________________
ભારતીય તત્વજ્ઞાન મોક્ષના ઉપાયો તરીકે જેનો સંવર અને નિર્જરાને ગણાવે છે. સંવરનો અર્થ છે કર્મોને આવતાં અટકાવવા અને નિર્જરાનો અર્થ છે લાગેલાં કર્મોને દૂર કરવાં. કમને આવતાં અટકાવવા માટે મન, વચન, કાયાની પ્રવૃત્તિનો સંયમ (ગુમિ), પ્રવૃત્તિ કરવામાં વિવેક રાખવો (સમિતિ), સહનશીલતા, સમતા, ક્ષમા, ત્યાગ, પાપવિરતિ, અનુપ્રેક્ષા, તપ વગેરે ઉપાયો જણાવાયા છે. કર્મોને દૂર કરવા માટે તપ આવશ્યક છે. બીજી રીતે, જેનો સમ્યફ દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્રને મોક્ષનો ઉપાય ગણે છે. મોક્ષ માટે ત્રણેય જરૂરી છે. સમ્યક દર્શન એ તત્ત્વ તરફનો પક્ષપાત છે, સત્ય તરફનો પક્ષપાત છે. - સમ્યફ દર્શનને પરિણામે, જે કંઈ જ્ઞાન હોય છે તે સમ્યફ બની જાય છે, કારણ કે હવે તે મોક્ષ પ્રાપ્તિ માટે ઉપયોગી બને છે અને કુકર્મોથી પાછા વાળે છે.
જેનોએ કર્મોના બે ભેદ ર્યા છે - ઈર્યાપથિક અને સાંપરાયિક. ઇર્યાપથિક કર્મો તે છે જે કષાયરહિત પ્રવૃત્તિને કારણે આત્માને લાગે છે. અને સાંપરાયિક કર્મો તે છે જે કષાયયુક્ત પ્રવૃત્તિને કારણે આત્માને લાગે છે. ઇર્યાપથિક કર્મો ખરેખર આત્મા સાથે બંધાતા નથી, બંધ નામનો જ હોય છે, તેનું કોઈ ફળ નથી. આ દર્શાવે છે કે પ્રવૃત્તિ છોડવા કરતાં કષાયો છોડવા ઉપર વિશેષ ભાર આપવો ઉચિત છે. જેનામાં કષાયો નથી તેમ છતાં જે પ્રવૃત્તિ કરે છે તેને જૈન પરિભાષામાં સયોગીવલી કહેવામાં આવે છે. તેને જીવન્મુક્ત ગણી શકાય. જે ક્લેશો ઉપરાંત કર્મથી અને પ્રવૃત્તિથી પણ મુક્ત બને છે તેને અયોગીકેવલી કહેવામાં આવે છે. આને વિદેહમુક્ત ગણી શકાય. બૌદ્ધને મતે મોક્ષ
બૌદ્ધ મતે ચિત્ત જ આત્મા છે. ચિત્ત સ્વભાવથી પ્રભાસ્વર છે. જ્ઞાન અને દર્શન તેનો સ્વભાવ છે. રાગ-દ્વેષ આદિ મળો આગન્તુક છે. આ આગંતુક મળો અનાદિ કાળથી ચિત્તપ્રવાહ સાથે સેળભેળ થઈ ગયા છે. તેમને દૂર કરી ચિત્તને તેના મૂળ સ્વભાવમાં લાવવા બુદ્ધનો ઉપદેશ છે. મળો દૂર થતાં ચિત્તનું સ્વસ્વભાવમાં આવવું તે જ મોક્ષ છે." “િિનર્મની થિયર
બૌદ્ધો મોક્ષને માટે નિર્વાણ' શબ્દનો પ્રયોગ કરે છે.
બૌદ્ધ મોક્ષને વિશે કહેવામાં આવ્યું છે કે પ-વેના-સંજ્ઞા-સંસ્કારવિજ્ઞાનપશ્ચનિોધાતુ અમાવો મોક્ષ. આમ પંચસ્કધાભાવ એ મોક્ષ છે. રૂપચ્છધ દેહવાચી છે. તેનો વ્યાપક અર્થ છે ભૂત-ભૌતિક શેયપદાર્થો વિજ્ઞાન સ્કંધ એ નિર્વિચાર અને પરિણામે કેવળ અનુભવાત્મક એવું વિષયાકાર જ્ઞાન છે. સંજ્ઞાસ્કંધ એ સવિચાર અને સ્મૃતિજન્ય જ્ઞાન છે. વેદનાત્કંધ સુખ-દુઃખનું વેઇન છે. સંસ્કારસ્કંધ એ વાસના છે.
ઓ પાંચ સ્કંધોનો નિરોધ એ મોક્ષ છે. આનો અર્થ એ થયો કે ચિત્તની વૃત્તિરહિતતા નિર્વાણ છે. નિર્વાણમાં વિષયાકારો કે સુખદુખાકારો ચિત્તમાં ઊઠતા નથી. નિર્વાણમાં કેવળ શાન્તિ હોય છે. તેને સુખ ગણવું હોય તો ગણો. એક વાર ચિત્ત આવી અવસ્થાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org