________________
કર્મ અને પુનર્જન્મ
દેહોત્પત્તિમાં પૂર્વકર્મને નિમિત્તકારણ માનવાની આવશ્યકતા જ ક્યાં રહે છે ? કર્મનિરપેક્ષ ભૂતોમાંથી જેમ ઘટ વગેરે ઉત્પન્ન થાય છે તેમ કર્મનિરપેક્ષ ભૂતોમાંથી દેહ ઉત્પન્ન થાય છે. (ન્યાયસૂત્ર ૩.૨.૬૧ ભાષ્યસહિત).
૫૮
ન્યાય-વૈશેષિક ઉત્તર આપે છે કે ‘ઘટ વગેરે કર્મનિરપેક્ષ ઉત્પન્ન થાય છે’ એમ જે ભૌતિકવાદીએ દષ્ટાન્તરૂપે કહ્યું તે સાબિત થયેલી વસ્તુ નથી, અને અમને સ્વીકાર્ય પણ નથી. વળી, ઘટ વગેરેની ઉત્પત્તિમાં બીજ અને આહાર નિમિત્ત નથી જ્યારે દેહની ઉત્પત્તિમાં તે બંને નિમિત્ત છે; એટલે ભૌતિકવાદીએ આપેલું દષ્ટાંત વિષમ હોઈ અમને સ્વીકાર્ય નથી.” ઉપરાંત, શુક્ર અને શોણિતના સંયોગથી હમેશાં શરીરોત્પત્તિ (=ગર્ભાધાન) થતી નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે શુશોણિતસંયોગ શરીરોત્પત્તિનું એકમાત્ર નિરપેક્ષ કારણ નથી. કોઈ બીજી વસ્તુની પણ એમાં અપેક્ષા રહે છે. તે છે પૂર્વકર્મ. પૂર્વકર્મ વિના શુશોણિતસંયોગ શરીરોત્પત્તિમાં સમર્થ બનતો નથી. તેથી, ભૌતિક તત્ત્વોને શરીરોત્પત્તિનું નિરપેક્ષ કારણ ન માનતાં કર્મસાપેક્ષ કારણ માનવું જોઈએ. પૂર્વકર્મ અનુસાર જ શરીરની ઉત્પત્તિ થાય છે અને પૂર્વકર્મને અનુરૂપ શરીર સાથે જ આત્મવિશેષનો સંયોગ થાય છે. જીવોનાં શરીર એકસરખાં નથી પણ અનેક જાતનાં હોય છે. શરીરભેદનો ખુલાસો કરવા જીવનાં પૂર્વકર્મો માનવાં જ જોઈએ. પૂર્વકર્મ ન માનવાથી અમુક આત્માને અમુક જ જાતનું શરીર એવી જે વ્યવસ્થા છે તેનું સમાધાન નહિ થાય. પૂર્વકર્મને માનીએ તો જ આ વ્યવસ્થાનું સમાધાન થાય. એટલે શરીરોત્પત્તિમાં કર્મને નિમિત્તકારણ માનવું જોઈએ.' (ન્યાયસૂત્ર ૩.૨. ૬૨-૬૭)
૬૧.
આ બધી ચર્ચા ઉપરથી ફલિત થાય છે કે શરીરની ઉત્પત્તિ અને નાશ કર્મ ઉપર નિર્ભર છે. વિપાકોન્મુખ કર્મોનાં ફળ ભોગવવા માટે અનુરૂપ શરીર ઉત્પન્ન થાય છે અને તે ફળ ભોગવાઈ જતાં તે શરીર પડે છે.
३७
ઇચ્છા-દ્વેષપૂર્વક કરાતી ક્રિયા (=પ્રવૃત્તિ) પોતાનું ફળ આપે છે જ. ઇચ્છાદ્વેષપૂર્વક કરાતી ભલી ક્રિયા ધર્મ કહેવાય છે અને બૂરી ક્રિયા અધર્મ કહેવાય છે. ભલી ક્રિયાનું ફળ સુખ છે અને બૂરી ક્રિયાનું ફળ દુ: ખ છે. પરંતુ ક્રિયા તો ક્ષણિક છે અને તેનું મૂળ તો ઘણી વાર જન્માન્તરમાં મળે છે. ક્રિયા ક્ષણિક હોઈ નાશ પામી જાય છે તો તે પોતાનું ફળ જન્માન્તરમાં કેવી રીતે આપી શકે ? આનો ઉકેલ અદષ્ટની કલ્પાનામાં છે. ક્રિયાને કારણે આત્મામાં અદષ્ટ જન્મે છે. તે ક્રિયા અને તેના ફળની વચ્ચે કડી સમાન છે. ક્રિયાને લઈ જન્મેલું અદષ્ટ આત્મામાં રહે છે અને પોતાનું ફળ સુખ યા દુઃખ આત્મામાં જન્માવીને તે પૂરેપૂરું ભોગવાઈ જાય પછી જ નિવૃત્ત થાય છે. ભલી પ્રવૃત્તિને ધર્મ કહેવામાં આવે છે અને તે પ્રવૃત્તિજન્ય અદષ્ટને પણ ધર્મ કહેવામાં આવે છે. તેવી જ રીતે, બૂરી પ્રવૃત્તિને અધર્મ કહેવામાં આવે છે અને તે પ્રવૃત્તિજન્ય અદષ્ટને પણ અધર્મ કહેવામાં આવે છે. ધર્મરૂપ અદષ્ટ આત્મામાં સુખ પેઠા કરે છે અને અધર્મરૂપ અદષ્ટ આત્મામાં દુઃખ પેઠા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org