Book Title: Bharatiya Tattvagyan
Author(s): Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 150
________________ જ્ઞાનવિષયક સમસ્યાઓ ૧૪૧ નૈયાયિકોએ ઇન્દ્રિયવ્યાપારથી હાનપાદાનાદિબુદ્ધિ સુધી ક્રમિક ફળોની પરંપરાને ફળ ગણવા છતાં તે પરંપરામાં પૂર્વ પૂર્વ ફળને ઉત્તર ઉત્તર ફળની અપેક્ષાએ પ્રમાણ ગયું છે. અર્થાત્ ઇન્દ્રિય તો પ્રમાણ જ છે, ફળ નથી; અને હાનોપાદાનાદિબુદ્ધિ ફળ જ છે, પ્રમાણ નથી. પરંતુ મધ્યગત સત્રિકર્ષ, નિર્વિકલ્પ અને સવિકલ્પ આ ત્રણ પૂર્વ પ્રમાણની અપેક્ષાએ ફળ છે જ્યારે ઉત્તર ફળની અપેક્ષાએ પ્રમાણ પણ છે. આમ ફળ પ્રમાણ કહેવાય છે પરંતુ સ્વભિન્ન ઉત્તરફળની અપેક્ષાએ, કારણ કે તૈયાયિકોને મતે પ્રમાણ અને તેનું ફળ અભિન્ન નથી, નૈયાયિકોને પ્રમાણ અને ફળનો અભેદ ઈષ્ટ નથી. ધર્મકીર્તિ માને છે કે જ્ઞાન સિવાય બીજું કોઈ પ્રમાકરણરૂપ પ્રમાણ કહેવાવાને લાયક નથી કારણ કે તે જ પ્રમાનું સાધક્તમ કારણ છે. આનાં બે કારણો છે: (૧) ઇન્દ્રિયો, સત્રિકર્ષ, વગેરે અજ્ઞાનરૂપ હોઈ જ્ઞાનને ઉત્પન્ન કરવું તેમના માટે અસંભવ છે. (૨) જ્ઞાન જ ઉપાદેય વસ્તુની પ્રાપ્તિ અને હેય વસ્તુનો પરિહાર કરાવવા સમર્થ છે. આમાંથી એ તારણ નીકળે છે કે ચાર પ્રત્યયોમાંથી ( કારણોમાંથી) અવ્યવહિત પૂર્વવર્તી જ્ઞાનક્ષણને (સમનન્તરપ્રત્યયને) ધર્મકીર્તિ પ્રમાનું સાધકતમ કારણ ગણે છે. અહીં પ્રમાણ શબ્દથી ધર્મકીર્તિ પ્રભારૂપ ફળનું સાધકતમ કારણ સમજે છે. પરંતુ અન્ય સ્થળે તે એક ડગલું આગળ વધી પ્રમાશાનગત વિષયસારૂપ્યને પ્રમાણ ગણે છે. તે જણાવે છે કે અમુક પ્રમાશાનને નીલજ્ઞાન કે પીતજ્ઞાનરૂપે નિર્ણાત તે પ્રમાજ્ઞાનગત અર્થસારૂપ્યને આધારે કરવામાં આવતું હોઈ આ અર્થસારૂપ્યને પ્રમાણ ગણવું જોઈએ. અહીં તેમણે પ્રમાશાનના સાધકતમ કારણને પ્રમાણ ગણવાનું છોડી દીધું જણાય છે. તેને બદલે જેને આધારે પ્રમાજ્ઞાનને નીલજ્ઞાન કે પીતજ્ઞાન તરીકે નિર્ણાત કરવામાં આવે છે તે જ્ઞાનગત વિષયાકારને (અર્થસારૂપ્યને) પ્રમાણ કહેવું તે યોગ્ય ગણે છે. આમ પ્રમા અને પ્રમાણ વચ્ચે કાર્યકારણભાવ નથી પણ વ્યવસ્થાપ્યવ્યવસ્થાપકભાવ છે.* વળી, અમુક પ્રમાજ્ઞાન અને તદ્દગત અર્થકાર વચ્ચે અભેદ હોઈ, ધર્મકીર્તિ પ્રમાણ અને ફળનો અભેદ માને છે. આ વાત તે સૌત્રાનિક દષ્ટિબિંદુએ કરે છે. પરંતુ વિજ્ઞાનવાદી તરીકે તે જણાવે છે કે જ્ઞાનની પોતાને જાણવાની યોગ્યતા એ પ્રમાણ છે અને જ્ઞાનને પોતાને થતું પોતાનું જ્ઞાન (સ્વસંવેદન) પ્રમાણફળ છે.” જૈન તાર્કિક અકલંક પણ ધમકીર્તિ સાથે એટલે સુધી સહમત છે કે જ્ઞાનને જ પ્રમાના ' સાધકતમ કારણરૂપ પ્રમાણ તરીકે સ્વીકારવું જોઈએ. જ્ઞાનને જ પ્રમાણ તરીકે સ્વીકારવાનાં જે કારણો ધર્મકીર્તિએ આપ્યાં છે તે જ કારણો અકલંક પણ આપે છે." પરંતુ તેમના આ મતનો અર્થ એ છે કે (આત્મદ્રવ્યનો) જ્ઞાન નામનો ગુણ પોતાના અમુક પર્યાયનું (અર્થાત્ યથાર્થ ઘટજ્ઞાન, પટજ્ઞાન જેવા કોઈ પર્યાયનું) સાધકતમ કારણ છે. જ્ઞાનગુણ પોતે પ્રમાણ છે અને તેનો યથાર્થ ઘટાન આદિરૂપ પર્યાય પ્રમા છે. તેથી તે બે વચ્ચે ભેદભેદનો સંબંધ છે. આમ અકલંકના મતે પ્રમાણ અને ફળ વચ્ચે ભેદભેદ છે.? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194