________________
૧૮૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એમની બરાબરી ના કરી શકતા. એમના જીવનકાળ દરમિયાન જ એમને પયગંબર તરીકે સ્વીકારવામાં ને સન્માનવામાં આવેલા : એમનું જીવન પૂરું થયું તે પછી નહિ.
એમની પ્રતિભા બહુમુખી હતી. પોતાના દેશના મુખ્ય ધર્મને પ્રચાર કરવાની સાથેસાથે, એ ધર્મને સ્વાંગ ધરીને ફાલેલી કેટલીક ભયંકર રૂઢિઓનો એમણે પ્રબળ સામનો કર્યો. એમણે લેકેને સત્યકર્મ કરતાં શિખવાડયું. અને કોઈ પણ પ્રકારને પુરુષાર્થ કર્યા વગર કેવળ ધાર્મિક પૂજાવિધિને આધારે બેસી રહેવાનો નિરર્થકતાનું ભાન કરાવ્યું. પિતાની માતાની ઉત્તરક્રિયા કરીને એમણે આશ્રમના નિયમને ભંગ કરીને ધર્માચાર્યોને ખેફ વહોરી લીધા. ધર્માચાર્યોએ એટલા માટે એમની સાથે સંબંધ તોડી નાખે. નાતજાતને વિરોધ કરનારા બુદ્ધના એ નીડર યુવાન પુરુષ એક સુયોગ્ય ઉત્તરાધિકારી હતા. ધર્માચાર્યોને વિરોધ કરીને એમણે શીખવ્યું કે જાતિ કે વર્ણના ભેદભાવ વગર પ્રત્યેક મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન તથા ઈશ્વરનો અનુગ્રહ મેળવી શકે છે. એમણે કોઈ વિશેષ પંથની સ્થાપના ન કરી, પણ જણાવ્યું કે જે પ્રામાણિકપણે આચરવામાં આવે તે પ્રત્યેક ધર્મ ઈશ્વરની પાસે પહોંચાડી શકે તેમ છે. પોતાને દષ્ટિકોણ સમજાવવા એમણે તત્વજ્ઞાનની સૂક્ષ્મ ને પૂર્ણ પદ્ધતિ કહી બતાવી. એમના વિશાળ સાહિત્યવારસાને દેશના ધર્મજ્ઞાનમાં રસ લેતા પ્રત્યેક શહેરમાં માનની નજરે જોવામાં આવે છે. અર્થની બાબતમાં લડતા-ઝઘડતા ને વાદવિવાદ કરતા હોવા છતાં, પંડિતએ એમના ધાર્મિક ને તત્ત્વજ્ઞાનના વારસાને સારી પેઠે સાચવી રાખ્યો છે.
શંકરાચાર્ય ભગ ઝભ્ભો પહેરીને પ્રવાસીઓની મંડળી સાથે સમસ્ત ભારતમાં પ્રવાસ કરે. પોતાની વ્યુહરચનાને એક વિભાગરૂપે ભારતના ચાર ખૂણામાં એમણે ચાર મહાન મઠની સ્થાપના કરી. ઉત્તરમાં બદરીનાથ પાસે, પૂર્વમાં પુરીમાં, અને એ પ્રમાણે બીજે.
જ્યાંથી પોતે કાર્યને આરંભ કરેલો ત્યાં દક્ષિણમાં મંદિર તથા મઠની સાથે મધ્યવર્તી કેન્દ્રની સ્થાપના કરી. ત્યારથી આજ સુધી દક્ષિણ હિંદુધર્મના સૌથી પવિત્ર પ્રદેશ તરીકે પંકાતું આવ્યું છે.