________________
જ્ઞાનવિષયક સમસ્યાઓ
૧૪૩ જ ખોટો છે. જ્ઞાનનો સ્વભાવ વિષયને જ જાણવાનો છે, પોતાને જાણવાનો છે જ નહિ.' માનસ પ્રત્યક્ષ જ્યારે પૂર્વવર્તી જ્ઞાનને જાણે છે ત્યારે તે પૂર્વવર્તી જ્ઞાન તેનો વિષય છે; માનસ પ્રત્યક્ષ પોતે પોતાને જાણતું નથી. માનસ પ્રત્યક્ષરૂપ અનુભવ (અનુવ્યવસાય)નો ય અનુભવ ઉત્તરકાલીન માનસ પ્રત્યક્ષથી સંભવે છે. અનુવ્યવસાયનો અનુવ્યવસાય માનતાં નૈયાયિકોને કોઈ બાધા આવતી નથી. અનુવ્યવસાયના અનુવ્યવસાયની ધારા પ્રમાતા જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી, પ્રમાતા જ્યાં સુધી થાકે નહિ ત્યાં સુધી કે અન્ય વિષયનું જ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ચાલી શકે. બૌદ્ધ ધર્મકીર્તિ અને જેને અકલંક બંને નિયાયિકના આ વિશિષ્ટ મતનું ખંડન કરે છે. તેઓ જણાવે છે કે જો જ્ઞાન સ્વસંવેદી ન હોય પણ પોતાના જ્ઞાન માટે બીજા જ્ઞાન ઉપર આધાર રાખતું હોય તો આનત્યદોષ આવે. ભાદૃ મત પણ આનન્યદોષથી દૂષિત છે. અકલકે તેનું પણ ખંડન કર્યું છે.પર સાંખ્ય મતે પણ જ્ઞાન સંવેદી નથી. આપણે અગાઉ નોંધ્યું છે કે સાંખ્યમતમાં ચિત્તવૃત્તિ જ જ્ઞાન છે. ચિત્તવૃત્તિ પોતે પોતાને જાણતી નથી કે એક ચિત્તવૃત્તિ બીજી ચિત્તવૃત્તિને જાણતી નથી. ચિત્તવૃત્તિના જ્ઞાનને દર્શન કહેવામાં આવે છે. જ્ઞાનનું જ્ઞાન દર્શન છે, જ્ઞાનનું જ્ઞાન અર્થાત્ દર્શન પુરુષ જ કરે છે. પુરુષ જ દષ્ટા છે. ચિત્તનો વિષયાકાર પરિણામ (= ચિત્તવૃત્તિ) જ્ઞાન છે. અને આ ચિત્તવૃત્તિને પુરુષ પ્રતિબિંબરૂપે ધારણ કરવી એ દર્શને છે. સાંખ્ય-યોગ અનુસાર ચિત્તવૃત્તિઓ પુરુષને સદા જ્ઞાત(દષ્ટ) જ હોય છે. કોઈ પણ ચિત્તવૃત્તિ ક્યારેય પુરુષને અજ્ઞાત (અદષ્ટ) રહેતી નથી. આનો અર્થ એ કે જ્ઞાન ક્યારેય પુરુષથી અજ્ઞાત રહેતું નથી. ઉત્પન્ન થતાં જ જ્ઞાન જ્ઞાત થઈ જાય છે. જ્ઞાન સ્વસંવેદ્ય નથી પણ પુરુષસંવેદ્ય છે. પુરુષના દર્શનનો વિષય જ્ઞાન (ચિત્તવૃત્તિ) જ છે. અને ચિતવૃત્તિનો વિષય બાહ્યવસ્તુ (અને પુરુષ પણ) છે. સાંખ્ય, ભાદમીમાંસક અને ન્યાયવૈશેષિક સિવાયના બધા દાર્શનિકો “એકમત છે કે જ્ઞાનમાત્ર સ્વપ્રત્યક્ષ છે અર્થાત્ જ્ઞાન પ્રત્યક્ષ હો યા અનુમિતિ, શબ્દ, સ્મૃતિ આદિ રૂપ હો છતાં પણ તે સ્વસ્વરૂપના વિષયમાં સાક્ષાત્કારરૂપ જ છે, તેનું અનુમિતિત્વ, શાબ્દત્વ, સ્મૃતિત્વ આદિ અન્ય ગ્રાહ્યની અપેક્ષાએ સમજવું જોઈએ અર્થાત્ ભિન્ન ભિન્ન સામગ્રીથી પ્રત્યક્ષ, અનુમેય, સ્મર્તવ્ય આદિ વિભિન્ન વિષયોમાં ઉત્પન્ન થનારાં પ્રત્યક્ષ, અનુમિતિ, સ્મૃતિ આદિ જ્ઞાન પણ સ્વસ્વરૂપના વિષયમાં પ્રત્યક્ષ જ છે.'૫૦ જ્ઞાનગત પ્રામાણ્ય(યથાર્થતા) કે અપ્રામાણ્ય(અયથાર્થતા)નું જ્ઞાન કેવી રીતે થાય છે?
ભાદૃ મીમાંસકોના મતે જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ જ્ઞાત થાય છે (અર્થાત્ selfevident છે);“તેનું અપ્રામાણ્ય ત્યારે જ જ્ઞાત થાય છે જ્યારે બીજા કોઈ વધુ બળવાન યથાર્થ જ્ઞાનથી તે બાધિત થાય છે, અર્થાત્ તેનું અપ્રામાણ્ય પરતઃ જ્ઞાત થાય છે. ૫૯ નિયાયિક મતે જ્ઞાનનું પ્રામાણ્ય કે અપ્રામાય સ્વતઃ જ્ઞાત થતું નથી પરંતુ જ્ઞાનજન્ય પ્રવૃત્તિની સફળતા કે નિષ્ફળતા ઉપરથી અનુમિત થાય છે.” ઉપલબ્ધ સાંખ્ય ગ્રંથો એ
Jain Education International
- For Private & Personal Use Only
wwww.jainelibrary.org