________________
જ્ઞાનવિષયક સમસ્યાઓ
૧૪૭ જેમનામાં બધાં જ પ્રમાણે પ્રવૃત્ત થઈ શકે છે, જ્યારે કેટલાક વિષયો એવા છે જેમનામાં એક એક નિયત પ્રમાણ જ પ્રવૃત્ત થઈ શકે છે. પ્રથમ પ્રકારના વિષયોનાં ઉદાહરણો આત્મા અને અગ્નિ છે. ‘ત્યાં અગ્નિ છે એવા વિશ્વાસુ વ્યક્તિના વચન (શબ્દપ્રમાણ) દ્વારા અગ્નિનું જ્ઞાન થાય છે, ધૂમ જોઈ અનુમાન દ્વારા પણ અગ્નિનું જ્ઞાન થાય છે અને ત્યાં જઈ આંખથી દેખીને (ચાક્ષુષપ્રત્યક્ષ દ્વારા) પણ અગ્નિનું જ્ઞાન થાય છે. બીજા પ્રકારના વિષયોનાં ઉદાહરણોસ્વર્ગ, વીજળીના કડાકાનો-હેતુ, સ્વહસ્ત, વગેરે છે. સ્વર્ગનું જ્ઞાન શબ્દપ્રમાણથી જ થાય છે. વીજળીનો કડાકો સાંભળતાં તેના હેતુનું જ્ઞાન અનુમાનથી જ થાય છે; જ્યારે વીજળીના કડાકાનો અવાજ કાને પહોંચે છે ત્યારે વીજળી હોતી નથી. સ્વહસ્ત પ્રત્યક્ષનો જ વિષય છે. ઉદ્યોતકર પણ આ સિદ્ધાન્તનું સમર્થન કરે છે. તે કહે છે કે કેવળ આંખજ રૂપને જાણે છે, કેવળકાન જ શબ્દ સાંભળે છે, વગેરે વગેરે તેમછતાં બધીજ ઇન્દ્રિયો સત્તા સામાન્ય અને ગુણત્વસામાન્યને જાણે છે. વળી, તે જણાવે છે કે કેવળચક્ષુ રૂપને જ ગ્રહણ કરે છે અને કેવળચામડી સ્પર્શને જ ગ્રહણ કરે છે તેમ છતાં બંને પૃથ્વી આદિ સ્થૂળ દ્રવ્યોને ગ્રહણ કરે છે. ૫
અહીં કોઈ શંકા ઉઠાવે છે કે એક જ વિષયને એક કરતાં વધુ પ્રમાણો ગ્રહણ કરી શકે છે એમ માનીએ તો એક કરતાં વધુ પ્રમાણો માનવાં જ વ્યર્થ છે. એક પ્રમાણે ગ્રહણ કરેલા વિષયને જ બીજું પ્રમાણ ગ્રહણ કરતું હોય તો તે બીજા પ્રમાણનો ઉપયોગ શો?૯૬ આના ઉત્તરમાં ઉદ્યોતકર જણાવે છે કે જ્યારે એક પ્રમાણે ગ્રહણ કરેલા વિષયને બીજું પ્રમાણ ગ્રહણ કરે છે ત્યારે તે તે જ વિષયને ગ્રહણ કરતું હોવા છતાં તે તેનું વિશિષ્ટ રીતે ગ્રહણ કરે છે. પ્રત્યક્ષ જે વિષયને ઇન્દ્રિયસમ્બદ્ધ જાણે છે તે જ વિષયને અનુમાન ઇન્દ્રિયાસબુદ્ધ જાણે છે. વધુમાં તે જણાવે છે કે નૈયાયિકો કેવળ સંપ્લવ માનતા નથી અર્થાત્ બધાં જ પ્રમાણો બધા જ વિષયોમાં પ્રવૃત્ત થઈ શકે છે એવું સ્વીકારતા નથી. તેમને મતે કેટલાક વિષયો એવા છે જે અમુક જ પ્રમાણથી ગૃહીત થઈ શકે છે, બીજા પ્રમાણથી નહિ. “તેથી એકથી વધુ પ્રમાણો માનવાં જરૂરી છે.
મીમાંસકો પ્રમાણને અગૃહીતગ્રાહી માને છે. તેથી તેઓ પ્રમાણસંપ્લવ માનતા નથી. જો કે તેમણે એક જ ધર્મીમાં એકથી વધુ પ્રમાણોની પ્રવૃત્તિ માની છે તેમ છતાં તેમણે પ્રમાણસંપ્લવ માન્યો નથી, તેનું કારણ છે ધર્મની વિષય તરીકે મુખ્યતા.
જેનો પ્રમાણસંપ્લવ અને પ્રમાણવિપ્લવ બંનેનો સ્વીકાર કરે છે. જેના મતે વસ્તુ દ્રવ્યપર્યાયાત્મક છે. દ્રવ્ય ધ્રુવ છે, સ્થિર છે. તેના પર્યાયો, આકારો, પરિવર્તનો પ્રતિક્ષણ બદલાયા કરે છે. અને દ્રવ્ય તથા આકાર વચ્ચે ભેઠાભેદનો સંબંધ છે. જેનો પર્યાયદષ્ટિએ ક્ષણિકવાદ સ્વીકારે છે. આ દષ્ટિએ કોઈ પણ પ્રમાણ ગૃહીતગ્રાહી નથી. આમ પર્યાયદષ્ટિએ પ્રમાણવિપ્લવ સ્વતઃ સિદ્ધ છે. પરંતુ જૈનો એકાન્તવાદી નથી, તેઓ પર્યાયદષ્ટિની જેમ જ દ્રવ્યદષ્ટિને પણ સરખું મહત્ત્વ આપે છે. તેથી તેઓ પ્રમાણસંપ્લવનો પણ સ્વીકાર કરે છે. દિવ્યદષ્ટિએ વસ્તુઓ સ્થાયી છે. તેથી એક જ વસ્તુમાં અનેક પ્રમાણોની પ્રવૃત્તિ સંભવે છે.*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org