________________
ભારતીય તાર્કિકોની પ્રત્યક્ષવિષયક ચર્ચા
૧૭૯ માટે બે બાબત જાણવી આવશ્યક છે : (૧) અર્થવિશેષની ઉત્પાદક કારણસામગ્રી શી છે, (૨) અર્થવિશેષ દ્વારા સંપાદિત કાર્યો ક્યાં ક્યાં છે. વસ્તુતઃ અનેક અર્થવિશેષોને એક સામાન્ય સંજ્ઞા આપીએ છીએ તેનો આધાર જ એ હોય છે કે તેમની ઉત્પાદક કારણસામગ્રી તથા એમના દ્વારા સંપાદિત કાર્યો એકસરખાં છે. અને જ્યાં સુધી જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયાને લાગેવળગે છે ત્યાં સુધી આપણે કહી શકીએ કે અર્થ દ્વારા જનિત ઇન્દ્રિયાનુભૂતિઓ તે અર્થ દ્વારા જનિત કાર્યોમાં પ્રમુખ સ્થાને રહે છે, કારણ કે અમુક એક અર્થ દ્વારા જનિત કેટલીક ઇન્દ્રિયાનુભૂતિઓના આધારે જ અનુભૂતિકર્તા એ અર્થની સંજ્ઞા નિશ્ચિત કરી લે છે, પછી ભલેને એ સંજ્ઞાનિશ્ચય બાદ એને એ જાણવાની વિશેષ આવશ્યકતા ન રહે કે એ અર્થ બીજી કઈ કઈ ઇન્દ્રિયાનુભૂતિઓનો જનક છે.
આ રીતે વિચારવાથી આપણને ખ્યાલ આવે છે કે અમુક ઇન્દ્રિયસન્નિકૃષ્ટ અર્થના સ્વરૂપ વિશેના નિશ્ચયાત્મક જ્ઞાન તથા એ અર્થની સાથે કાર્યકારણભાવ ધરાવતા અર્થોના સ્વરૂપ વિશેના નિશ્ચયાત્મક જ્ઞાનની વચ્ચે કોઈ બહુ ઊંડી વિભાજનરેખા નથી. બૌદ્ધ તાર્કિકોની ભાષામાં કહીએ તો, અમુક અર્થના વિષયમાં પ્રત્યક્ષપૃષ્ઠભાવી વિકલ્પની સહાયતાથી થનાર સ્વરૂપનિશ્ચય અને એ અર્થના કાર્યકારણના વિષયમાં કાર્યકારણભાવમૂલક અનુમાનની સહાયતાથી થનાર સ્વરૂપનિશ્ચય બન્નેય તત્ત્વતઃ એક જ કોટિની પ્રક્રિયાઓ છે. પરંતુ, તો પછી પ્રશ્ન ઊઠે છે કે બૌદ્ધ તાર્કિકોએ (કાર્યકારણભાવમૂલક) અનુમાનને પ્રમાણ તથા પ્રત્યક્ષપૃષ્ઠભાવી વિકલ્પને અપ્રમાણ કેમ માન્યું? “પ્રમાણ’ શબ્દનો સીધો અર્થ હોવો જોઈએ વસ્તુવિષયક આવ્યભિચારી જ્ઞાન” તથા “અપ્રમાણ” શબ્દનો “વસ્તુવિષયક વ્યભિચારી જ્ઞાનઆવું હોઈને પ્રત્યક્ષપૃષ્ઠભાવી વિકલ્પને અપ્રમાણ કહેવાનો આશય એ થાય કે પ્રત્યક્ષપૃષ્ઠભાવી વિવકલ્પની સહાયતાથી થનારું વસ્તુવિષયક જ્ઞાન વ્યભિચારી છે. પરંતુ બૌદ્ધ તાર્કિકોનો આવો આશય હોઈ શકે નહિ, કારણ કે તેમણે ‘વસ્તુસ્વરૂપના નિશ્ચાયક પ્રત્યક્ષપૃષ્ઠભાવી વિકલ્પ’ અને ‘વસ્તુસ્વરૂપના અનિશ્ચાયક પ્રત્યક્ષપૃષ્ઠભાવી વિકલ્પ’ વચ્ચે ભેદ પાડડ્યો છે અને તે આ પ્રકારે છે : “જે કાર્યકારણભાવને આધારે અનેક અર્થવિશેષોને એક સંજ્ઞાવિશેષ અપાય છે તે કાર્યકારણભાવથી સમ્પન્ન અર્થને સંજ્ઞા આપનાર પ્રત્યક્ષપૃષ્ઠભાવી વિકલ્પ વસ્તુસ્વરૂપનો નિશ્ચાયક છે અને એ કાર્યકારણભાવશૂન્ય અર્થને તે સંજ્ઞા દેનાર પ્રત્યક્ષપૃષ્ઠભાવી વિકલ્પ વસ્તુસ્વરૂપનો અનિશ્ચાયક છે. આથી એ સ્પષ્ટ થાય છે કે બૌદ્ધ તાર્કિકોએ પ્રત્યક્ષપૃષ્ઠભાવી વિવકલ્પને કોઈ બીજા જ અર્થમાં અપ્રમાણ કહ્યો છે; એ અર્થ ઉપર થોડોક વિચાર કરી લઈએ. આપણે જોયું કે બૌદ્ધ તાર્કિકોએ ઇન્દ્રિયાર્થસન્નિકર્ષજન્ય અર્થવિષયક ઇન્દ્રિયાનુભૂતિને જ “પ્રત્યક્ષપ્રમાણ’ સંજ્ઞા આપી છે, પરંતુ વસ્તુતઃ પ્રમાણ-અપ્રમાણનો ભેદ નિશ્ચિયકારી શાનોની વચ્ચે જ કરી શકાય
જ્યારે ઇન્દ્રિયાનુભૂતિ એ કોઈ નિશ્ચયકારી જ્ઞાન નથી. પ્રકારાન્તરથી બૌદ્ધ તાર્કિકોએ આ હકીકતનો સ્વીકાર પણ કર્યો છે, કારણ કે એમની એવી માન્યતા છે કે અર્થ પ્રત્યક્ષનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org