________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
સમાનસૂચક આવશ્યકતા તથા ઉચ્ચ કક્ષાની સભ્યતા તરીકેના એને વિચાર બાજુએ મૂકીએ તાપણુ કળાની દૃષ્ટિએ પણ એ પતિ ઘણી ક્રીમતી લાગે છે અને પ્રભાવિત કરે છે. મને ખબર હતી કે શકરાચાય કાંઈ પાપ નહેતા, કારણકે હિંદુધર્મમાં એવું કશું છે જ નહિ; પરંતુ એ ઘણા મેટા વિસ્તારમાં વસતી ધાર્મિક પ્રજાના ગુરુ અથવા પથપ્રદર્શક હતા. આખુંય દક્ષિણ ભારત એમની મર્યાદાને માન્ય રાખતું હતું.
۹۶
X
X
X
મેં એમની તરફ શાંતિથી ોયા કર્યું. એ ટૂંકા કદના પુરુષે સંન્યાસીને ભગવા રંગના ઝભ્ભા પહેરેલા અને દંડ પર હાથ મૂકીને વાંકા વળેલા. એમના વાળ તદ્દન રાખેાડી રંગના હતા તે જોઈને મને નવાઈ લાગી. કેમકે મને કહેવામાં આવેલુ` કે એમની ઉંમર ચાળીસેકની હતી.
રાખોડી તથા ભૂખરા રંગના સમિશ્રણવાળા એમના ઉદ્દાત્ત ચહેરા મારા સ્મરણપટ પર પડેલાં રેખાચિત્રામાં આજે પણ માનભરેલું સ્થાન ધરાવતાં હસી રહ્યો છે. જેને આધ્યાત્મિક કહેવામાં આવે છે તે અલૌકિક તત્ત્વ એ ચહેરા પર રમી રહ્યું હતું. એમના હાવભાવ નમ્ર અને સરળ હતા તથા એમની માટી કાળી આંખ સુંદર અને અત્યંત શાંત દેખાતી. નાક નાનું, સીધું અને વ્યવસ્થિત હતું. એમની દાઢી થાડીક ઊગેલી હતી. એમના મુખમડળની ગંભીરતા આગળ તરી આવતી. એમની મુખાકૃતિ મધ્યમયુગ દરમિયાન ખ્રિસ્તી દેવળમાં રહેતા સંતની મુખાકૃતિ સાથે મળતી આવતી : ફરક માત્ર એટલે જ હતા કે એમાં બુદ્ધિમત્તાના ગુણુ ઉમેરાયેા હતેા. મને લાગે છે કે વ્યાવહારિક પશ્ચિમમાં રહેતા આપણે એમ કહીશું કે એમની આંખ સ્વપ્નદષ્ટાની છે. ગમે તેમ પણુ મને એવા અવનીય અનુભવ થયા માંડવો કે એમની ભારે પાંપણની પાછળ કેવળ સ્વપ્ન કરતાં કશુક વધારે છુપાયેલું છે.