________________
દયાળબોગ
//
૩૭૭
ડૂસકાં ખાતાં હૃદયને વહેતું કર્યું. આખરે એ બેજે મારાથી વધારે વખત સુધી ન સહી શકાય. એ દૈવી શક્તિ જ્યાં સુધી મને યોગ્ય માનીને કાંઈક પ્રકાશ પૂરે ના પાડે ત્યાં સુધી અત્યાગ કરીને મૃત્યુ સુધી ભૂખે રહેવાને નિર્ણય કર્યો. મારાથી લાંબે વખત કામ પણ ન કરી શકાયું. બીજે દિવસે રાતે મને એક સરસ સ્વપ્ન આવ્યું. એમાં મને એક ગુરુએ દર્શન આપીને પિતાની એવી રીતે ઓળખ આપી. મેં એમનું ઠેકાણું પૂછયું કે તેમણે ઉત્તર આપ્યો કે “અહાબાદ! તને મારું પૂરેપૂરું ઠેકાણું પાછળથી જણાશે.” વળતે દિવસે મેં એ શહેરમાં રહેતા મારા એક મિત્રને મારા સ્વપ્નની વાત કરી. એ થોડી વાર પછી મારી પાસે એક સમૂહફાટા સાથે પાછા આવ્યા અને મને પૂછયું કે એ સમૂહમાં હું ગુરુની મુખાકૃતિને ઓળખી શકું છું કે કેમ. મેં એની તરફ તરત જ આંગળી કરી બતાવી. મારા મિત્રે તે પછી સ્પષ્ટીકરણ કર્યું કે એ અલ્હાબાદના એક ગૂઢ જેવા મંડળને સભ્ય છે અને મેં જે આકૃતિ બતાવી તે એમના ગુરુદેવ પોતે છે. એ પછી હું વહેલી તકે એમના સંસર્ગમાં આવે, અને એમને શિષ્ય થયો.”
“કેટલું બધું રસિક કહેવાય !”
“તમે ફક્ત યોગની પ્રક્રિયાઓને જ આધાર લેતા હો અને તમારા જ બળ પર આધાર રાખતા હો તોપણ, તમારી સાચા દિલની પ્રાર્થના તે જ દિવસે સંભળાશે જ્યારે તમને ગુરુને મેળાપ થશે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તમારે કઈક પથપ્રદર્શક તે જોઈશે જ. પ્રામાણિક, દઢ ને સંપૂર્ણ નિશ્ચયવાળા સાધકને એના સાચા ગુરુની પ્રાપ્તિ આખરે થાય છે જ.”
એવા ગુરુને શી રીતે ઓળખી શકાય ?' હું પ્રશ્ન પૂછતાં ગણગણ્યો.
સાહેબજીના ચહેરા પર વિશ્રાંતિ દેખાઈ અને એમની આંખમાં એક ક્ષણ માટે આનંદની ઝલક ફરી વળી.