________________
જાદુગરા તથા સતાના સમાગમમાં
એક પુરુષથી દૂર રહેવાનું મારે માટે અશકય થઈ પડયુ.. છેવટે રામકૃષ્ણે એક દિવસ હસતાં હસતાં કહેવા માંડયું :
૨૩૯
• એક મારને બરાબર ચાર વાગ્યે અફીણની ગાળ આપવામાં આવી. ખીજે દિવસે એ ક્રીથી બરાબર એ જ વખતે આવી પહેાંચ્યા. એ અફીણના ઘેનમાં હતા ને બીજી ગાળી લેવા આવી પહોંચ્યા હતા.
• એક રીતે જોતાં એ સાચુ' હતું. રામકૃષ્ણની સંનિધિમાં મને જે સુખદ અનુભવેા થતા તે પહેલાં કદી પણ નહાતા થયા. એટલે એમની પાસે હું વારંવાર જવા માંડવો એમાં કાઈ આશ્ચર્ય છે ખરું ? એવી રીતે કેવળ પ્રસંગેાપાત્ત આવતા મુલાકાતીઓ કરતાં અલગ તરી આવીને હું એમના ખાસ શિષ્યામાંના એક થયા. મારા ગુરુએ મને એક વાર કહ્યું ;
તારી આંખનાં, તારા કપાળનાં અને તારા ચહેરાનાં લક્ષણા પરથી હું જોઈ શકું છું કે તું યાગી છે. એટલા માટે કામ કરતાં કરતાં મનને ઈશ્વરમાં જોડેલું રાખ. માતાપિતા, સ્ત્રી ને સંતાન સાથે તારાં પેાતાનાં હેાય તેમ રહીને એમની સેવા કર. કાચમા સરોવરના પાણીમાં તરે છે પણ એનું મન કિનારા પરનાં એનાં ઈંડાંમાં લાગ્યું હાય છે, એવી રીતે દુન્યવી કામ કરતાં કરતાં મનને ઈશ્વરમાં રાખ.’
• એટલા માટે, અમારા ગુરુના દેહવિલય પછી, મેટા ભાગના બીજા શિષ્યાએ સ્વેચ્છાપૂર્વક સંસારત્યાગ કરીને ભગવાં વસ્ત્રો ધારણ કર્યાં અને ભારતવ માંથી રામકૃષ્ણને સંદેશ વહેતા કરવા પેાતાની જાતને તૈયાર કરી ત્યારે પણુ, મેં મારું કામ ન છેડયું ને શિક્ષણક્ષેત્રે મારી સેવા ચાલુ રાખી. છતાં સંસારમાં રહ્યા છતાં એનાથી અલિપ્ત રહેવાના મારા નિર્ણય એવા ભારે હતા કે કેટલીક વાર મધ્યરાત્રી દરમિયાન સેનેટ હાઉસની ખુલ્લી પરસાળમાં જઈને ત્યાં રાત્રી વ્યતીત કરવા માટે એકઠા થયેલા શહેરના ઘર વગરના ભિખા