________________
મૌનવ્રતધારી સંતપુરુષ
૧૫૭
છાપરા પરથી એક ગરોળી નીચે ઊતરી, જાજમ પર ફરવા માંડી, સંતના પગ પર ચડી ગઈ, અને સંગેમરમરની વ્યાસપીઠની પાછળ જતી રહી. પથ્થરની દીવાલ પર ચડી હોત તપણુ ગીના પગ કરતાં તેને તે વધારે સ્થિર ન લાગત. માખીઓ એમના મોઢા પર અવારનવાર બેસતી તથા એમની કાળી કાયા પર પણ ફરી વળતી, છતાં એમને કશી અસર ન થતી. કાંસાની મૂર્તિ પર જે ફળી વળત પણ એવી જ અસર જોવા મળત.
એમના શ્વાસનું નિરીક્ષણ કરતાં એ તદ્દન ધીમે, અનુભવી શકાય નહિ તેવો, સાંભળવો મુશ્કેલ, છતાં તદ્દન નિયમિત લાગ્યો. શરીરમાં જીવન હજી શેષ છે એવું બતાવતી એ એક જ નિશાની બાકી રહી હતી.
એમની પ્રભાવશાળી આકૃતિનો એકાદ ફેટો લેવાનો નિર્ણય કરીને મારો કૅમેરા કાઢી જમીન પર બેઠેબેઠે મેં એમની સામે ધર્યો. ઓરડામાં બરાબર પ્રકાશ ન હોવાથી મેં બે વાર એને મેળવવાનો પ્રયાસ કર્યો.
મેં ઘડિયાળ સામે જોયું તો બે કલાક પસાર થઈ ચૂકેલા. છતાં લાંબી સમાધિમાંથી એમના ઊઠવાનું કોઈ ચિહ્ન દેખાતું નહોતું. યેગી પથ્થરની પ્રતિમા પેઠે દઢ હતા.
એમની મુલાકાત લેવાના મારા હેતુની સિદ્ધિ માટે આ દિવસ ત્યાં રહેવાની મારી તૈયારી હતી. પરંતુ નોકરે ધીમા સ્વરે જણાવ્યું કે વધારે રાહ જોવી નકામી છે. એથી કોઈ ફાયદો નહિ થાય. એકબે દિવસમાં પાછા આવવાથી કદાચ લાભ થાય : બાકી એ કશું જ ચોકકસપણે ન કહી શકે.
અમે કામચલાઉ હાર્યા હોઈએ તેમ બહાર નીકળ્યા ને શહેરની દિશામાં ડગલાં ભરવા માંડ્યાં. મારે રસ ઘટવાને બદલે ઊલટો વધ્યું હતું,