસરને ભૂંસી નાખતું એક વાકચ મારા સ્મૃતિપટ પર ઝળકી ઊઠયું. સાચા ગુરુને મળવાનું સદ્ભાગ્ય તમને સાંપડી ચૂકયુ છે.’ એ વાકચ એવી રીતે આગળ ચાલ્યુ. : કાગળને મેં મહર્ષિ પાસે જવાના મારા અભિનવ નિર્ણયના સાનુકૂળ શુકન જેવા માની લીધો. નાસ્તા પતાવીને હું વહાણવટાની ઍક્સે હંકારી ગયા, અને મેં ખબર આપી હું સ નથી કરવાનો. ઘેાડા જ વખતમાં મે‘ મુંબઈને વિદાય વખતના રામરામ કર્યા અને મારી નવી યાજનાના અમલ કર્યા. મેં ડેક્કનના સપાટ, નીરસ પ્રદેશના સે'કડા માઈલ એળગી લીધા. એના લાંબા વિસ્તારમાં એકાકી વાંસનાં ઝાડ જ ઊછેરેલાં જોઈ શકાયાં. પેાતાનાં પાંદડાંવાળાં માથાવાળાં એ વાંસનાં ઝાડ આખાય દૃશ્યને અવનવું બનાવતાં હતાં. આછા ધાસ અને કવચિત્ જોવા મળતાં ઝાડવાળી ઉજ્જડ જમીન પરથી આગળ વધતી ટ્રેન મારે માટે પૂરતી ઝડપથી નહેાતી દોડતી. પાટા ઉપર એ આંચકા ખાતી દાડયે જતી ત્યારે મને લાગતું કે હું એક ઉત્તમ અવસર તરફ આત્મિક પ્રકાશની અને આજ સુધીમાં મારા સંસમાં આવેલી વ્યક્તિઓમાંની સૌથી વધારે રહસ્યમય વ્યક્તિની દિશામાં દેાડી રહ્યો છું. મારા ડબાની બંધ બારી ઉઘાડીને બહાર નજર નાખતા ત્યારે એક ઋષિને અથવા આધ્યાત્મિક

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474