Book Title: Bharatiya Tattvagyan
Author(s): Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 183
________________ ભારતીય તાર્કિકોની પ્રત્યક્ષ વિષયક ચર્ચા (૧) ગૌતમ આદિ પ્રાચીન નૈયાયિકોએ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એ ચાર જ પ્રમાણો સ્વીકાર્યા હતાં, અને એ એમની સામાન્ય સમજ હતી કે વસ્તુવિષયક અવ્યભિચારી જ્ઞાનને પ્રમાણ કહેવાય. પરંતુ એ તૈયાયિકોને એક એવા યોગિજ્ઞાન (અને તેય અવ્યભિચારી)ની સંભાવનામાં વિશ્વાસ હતો જે ન તો ઇન્દ્રિયસન્નિકૃષ્ટ વસ્તુવિષયક હોય કે ન તો અનુમાન, ઉપમાન અથવા શબ્દની કોટિનું હોય. શૂન્યવાદ તથા વિજ્ઞાનવાદી મહાયાની દાર્શનિકોએ એ મતની સ્થાપના કરી કે યોગિજ્ઞાન પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન તથા શબ્દ આમાંથી કોઈ પણ કોટિમાં નથી આવી શકતું પ્રત્યક્ષકોટમાં એટલા માટે નહિ કે તે ઇન્દ્રિયાર્થસન્નિકર્ષજન્ય નથી; તથા અનુમાન, ઉપમાન, શબ્દની કોટિમાં એટલા માટે નહિ કે તે જ્ઞાનાન્તરનિપેક્ષ (=નિર્વિકલ્પક) છે (જ્યારે અનુમાન, ઉપમાન, તથા શબ્દ જ્ઞાનાન્તરસાપેક્ષ છે). પોતાના આ મતની સહાયતાથી એ મહાયાની દાર્શનિકોએ પોતાના એ મૂળ મંતવ્યનું સમર્થન કરવાને ઇચ્છયું કે સત્ય બે કોટિનું હોય છે : એક પારમાર્થિક, બીજું વ્યાવહારિક; કારણ કે એને આધારે તેઓ કહી શકે કે પારમાર્થિક સત્યનો બોધ (અવગતિ) કરાવનારું યોગિજ્ઞાન પારમાર્થિક પ્રમાણ છે તથા વ્યાવહારિક સત્યનો બોધ કરાવનારાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન તેમ જ શબ્દપ્રમાણ વ્યાવહારિક પ્રમાણ છે. આ રીતે સત્યને તિકોટિક ન માનનારા તૈયાયિકોની સામે એ સમસ્યા આવીને ઊભી કે યોગિશાનને એક સુનિશ્ચિત પ્રમાણનું પદ કઈ રીતે આપવું. હવે એ તો સ્પષ્ટ હતું કે યોગિજ્ઞાન જ્ઞાનાન્તરસાપેક્ષ (=સવિકલ્પ) નથી, એથી અનુમાન, ઉપમાન અથવા શબ્દમાં એનો અન્તર્ભાવ કરવો નિતાન્ત અસંભવ હતો; પરંતુ સાથે સાથે યોગિજ્ઞાન ઇન્દ્રિયસન્નિકર્ષજન્ય ન હોવાને કારણે એનો અન્તર્ભાવ પ્રત્યક્ષમાં કરવાનું પણ સરળ ન હતું. હા, પ્રત્યક્ષનું એક એવું લક્ષણપ્રણયન સંભવિત હતું જે ઇન્દ્રિયપ્રત્યક્ષ અને યોગિશાન બન્નેય ઉપર લાગુ થઈ શકે, અને નૈયાયિકોએ એ કર્યું પણ ખરું. આ રીતે તેઓ કહી શક્યા કે સત્ય એકકોટિક છે અને યોગિજ્ઞાનસહિત બધાં જ પ્રમાણો એ સત્યની અવગતિ કરાવનારાં છે. (આ પ્રસ્તુત ચર્ચામાં સરળતા ખાતર અમે ઈશ્વરજ્ઞાનને યોગિફાનનો એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194