________________
૧૦૦
ભારતીય તત્ત્વજ્ઞાન બધાં ઈશ્વર બની જશે. જો સમસ્ત વિષયોનું પરિજ્ઞાન હોવા માત્રથી ઈશ્વર જગતને સર્જતો હોય તો સર્વજ્ઞ યોગીઓ પણ જગતના કર્તા બની જશે. અશરીરી ઈશ્વરમાં જ્ઞાન-ઇચ્છાપ્રયત્નનું હોવું મુક્તાત્માની જેમ નિતાન્ત અસંભવ છે એ પહેલાં કહી ગયા છીએ. એટલે જ્ઞાન-ઇચ્છા-પ્રયત્નવાળો હોવાને કારણે ઈશ્વર જગતનો કર્તા છે એમ પણ નહિ કહી શકાય. 'જ્ઞાનાદિપૂર્વક વ્યાપાર કરવાને કારણે ઈશ્વર જગતનો કર્તા છે એ ચોથો વિકલ્પ પણ અસંગત છે, કારણ કે જ્યારે ઈશ્વરને શરીર જ નથી તો એનામાં જ્ઞાનાદિપૂર્વક મનવચન-કાયાનો વ્યાપાર પણ ક્યાંથી હોઈ શકે? આત્માનો જ્ઞાનાદિપૂર્વક વ્યાપાર તો શરીરમાં જ કે શરીર દ્વારા જ હોય છે. વળી, વ્યાપાર વડે જગતનું સર્જન માનતાં સર્જન કરવામાં અનંત કાળ જાય.
(૯) સૃષ્ટિના આરંભમાં બધા જ પદાર્થોનું નિર્માણ ઈશ્વર કરે છે-નયાયિકના આ કથનને અનુલક્ષી ધમકીર્તિ પૂછે છે કે સૃષ્ટિના આરંભમાં ઈશ્વર જે સ્વભાવથી જગતની રચના કરે છે તે સ્વભાવ જગતરચના પૂર્વે એનામાં હતો કે નહિ? જો હતો, તો પ્રશ્ન ઊઠે છે કે તે વખતે તેણે જગતરચના કેમ ન કરી? જો ન હતો, તો પ્રશ્ન થાય કે શા કારણે એનામાં તે સ્વભાવ ન હતો ? અર્થાત્ ફલિત થાય છે કે સૃષ્ટિ પૂર્વે પ્રલય દરમ્યાન જગતનું સર્જન કરવાનો સ્વભાવ ઈશ્વરમાં ન હતો પણ સૃષ્ટિનું સર્જન કરવાનો સમય આવતાં ઈશ્વરમાં તે સ્વભાવ આવે છે. બીજા શબ્દોમાં, પ્રલય દરમ્યાન ઈશ્વરમાં કારકત્વશક્તિ ન હતી પરંતુ સર્ષારંભે ઈશ્વરમાં કારકત્વશક્તિ આવી જાય છે. આ દર્શાવે છે કે જગતનું નિર્માણ કરવું એ ઈશ્વરનો સ્વભાવ નથી. એ જો એનો સ્વભાવ હોય તો સદા સર્વદા તે જગતનું નિર્માણ કર્યા જ કરે, પરિણામે પ્રલય અસંભવ બની જાય.
ઈશ્વર પોતાનો સ્વભાવ ન બદલે ત્યાં સુધી એ સંભવ નથી કે તે કોઈ પણ કાર્યનું કારણ બને. પ્રલયમાં જે સ્વભાવ ઈશ્વરનો હોય છે તેનાથી સર્વથા વિપરીત સ્વભાવ સૃષ્ટિના સમયે તેનો હોય છે. અને એ તો નિયમ છે કે કોઈનો પણ સ્વભાવ પરિવર્તિત થતો નથી. જગતનું નિર્માણ કરવું ઈશ્વરનો સ્વભાવ છે એમ ઉદ્યોતકરે કહેવું સર્વથા અયુક્તિપૂર્ણ છે. જેનો સ્વભાવ એક સમયે (પ્રલયમાં) વિરત રહેવાનો છે, તે જ એ સ્વભાવને અનુકૂળ રહી સૃષ્ટિના આરંભે નિર્માણવ્યાપારમાં લાગી જાય એ તો સંભવ જ નથી."
વાયવૈશેષિક કહે છે કે ઈશ્વર સહકારી કારણના સન્નિધાનથી જગતરૂપ કાર્યનું નિર્માણ કરે છે; એ સહકારી કારણના અભાવમાં ઈશ્વર જગતરૂપ કાર્યનું નિર્માણ કરતો નથી. અહીં પ્રશ્ન ઊઠે છે કે સહકારી કારણ ઈશ્વરને કંઈ ઉપકાર કરે છે કે નહિ? અર્થાત્ સહકારી કારણ ઈશ્વરમાં કંઈ વિશેષ ઉત્પન્ન કરે છે કે નહિ? જો ના, તો સહકારી કારણની સન્નિધિ-અસન્નિધિથી કંઈ ફેર પડતો નથી. તેની અસન્નિધિમાં પણ ઈશ્વર જગતરૂપ કાર્ય ઉત્પન્ન કરે જ. જો કહો કે સહકારી કારણ ઈશ્વરમાં વિશેષ ઉત્પન્ન કરે છે, તો ઈશ્વર નિત્ય રહેશે નહિ અને તેનું પરમ સામર્થ્ય નષ્ટ થઈ જશે. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org