________________
૧૨ ગ્રહના લેખ
મંદિરના ઘુમટો ઝળહળતા સૂર્યોદયના પ્રકાશથી શોભી ઊડ્યા. હતા. ગંગામાં સ્નાન કરનારાઓ એમના મંત્રોચ્ચાર ને સ્તવનથી વાતાવરણને ભરી દેવા માંડ્યા હતા અને મારી અપરિચિત દૃષ્ટિને કાશીના ઘાટ પરનાં એ મિશ્રિત દો કાંઈક અને ખાં દેખાવા લાગ્યાં. આગળથી વિષધરના મુખ જેવી કેરેલી આકૃતિવાળી મોટી નૌકામાં બેસીને મેં ગંગામાં પ્રવેશ કર્યો. મેં કેબિનની છત પર બેઠક લીધી. અને નીચેના ત્રણ નાવિકેએ એમનાં હલેસાં મારવાનું શરૂ કર્યું.
મારી સાથે મુંબઈના એક વેપારી હતા. એમણે મારી બાજુમાં બેસતાં કહ્યું કે મુંબઈ પાછા ફરીને પોતે વેપારમાંથી નિવૃત્ત થવા માગે છે. એ અત્યંત ધાર્મિક હોવા ઉપરાંત એવા જ વ્યવહારુ માણસ હતા. સ્વર્ગલોકમાં ભંડાર જમા કરવાની સાથે બેન્કમાં ભંડાર જમા કરવાનું એ નહાતા ભૂલ્યા. મને એમને પરિચય એકાદ અઠવાડિયાથી થયે હતો. એ મને મિલનસાર, માયાળુ, મિત્રતાયુક્ત માનવા લાગ્યા હતા.
સુધી બાબુએ ભવિષ્ય ભાખીને કહેલું તે જ વરસે હું નિવૃત્ત થઈશ.” એ ખુલાસો કરવા ઉત્સુક હોય તેમ બેલી ઊઠયા.
એ વિચિત્ર ઉલેખથી, રૂપકની ભાષામાં કહું તો મારા કાનમાં કશુંક ભોંકાતું હોય એવું લાગ્યું.