________________
૨૨૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
શહેરના દૂરના છેડે સંગેમરમરના મીનારાને ચળકતે સફેદ રંગ એકાએક મારી નજરે પડ્યો. એટલે મંદિરને મૂકીને મેં સ્થાનિક મજિદનો માર્ગ લીધે. મારી અંદર એવું કશુંક જરૂર છે જે મસ્જિદની છટાદાર સુંદર કમાન તથા ઘુમટની નાજુક સુંદરતા જોઈને હમેશાં ઝણઝણાટીને અનુભવ કરે છે. ફરી એક વાર મેં મારા બૂટ કાઢી નાખ્યા અને એ ચિત્તાકર્ષક સફેદ મકાનમાં પ્રવેશ કર્યો. એની રચના કેટલી સરસ રીતે કરવામાં આવેલી, કારણકે એની ઘુમટવાળી ઊંચાઈ માણસના મિજાજને અચૂક રીતે ઉત્તમ કરતી ! ત્યાં થોડાક જ ભક્તો હાજર હતા. પિતાના નાના રંગીન પ્રાર્થના માટેના કામળા પર બેસીને તે ઘૂંટણીએ પડતા કે પ્રણામ કરતા હતા. ત્યાં કોઈ રહસ્યમય દેવમંદિરો કે ભપકાદાર કૃતિઓનું દર્શન નહોતું થતું. કારણકે એમના પયગંબરે લખ્યું છે કે માણસ અને ઈશ્વરની વચ્ચે બીજું કોઈ પણ નહિ આવે, - પૂજારી પણ નહિ ! અલ્લાની આગળ બધા ઉપાસકે સરખા છે. ત્યાં કોઈ પૂજારી કે પંડિત નથી, અને મક્કા તરફ મન લગાડતી વખતે માણસને વિચારોની વચ્ચે પડનારા દેવતાઓની પરંપરા પણ નથી. | મુખ્ય ગલીમાંથી પાછા વળતી વખતે મારી નજર પૈસા છૂટા કરી આપનારની દુકાને પર, મીઠાઈના સ્ટોલ પર, કાપડના વેપારીઓની દુકાન પર અને અનાજ તથા ચોખાના વેપારીઓ પર પડી. જેને લીધે એ સ્થાનની ખ્યાતિ થયેલી તે પ્રાચીન મંદિરના મુસાફરોના લાભ માટે તે તૈયાર હતા. - હવે હું મહર્ષિ પાસે પાછા જવા ઉત્સુક હતો, અને ગાડીવાળાએ પણ અમારું આગળનું અંતર કાપવાના ઉદ્દેશથી પિતાના ટટ્ટુને જરા ઝડપથી ચલાવવા માંડયું. દષ્ટિને પાછી ફેરવીને મેં અરુણાચલના મંદિરની છેવટની ઝાંખી કરી લીધી. શિલ્પકામવાળાં નવ ટાવર હવામાં ઉપર ઊઠતાં દેખાયાં. એ પ્રાચીન મંદિર બાંધવા માટે ઈશ્વરને નામે કરાયેલા ધીરજપૂર્વકને પરિશ્રમની કથા કહેતાં હતાં, કારણકે એની રચનામાં એક માણસના જીવનકાળ કરતાં