Book Title: Bharatiya Tattvagyan
Author(s): Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 186
________________ ૧૭૭ ભારતીય તાર્કિકોની પ્રત્યક્ષવિષયક ચર્ચા લિખિત ચાર ક્રમિક સોપાન માનવામાં રહેશે : ૧. ઈન્દ્રિયાર્થસત્રિકર્ષ ૩. સ્મૃતિવિશેષ ૨. અર્થવિષયક ઇન્દ્રિયાનુભૂતિ ૪. અર્થવિષયક સવિકલ્પક જ્ઞાન. ભારતીય તાર્કિકોનો પારસ્પરિક મતભેદ એ પ્રશ્નને લઈને નથી કે પ્રત્યક્ષોત્પત્તિની પ્રક્રિયાનાં ઉપર્યુક્ત ચાર સોપાન માનવાકે નહિ, પરંતુ એ પ્રશ્નને લઈને છે કે દ્વિતીય તથા ચતુર્થ સોપાનને કઈ સંજ્ઞા આપવી? ઉપર કહ્યા પ્રમાણે, બૌદ્ધ તાર્કિક દ્વિતીય સોપાનને પ્રત્યક્ષ તથા ચોથાને પ્રત્યક્ષપૃષ્ઠભાવી વિકલ્પ” અથવા “સાંવૃત” કહેશે, જેન તાર્કિક દ્વિતીય સોપાનને દર્શન’ તથા ચતુર્થને પ્રત્યક્ષ કહેરો, જ્યારે ન્યાયવૈશેષિક તેમ જ મીમાંસા તાર્કિક દ્વિતીય સોપાનને નિર્વિકલ્પક પ્રત્યક્ષ તથા ચતુર્થને ‘સવિકલ્પક પ્રત્યક્ષ કહેશે. આ રીતનો સંજ્ઞાસંબંધી મતભેદ તો આધુનિક માનસશાસ્ત્રીઓમાં પણ વિરલ નથી. ઉદાહરણાર્થ, કેટલાક માનસશાસ્ત્રીઓ દ્વિતીય સોપાનને perception તથા ચતુર્થને understanding કહેવાનું પસંદ કરશે (આ મત બોદ્ધ જેવો થશે). કેટલાક દ્વિતીયને sensation તથા ચતુર્યને perception કહેવાનું પસંદ કરશે (આ મત જૈન જેવો થશે). અને કેટલાક દ્વિતીયને indeterminate perception તથા ચતુર્થને determinate perception કહેવાનું પસંદ કરશે (આ મત ન્યાયશેષિક તથા મીમાંસા જેવો થશે). વસ્તુતઃ એક ઈન્દ્રિયસગ્નિકૃષ્ટ અર્થના સ્વરૂપવિષયક (=સ્વરૂપનિશ્ચાયક) યાવત્ જ્ઞાનને (ઉક્ત અર્થવિષયક ઇન્દ્રિયાનુભૂતિને નહિ) પ્રત્યક્ષ પ્રમાણ સંજ્ઞા આપવી ઉચિત થશે. ઉક્ત અર્થવિષયક ઇન્દ્રિયાનુભૂતિને પ્રત્યક્ષ પ્રમાણ સંજ્ઞા દેવી એટલા માટે ઉચિત નહિ ગણાય કેમ કે જ્ઞાનના પ્રામાણ્યનું નિયામક એ જ્ઞાનનો સ્વવિષયભૂત અર્થની સાથે અવ્યભિચાર છે, જ્યારે અર્થવિષયક ઇન્દ્રિયાનુભૂતિના સંબંધમાં એ પ્રશ્ન જ ઊઠતો નથી કે તેનો વિષયભૂત અર્થની સાથે આવ્યભિચાર છે કે વ્યભિચાર? . દંતયા પ્રતિભાસશાલી સમ્યગુરુ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે? આ હેમચંદ્રીય લક્ષણનો એ અર્થમાં જ સ્વીકાર કરવો જોઈએ, અર્થાત્ આ લક્ષણમાં આવેલા ઈદંતયા પદનો અર્થ ‘ઇન્દ્રિયસન્નિકૃષ્ટતયા” કરવો જોઈએ પછી ભલેને એ અર્થ સ્વયં હેમચંદ્રને સ્વીકૃત ન હોય. હેમચન્દ્ર દ્વારા આ અર્થનો અસ્વીકાર થવાનું કારણ હશે તેમનો (અન્ય જૈન, બૌદ્ધ, તથા ન્યાયવૈશેષિક તાર્કિકોની જેમ) ઇક્રિયાર્થસત્રિકíજન્ય પ્રત્યક્ષની સંભાવનામાં વિશ્વાસ; પરંતુ એ કહેવાની જરૂર નથી કે આધુનિક તાર્કિકને મતે એ વિશ્વાસ અસ્વીકાર્ય જ ગણાશે. (૨). જ્ઞાનપ્રાપ્તિનાં બે મૂળભૂત ઉપકરણ છે ઈન્દ્રિયાનુભૂતિ તથા તદાધારિત વિચારશૃંખલા( = વિકલ્પશૃંખલા). અહીં એ નિર્વિવાદરૂપે સ્વીકારવું પડશે કે અર્થવિષયક ઇન્દ્રિયાનુભૂતિવિશેષનું કારણ હોય છે તે અર્થનો કોઈ ઇન્દ્રિયવિશેષની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194