Book Title: Bharatiya Tattvagyan
Author(s): Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 166
________________ જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ ? ૧૫૭ શ્રમ-તાપહરણ, જલક્રીડા, વગેરે અનેક પ્રકારનાં જલકાર્યોની હારમાળા. આટલાં બધાં કાર્યો જળના મિથ્યાશાનથી પ્રવૃત્ત થયેલ વ્યક્તિ કરતી હોય એ કદી દેખ્યું નથી. તમે મીમાંસકો કદાચ કહેશો કે સ્વપ્નમાં પણ કાર્યોની આ હારમાળાનું દર્શન થાય છે. પરંતુ એના ઉત્તરમાં અમે તૈયાયિકો કહીએ છીએ કે સ્વપ્નદશાથી ભિન્ન અને સ્પષ્ટ જાગ્રત અવસ્થાનો અનુભવ દરેકને છે. “આ હું છું, જાણું , ઊંઘતો નથી આ પ્રમાણે સ્વપ્નથી ભિન્ન જાગ્રત અવસ્થાને જાગ્રત માનસ ધરાવતા બધા જનો પ્રત્યક્ષ અનુભવે છે; અને તે વખતે (= જાગ્રત અવસ્થામાં) પાણી વિના આ ક્રિયાઓ થતી દેખાતી નથી, એટલે તે વિશેષતાના દર્શનને કારણે સફળ પ્રવૃત્તિનું પ્રામાણ્ય સહેલાઈથી જણાઈ જાય છે." બૌદ્ધ ચિંતક પ્રજ્ઞાકગુપ્ત પણ કહે છે: “અમને બૌદ્ધોને કદાચ પૂછવામાં આવશે કે તમારા મતે પહેલાં થયેલું જ્ઞાન તેના પછી થનારા સફળ પ્રવૃત્તિના જ્ઞાન વડે પ્રમાણ પુરવાર થાય છે, પરંતુ સફળ પ્રવૃત્તિનું આ જ્ઞાન પોતે પ્રમાણ છે એ શેના વડે નિશ્ચિત થશે? જો કહો કે તે જ્ઞાન પોતાના પ્રામાણ્યના નિશ્ચય માટે બીજા સફળ પ્રવૃત્તિના જ્ઞાનની અપેક્ષા રાખે છે તો અનવસ્થા થશે. આના ઉત્તરમાં અમે બોદ્ધો કહીએ છીએ કે આમ કહેવું બરાબર નથી. તેનું કારણ એ કે જો ઉત્તરવર્તી સફળ પ્રવૃત્તિ પૂર્વવર્તી જ્ઞાનનું પ્રામાણ્ય સ્થાપિત કરતી હોય તો તે જ સફળ પ્રવૃત્તિ પેલા પૂર્વવર્તી જ્ઞાન પછી થનારા પણ પોતાના જ સમકાલીન જ્ઞાનનું (જે જ્ઞાનનો વિષય સફળ પ્રવૃત્તિ પોતે જ છે તેનું) પ્રામાણ્ય શા માટે ન સ્થાપે? જો કોઈ પણ જ્ઞાન ત્યારે જ પ્રમાણ પુરવાર થતું હોય જ્યારે તેના ઉત્તરવર્તી જ્ઞાનનો વિષય સફળ પ્રવૃત્તિ હોય, તો આ ઉત્તરવર્તી જ્ઞાન પોતે જ ત્યાં અને ત્યારે જ સફળ પ્રવૃત્તિના અનુભવરૂપ હોવાથી સુતરાં પ્રમાણ હોય જ.” ૫. સફળ પ્રવૃત્તિ જ્ઞાનના પ્રામાયની અંતિમ કસોટી છે એ પક્ષ સૌથી વધુ સ્વાભાવિક છે જેને તાર્કિકો સ્વીકારે (અને મીમાંસકોએ પણ પોતાની કેટલીક પૂર્વગૃહીત માન્યતાઓ આડે ન આવતી હોત તો આ પક્ષ જ સ્વીકાર્યો હોત). તેથી એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી કે ન્યાયવશેષિક તાર્કિકો અને બૌદ્ધ તાર્કિકોના પરસ્પર વિરોધી એવાં આ બે જૂથો આ પક્ષને પરિશ્રમપૂર્વક રહ્યું છે - જો કે કેટલીક વાર એવી છાપ ઉપસાવવામાં આવી છે કે આ પ્રશ્ન પરત્વે આ બે જૂથોએ સ્વીકારેલી માન્યતાઓ પરસ્પર ભિન્ન છે. અગાઉ નોધ્યું તેમ, ભારતીય તાર્કિકોએ પ્રમાણનાં સાધન અને સ્વરૂપ વિશેની વિચારણા એ વ્યક્ત કે અવ્યક્ત ધારણાને આધારે શરૂ કરી કે બધી સફળ પ્રવૃત્તિ કેવળ પ્રમાણમાંથી ઉદ્ભવે છે, અને પછી તો આ ધારણામાંથી અનિવાર્યપણે આપોઆપ ફલિત થતું તાર્કિક તથ્ય એ છે કે જ્ઞાનના પ્રામાણ્યની અંતિમ ચોક્કસ કસોટી છે સફળ પ્રવૃત્તિ. જ્ઞાતાને જ્ઞાત અર્થ પ્રાપ્ત કરાવી આપવામાં જે જ્ઞાન નિષ્ફળ જતું નથી તે પ્રમાણ છે એવું પ્રમાણનું લક્ષણ જ્યારે બૌદ્ધ તાર્કિકો આપે છે ત્યારે આ જ તથ્યને તેઓ પ્રગટ કરે છે. જો કે ન્યાયવૈશેષિકોએ ઘણીવાર બૌદ્ધોએ આપેલા પ્રમાણના લક્ષણ સામે વાંધો ઉઠાવ્યો છે, છતાં તેઓ પણ આ જ તથ્યને પ્રગટ કરે છે જ્યારે તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194