________________
જ્ઞાનવિષયક સમસ્યાઓ
૧૩૯ જૈન પરંપરામાં સિદ્ધસેન દિવાકર પ્રમાણને સ્વ-પરપ્રકાશરૂપે પ્રસ્તુત કરે છે. અકલંક પણ આ લક્ષણને પ્રમાણના એક લાક્ષણિક ધર્મ તરીકે સ્વીકારે છે, પરંતુ તે અવિસંવાદને જ પ્રમાણના ખરા લક્ષણ તરીકે સ્વીકારે છે. અવિસંવાદનો તેમને અભિપ્રેત અર્થ છે બીજા પ્રમાણ વડે બાધ ન પામવો તે તેમ જ પોતાની અંદર જ પૂર્વાપર અવિરોધ." ઉપરાંત, અવિસંવાદથી જ્ઞાન અને વિષયસ્વભાવ વચ્ચેનો મેળ (સંવાદ) પણ તે સમજે છે. કેટલીક વાર અવિસંવાદનો અર્થ જ્ઞાન અને તજજન્ય પ્રવૃત્તિ વચ્ચેનો સંવાદ તે કરે છે. અવિસંવાદ ઉપરાંત વ્યવસાયાત્મકતાને પણ તે પ્રમાણનો એક આવશ્યક ધર્મ ગણે છે. તેમનું નિરીક્ષણ છે કે પ્રમાણની અવિસંવાદિતા વ્યવસાયાત્મકતા વિના સંભવતી નથી. અવિસંવાદિતા નિર્ણયાત્મક્તાયત્ત છે. વળી, તે ‘અનધિગતાર્થાધિગમ્ન (= “અગૃહીતગ્રાહી) વિશેષણને પ્રમાણલક્ષણમાં દાખલ કરે છે." અહીં ધર્મકીર્તિનો પ્રભાવ જણાય છે. ક્ષણિકવાદી બૌદ્ધ બધાં પ્રમાણરૂપ જ્ઞાનોને નવીન અર્થને ગ્રહણ કરનારાં ગણી શકે. પરંતુ જેનોને મતે તો વસ્તુ કથંચિત્ સ્થાયી છે. તેથી પ્રમાણની વ્યાખ્યામાં અકલેકે “અનધિગતાર્યાદિગન્ત પદ દાખલ કરવું યોગ્ય નથી. ઉત્તરમાં અકલંક જણાવે છે કે વસ્તુ કથંચિત્ સ્થાયી હોઈ અસંખ્ય (અનંત) પર્યાયો, ધર્મો ધરાવે છે. તેથી બે કે વધુ પ્રમાણરૂપ જ્ઞાન એક જ વિષયવસ્તુને જાણતાં હોવા છતાં તે જ્ઞાનો બીજા કોઈ પણ ફાને નિર્ણાત ન કરેલા ધર્મ યા પર્યાયને નિર્ણત કરે છે. તેથી અકલંકને મતે ‘અનધિગતાર્યાધિગમ્ન’ પદનો અર્થ છે “અનિર્ણતાર્થનિર્ણતિકÁ.” અકલંક
સ્મૃતિની બાબતમાં આ શરતમાં છૂટ મૂકે છે. આમ આ શરત બાબતે તે ચુસ્ત નથી. તેથી, છેવટે અકલંક અનુસાર પ્રમાણજ્ઞાનના આવશ્યક પ્રાણભૂત ધર્મો છે જ્ઞાનનો વિષય સાથે સંવાદ, અભિમત અર્થક્રિયા સાધી આપનાર વિષયને પ્રાપ્ત કરાવી આપવાનું તે જ્ઞાનનું સામર્થ્ય અને તે જ્ઞાનનો વ્યવસાયાત્મક સ્વભાવ. એ નોંધવું રસપ્રદ બનશે કે અકલંક અનેકાન્તવાદના સિદ્ધાન્ત સાથે સંવાદિતા જાળવવા બધાં જ વ્યાવહારિક જ્ઞાનોને પ્રમાણ અને અપ્રમાણ બનેરૂપ ગણે છે. કોઈ પણ વ્યાવહારિક જ્ઞાન એકાન્તપણે પ્રમાણ કે અપ્રમાણ નથી. પરંતુ આપણે તે જ્ઞાનને પ્રમાણ ગણીએ છીએ જો તે જ્ઞાનનો પ્રસ્તુત વિષય સાથે મહદંશે સંવાદ હોય, અને તે જ્ઞાનને અપ્રમાણ ગણીએ છીએ જો તે જ્ઞાનનો પ્રસ્તુત વિષય સાથે મહદંશે વિસંવાદ હોય. ઇન્દ્રિયો અને મનની શક્તિઓ મર્યાદિત છે એ હકીક્તનું ભાન અકલંકને આવો મત ઘડવા તરફ દોરી ગયું લાગે છે. પરંતુ ઇન્દ્રિયો અને મનની અપેક્ષા ન રાખનાર કેવલજ્ઞાન નામના ઉત્કૃષ્ટ મુખ્ય પરમ પ્રત્યક્ષજ્ઞાનની એકાન્તિક આચન્તિક (absolute) પ્રમાણતાનો નિષેધ અકલંક કરશે નહિ. આ સૂચવે છે કે અનેકાન્તસિદ્ધાન્તને જે તે બાબતને લાગુ પાડવામાં વિવેક જરૂરી છે. જો વિના વિવેક તેને બધે એકસરખો લાગુ પાડવામાં આવે તો કેવલજ્ઞાનને પણ કથંચિત્ પ્રમાણ અને કથંચિત્ અપ્રમાણ ગણવું પડે. પરંતુ અહીં કેવલજ્ઞાનના ક્ષેત્રમાં અનેકાન્તવાદનો વ્યાપાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org