________________
અડિયાર નદીના પેગીનો મેળાપ
-
- ૧૦૧
તમે કલ્પના કરી શકશે કે તે દિવસે મને કેટલું બધું આશ્ચર્ય થયું હશે, જયારે ગુરુએ મને બોલાવીને કહ્યું કે “સંસારના સંપૂર્ણ ત્યાગનો સમય હજુ તારા જીવનમાં નથી આવ્યો. એટલા માટે ઘેર જઈને સામાન્ય જીવન જીવવાની શરૂઆત કર. તારું લગ્ન થશે અને તારે એક સંતાન પણ થશે. ઓગણચાળીસમે વરસે તને કેટલાક સંકેતો મળશે. એ પછી તને સંસારનો ત્યાગ કરવાની સ્વતંત્રતા રહેશે. પછી વનમાં જઈને એકાંતમાં ધ્યાન કરીને યોગી દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય ધ્યેયની પ્રાપ્તિ કરીશ. હું તારી રાહ જોઈશ અને તું મારી પાસે પાછો આવી જઈશ.”
એમની આજ્ઞા પ્રમાણે હું મારા જન્મસ્થાનમાં પાછો ફર્યો. થોડા વખતમાં એક વિશ્વાસુ પ્રેમી સ્ત્રી સાથે મારું લગ્ન થયું. એનાથી મને મારા ગુરુએ ભવિષ્ય ભાખ્યા પ્રમાણે બરાબર એક જ સંતાન થયું. એ પછી થોડે વખતે મારી પત્ની મૃત્યુ પામી. મારાં મા-બાપ પણ મૃત્યુ પામ્યાં હોવાથી, મને બાળપણથી જાણતી, મારા ગામની એક વિધવા સાથે અહીં આવીને રહેવા લાગ્યો. એ મારી બધી રીતે સંભાળ રાખે છે, અને ઉંમરની સાથે એનું ડહાપણ વધ્યું હોવાથી, ગમાં સૂચવ્યા મુજબને એકાંતવાસ કરવામાં એ મને મદદરૂપ થાય છે.”
બ્રહ્મ બોલવાનું બંધ કર્યું. એમના ખુલાસાથી હું એટલે બધે. પ્રભાવિત થયે કે મારી જીભ શાંત થઈ ગઈ. બેત્રણ મિનિટની સંપૂર્ણ શાંતિ પછી રોગીએ ઊભા થઈને પિતાનું મોટું ઘર તરફ ફેરવીને ધીરેથી ચાલવા માંડયું. પેલા બ્રાહ્મણે તથા મેં એમનું અનુકરણ કરવા માંડયું.
સુંદર તાડવૃક્ષોના સમૂહમાંથી અમારો રસ્તો આગળ વધતે. તેજસ્વી સૂર્ય પ્રકાશથી નદી પ્રકાશી ઊઠેલી. એને કિનારે ફરતાં ફરતાં અમારો કલાક જેટલે વખત પસાર થઈ ગયો. થોડા વખતમાં તો અમે માણસોની વસતિમાં આવી પહોંચ્યા. માછીમારો પ્રાચીન
ભા. આ. ૨. છે. ૭