________________
જાદુગર તથા તેના સમાગમમાં
૨૭૭
છે. હું સત્તાવીસ વરસને હતો ત્યારે મને એમને મેળાપ થયો અને એમના જીવનનાં છેલ્લાં પાંચ વરસ હું એમના સંસર્ગમાં સતત રહ્યો. પરિણામે હું એક જુદે જ માણસ બની ગયા. જીવન પ્રત્યેનું મારું દૃષ્ટિબિંદુ જ બદલાઈ ગયું. ઈશ્વરીય રામકૃષ્ણને પ્રભાવ એવો ભારે હતા. એમની મુલાકાત લેનારા સૌ કોઈને એ આધ્યાત્મિકતાથી આંજી નાખતા. સામાન્ય રીતે કહીએ તો એ એમને મુગ્ધ કરતા અને આનંદ આપતા. એમની હાજરીમાં હાંસી કરવા આવનારા જડવાદી લેકે પણ મૂગા બની જતા.”
“પરંતુ એવા લેકેને આધ્યાત્મિકતા માટે આદરભાવ કેવી રીતે થઈ શકે ? એવા આદરભાવમાં તે તે માનતા જ ન હોય. મેં આશ્ચર્યચકિત થઈને વચ્ચે પૂછ્યું.
માસ્ટર મહાશયને મોઢાના ખૂણું એમના અર્ધ સિમતને લીધે ખેંચાયા. એમણે ઉત્તર આપ્યો:
બે માણસેએ મરચાને સ્વાદ ચાખ્યો. એકને એના નામની ખબર નથી, અને એણે પોતાના જીવનમાં એનું કદી દર્શન પણ નથી કર્યું. બીજાને એને બરાબર ખ્યાલ છે, અને એને એ તરત ઓળખી કાઢે છે. છતાં બંનેને એને સ્વાદ એકસરખો નહિ લાગે ? બંનેને એને લીધે જીભ પર બળતરાને અનુભવ નહિ થાય ? એ જ પ્રમાણે રામકૃષ્ણની આધ્યાત્મિક મહાનતાથી અજ્ઞાત હોવા છતાં જડવાદી લેકે એમની આધ્યાત્મિકતાના અને ખા પ્રભાવથી પ્રભાવિત થયા વિના કે એને સ્વાદ ચાખ્યા વિના ન રહી શકતા.”
તે પછી એ શું સાચેસાચ એક આધ્યાત્મિક મહાપુરુષ હતા ?”
હા. અને મારી માન્યતા મુજબ એથી પણ વધારે. રામકૃષ્ણ એક સાદા, અભણુ અથવા નિરક્ષર પુરુષ હતા. એ એવા અભણ હતા કે કાગળ લખવાનું તે બાજુએ રહ્યું પરંતુ પિતાના નામની
ભા. આ. ૨. છે. ૧૮