________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
વિચારને પાછા વાળવા એ ઉત્તમેાત્તમ યેાગ છે. હવે તમે સમજી શકયા ? '
મારા પર જાણે કે ઘણા ઝાંખા પ્રકાશ પડવા માંડયો. મને લાગ્યું કે એ વિષય પર વિચારવાનો પૂરતો વખત મળવાથી અમે એકખીજાને સમજી શકીશું. એટલા માટે એ મુદ્દા પર વધારે ભાર મૂકવાનું મને ઠીક ના લાગ્યું.
એમનું નિરીક્ષણ કરવામાં હું એટલે! બધે લીન હતેા કે ખુલ્લા દરવાજાનો લાભ લઈને અમારી પાસે આવી પહેાંચેલા એક નવા મુલાકાતીનું મને ધ્યાન જ ના રહ્યું. એ મારી એકદમ પાછળ બેઠા હેાવાથી, મારા કાનમાં એમણે કશુંક કહ્યું ત્યારે જ મને એમની હાજરીની ખબર પડી. સંતાનો ઉત્તર મને સમસ્યારૂપ લાગતા હતા, અને એમના શબ્દોની વિલક્ષણુતા મને કાંઈક અંશે નિરાશ કરતી હતી, ત્યારે મારે કાને રહસ્યમય ગણગણાટ સંભળાયા. ઉત્તમ પ્રકારના અંગ્રેજીમાં વ્યક્ત થયેલા એના શબ્દે આ રહ્યા ઃ
6
તમે જે ઉત્તર માગી રહ્યા છે તે ઉત્તર તમને મારા ગુરુ પાસેથી મળી શકશે.’
૧૬૬
'
મારી બાબતમાં હસ્તક્ષેપ કરનાર તરફ મે માથુ ફેરવીને જોવા માંડયું.
એમની ઉંમર ચાળીસથી વધારે નહાતી. એમણે પ્રવાસી ચેાગીના ભગવા ઝભ્ભા પહેર્યા હતા. એમના મુખની ચામડી ઊજળા પિત્તળ જેવી ચળકતી હતી. એ સુદૃઢ, પહોળી છાતીવાળા, શક્તિશાળી પુરુષ હતા. એમનું નાક પાતળું, આગળપડતું અને પેપટની ચાંચ પેડે અણીવાળું હતું. એમની આંખ નાની અને કાયમના હાસ્યરસથી ભરેલી હતી. એ પલાંઠી વાળીને ખેડેલા, અને અમારી દૃષ્ટિ મળી ત્યારે મારી તરફ એમણે સુદર સ્મિત કર્યુ.
અજાણ્યા માણસ સાથે અચેાસ વાતચીતમાં ઊતરવાનું સાહસ કરવાનું રીક નહિ લાગવાથી, પાછા ફરીને મેં મારું ધ્યાન સંત પર કરી કેન્દ્રિત કર્યુ.
મારા મનમાં એક ખીજો પ્રશ્ન ઊપસી આવ્યા. એ કદાચ ઘણા હિંમતભરેલા અને ઉદ્દત હતા.